Gujarat Exclusive > આપણી જરૂરિયાત > વ્યાપાર > દેશનો સૌથી મોંઘો જમીન સોદો, 3 એકર માટે ₹ 2238 કરોડની બોલી

દેશનો સૌથી મોંઘો જમીન સોદો, 3 એકર માટે ₹ 2238 કરોડની બોલી

0
10739

જાપાની કંપની સુમિતોમોએ મુંબઈના બાંન્દ્રા-કુર્લા કોમ્પલેક્સમાં ત્રણ એકર પ્લોટ માટે 2,238 કરોડ રૂપિયાની બોલી લગાવી છે. આ હિસાબે જોવા જઈએ તો, કંપની પ્રતિ એકર માટે 745 કરોડ રૂપિયા ચૂકવશે. આ દેશમાં રિયલ એસ્ટેટ સેક્ટરનો સૌથી મોંઘો જમીન સોદો માનવામાં આવી રહ્યો છે. સુમિતોમો ગ્રુપનો આ જમીન સોદો એટલા માટે હેરાનજનક છે, કારણ કે બાંદ્રા-કુર્લા કોમ્પલેક્સ જેવા પ્રાઈમ કોમર્શિયલને તેમણે ખુબ જ વધારે કિંમતમાં ખરીદ્યો છે.

3.44 લાખ રૂપિયા પ્રતિ વર્ગ મીટરની રિઝર્વ પ્રાઈસ
રિપોર્ટ પ્રમાણે જે પ્લોટને સુમિતોમો ગ્રુપે (Sumitomo Group) ખરીદ્યો છે, તેની રિઝર્વ પ્રાઈસ 3.44 લાખ રૂપિયા પ્રતિ વર્ગ મીટર હતી. જે બાદ 2010માં લોઢા ગ્રુપે MMRDAના વડાલામાં 6.2 એકર પ્લોટ માટે 4,050 કરોડ રૂપિયાની સૌથી મોટી બોલી લગાવી હતી. એટલે કે પ્રતિ એકર 653 કરોડ રૂપિયા લોઢા ગ્રુપે (Lodha Group) ચૂકવ્યા હતા.

આ પ્લોટને ખરીદનાર કોઈ નહતું
જે પ્લોટ માટે જાપાની કંપનીએ (Japani Company) બોલી લગાવી, તે રિયલ એસ્ટેટમાં મંદી હોવાના કારણે તેને કોઈ ખરીદનાર નહતું મળી રહ્યું. મુંબઈના લોકલ ડેવલોપર્સ પણ આ પ્લોટમાં રોકાણ કરવાથી ડરી રહ્યા હતા.

10 લાખ વર્ગ ફૂટ જગ્યા તૈયાર કરશે સુમિતોમો
MMRDAના એક અધિકારીના જણાવ્યા પ્રમાણે, સુમિતોમો આ પ્લોટ પર 10 લાખ વર્ગ ફૂટની જગ્યા તૈયાર કરશે. આ પ્લોટ પર કોમર્શિયલ ઓફિસ કોમ્પલેક્સ તૈયાર કરવામાં આવશે. જેમાં અનેક કંપનીઓને ઓફિસો શિફ્ટ કરવામાં આવશે.

100 વર્ષ જૂની સુમિતોમો કંપની
સત્તાવાર વેબસાઈટ પ્રમાણે, સુમિતોમોની સ્થાપના 1919માં થઈ હતી અને કંપની 2019માં પોતાની 100મી વર્ષગાંઠ માનવામાં આવી રહી છે. કંપનીની જાપાન, એશિયા, ઓસિઆનિયા, યુરોપ અને મિડલ ઈસ્ટમાં બિઝનેશ છે. આ સિવાય આફ્રિકા, નોર્થ-સેન્ટ્રલ-સાઉથ અમેરિકા અને કોમનવેલ્થ ઓફ ઈન્ડિપેંડેન્ટ સ્ટેટસમાં પણ બિઝનેશ છે.

સુમિતોમો આ બિઝનેશ ફિલ્ડમાં ડીલ કરે છે
સુમિતોમો 6 બિઝનેશ ફિલ્ડમાં ડીલ કરે છે. કંપની મેટલ પ્રોડક્ટ્સ, ટ્રાન્સપોર્ટેશન એન્ડ કંન્સ્ટ્રક્શન સિસ્ટમ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, મીડિયા એન્ડ ડિજિટલ, મિનરલ રિસોર્સેજ, એનર્જી-કેમિકલ્સ અને રિયલ એસ્ટેટમાં બિઝનેશ કરે છે. સુમિતોમોએ જાપાન, ઈન્ડોનેશિયા અને અમેરિકામાં ઈકો ફ્રેન્ડ્લી ઈમારતો બનાવી છે.

અમિત શાહ ‘મિશન કાશ્મીર’ પર, શહીદ ઈન્સ્પેક્ટરના પરિવારને મળ્યા