Gujarat Exclusive > દેશ-વિદેશ > ભારતમાં છેલ્લા 24 કલાકમાં 9 હજાર નવા કોરોના કેસ નોંધાયા, 396 લોકોના મોત

ભારતમાં છેલ્લા 24 કલાકમાં 9 હજાર નવા કોરોના કેસ નોંધાયા, 396 લોકોના મોત

0
12

છેલ્લા કેટલાક મહિનાઓથી કોરોનાના નવા કેસોમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. ત્યારે ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 9 હજારથી વધુ નવા પોઝિટિવ દર્દીઓ સામે આવ્યા છે. કોરોનાના નવા કેસમાં નોંધાઈ રહેલા ઘટાડાને કારણે કોરોના વાયરસના સક્રિય કેસની સંખ્યા એક લાખ 9 હજારની નજીક રહી ગઈ છે. લગભગ 600 દિવસ પછી સક્રિય કેસની સંખ્યામાં આટલો મોટો ઘટાડો નોંધાયો છે.

આરોગ્ય મંત્રાલય દ્વારા આજે સવારે જારી કરાયેલા તાજેતરના આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોનાના 9 હજાર 119 નવા કેસ નોંધાયા છે. તે જ સમયે, આ સમયગાળા દરમિયાન 396 કોરોના સંક્રમિત મૃત્યુ નોંધાયા હતા. આજે નવા કેસ નોંધાયા બાદ દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 3 કરોડ 45 લાખને વટાવી ગઈ છે. જ્યારે મૃતકોની સંખ્યા 4 લાખ 66 હજારને પાર પહોંચી ગઈ છે.

છેલ્લા કેટલાક દિવસોથી દૈનિક કેસની તુલનામાં ડિસ્ચાર્જ થયેલા લોકોની સંખ્યામાં વધારો નોંધાઈ રહ્યો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, દેશમાં છેલ્લા 24 કલાકમાં 10 હજારથી વધુ લોકો કોરોનાને હરાવવામાં સફળ રહ્યા છે. જે બાદ દેશમાં અત્યાર સુધીમાં 3 કરોડ 40 લાખથી વધુ લોકો કોરોનાથી સાજા થયા છે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat