Gujarat Exclusive > દેશ-વિદેશ > ભારત-ચીનના કોર કમાન્ડર્સ આજે ફરીથી મળશે, સરહદ પર તનાવ ઓછો કરવા થશે ચર્ચા

ભારત-ચીનના કોર કમાન્ડર્સ આજે ફરીથી મળશે, સરહદ પર તનાવ ઓછો કરવા થશે ચર્ચા

0
41

India-China Standoff: પૂર્વ લદ્દાખમાં LAC નજીક ભારત અને ચીનની સેનાઓ વચ્ચે ચાલી રહેલા તનાવને (India- China Border Dispute) ઓછો કરવા માટે આજે ફરીથી એક વખત બન્ને દેશો વચ્ચે સૈન્ય કમાન્ડર સ્તરની બેઠક (India-China Talks) થવા જઈ રહી છે. આ બેઠક ચીન તરફથી બોલાવવામાં આવી છે.

ભારત અને ચીન વચ્ચે લગભગ અઢી મહિના બાદ કોઈ બેઠક (India-China Talks) થવા જઈ રહી છે. ભારત અને ચીન વચ્ચે સૈન્ય કમાન્ડર સ્તરની નવમાં તબક્કાની બેઠક માટે રૂપરેખા તૈયાર કરવામાં આવી ચૂકી છે.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, ભારતીય સેના (Indian Army) તરફથી લેહ સ્થિત 14મી કોર (ફાયર એન્ડ ફ્યૂરી કોર)ના કમાન્ડર, લેફ્ટિનેન્ટ જનરલ પીજીકે મેનન નેતૃત્વ કરશે. જ્યારે ચીન તરફથી PLA સેનાના દક્ષિણ ઝિંગજ્યાંગ ડિસ્ટ્રિક્ટના કમાન્ડર નેતૃત્વ કરશે.

આ પણ વાંચો: ‘PM મોદી જે મેળવવા માંગે છે, તેના માટે CBI-EDનો કરે છે ઉપયોગ’

બન્ને દેશો વચ્ચે આ બેઠક LAC પર ચીનના મોલ્ડો બીપીએમ-હટમાં થશે. મિટિંગનો એજન્ડા ડિસઈન્ગેજમેન્ટ અને ડિ-એસ્કલેશન હશે. એટલે કે, બન્ને દેશોના સૈનિકો LAC થી પાછળ હટી જાય અને સૈનિકોની સંખ્યા પણ ઓછી કરવામાં આવે.

જણાવી દઈએ કે, આઠમાં તબક્કાની બેઠક બાદ પણ ભારત અને ચીન વચ્ચે તનાવ (India- China Border Dispute) ઓછો નહતો થયો. જે બાદ બન્ને દેશો વચ્ચે કોર કમાન્ડર સ્તરની બેઠક લગભગ બંધ થઈ ગઈ હતી. નવેમ્બર બાદ બન્ને દેશો વચ્ચે કોઈ બેઠક નથી થઈ. જો કે બન્ને દેશોએ રાજનયિક સ્તર પર તનાવ ઓછો કરવા જરૂર મળી રહ્યાં છે. હવે બન્ને દેશો વચ્ચે ચાલી રહેલા તનાવને ઓછો કરવા માટે આજે એક વખત ફરીથી મુલાકાત થવા જઈ રહી છે.

https://chat.whatsapp.com/ELSNNKbgp0tBaAC4irblG9