Gujarat Exclusive > આપણી જરૂરિયાત > વ્યાપાર > ભારત-ચીન તનાવની શેર બજાર પર શું થશે અસર? આર્થિક આંકડા પર રહેશે નજર

ભારત-ચીન તનાવની શેર બજાર પર શું થશે અસર? આર્થિક આંકડા પર રહેશે નજર

0
727

મુંબઈ: શેર બજાર માટે ગત સપ્તાહ ચડ-ઉતર વાળું રહ્યું, પરંતુ આગામી અઠવાડિયે ભારતીય બજારો પર વૈશ્વિક સંકેતો, ચીન સાથે તનાવ અને કોરોના વાઈરસના વધતા જતાં કેસોની અસર જોવા મળી શકે છે. આ સાથે જ રોકાણકારોની નજર દેશ-વિદેશમાં આ સપ્તાહે જાહેર થનારા મુખ્ય આર્થિક આંકડાઓ પર રહેશે, જેનાથી બજારને નવી દિશા મળશે.

અનેક આંકડા જાહેર થશે
બીજી તરફ જુલાઈના પ્રથમ સપ્તાહમાં ઓટો કંપનીઓ દ્વારા વેચાણના આંકડા આવવાનું શરૂ થઈ જશે. જ્યારે જુલાઈ એટલે કે બુધવારે જ જૂન મહિનાના પરચેશિંગ મેનેજર ઈન્ડેક્સ (PMI) સાથે સંકળાયેલા આંકડા જાહેર થઈ શકે છે. અગાઉ મંગળવારે પણ દેશની મુખ્ય પેટ્રોલિયમ કંપની ONGC ગત નાણાંકીય વર્ષના અંતિમ ત્રિમાસિકના પોતાના નાણાંકીય પરિણામો જાહેર કરશે.

આ પણ વાંચો: નવી ડિઝાઈનમાં રજૂ થઈ Google Photo એપ, હવે મળશે આ ફિચર્સ

બીજી તરફ ચીનમાં જૂન મહિના NBS મેન્યુફેક્ચરિંગ PMIના આંકડા મંગળવારે જાહેર થશે. જ્યારે અમેરિકામાં જૂન મહિનના આંકડા બુધવારે જાહેર થવાના છે. અમેરિકામાં બિન કૃષિ સેક્ટરમાં જૂન મહિનાના રોજગારના આંકડા પણ આગામી સપ્તાહમાં જ જાહેર થશે.

આ સિવાય ભારત અને અમેરિકામાં કોરોનાનો પ્રકોપ સતત વધી રહ્યો છે. ભારતીય શેર બજારમાં પણ તેની અસર જોવા મળશે. અગાઉ ગત શુક્રવારે બોમ્બે સ્ટૉક એક્સચેન્જ (BSE)ના 30 શેરો પર આધારિત સંવેદી સૂચકાંક સેન્સેક્સ ગત સપ્તાહના બંધની સરખામણીએ 439.54 એટલે કે 1.27 ટકા તેજી સાથે 35,171.27 પર બંધ થયો.

જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE)ના 50 શેરો પર આધારિત સંવેદી સૂચકાંક નિફ્ટી ગત સપ્તાહના ક્લોઝીંગની સરખામણીએ 138.60 અંક એટલે કે 1.35 ટકા તેજી સાથે 10,383 પર બંધ થયો.

લદ્દાખ ઝડપ બાદ પોતાના જ દેશમાં ઘેરાયું ચીન, સરકાર વિરુદ્ધ લોકોનો આક્રોશ ચરમ પર