Gujarat Exclusive > દેશ-વિદેશ > ભારત આવ્યુ પાકિસ્તાની નાગરિકોના વ્હારે, ચીનમાં ફસાયેલા લોકોની કરી શકે છે મદદ

ભારત આવ્યુ પાકિસ્તાની નાગરિકોના વ્હારે, ચીનમાં ફસાયેલા લોકોની કરી શકે છે મદદ

0
907

ભારતીય વિદેશ મંત્રાલયે કોરોના વાયરસથી પ્રભાવિત ચીનના શહેર વુહાનથી ભારતીયોના સુરક્ષિત રેસ્ક્યૂ અભિયાનમાં ચાઈના સરકાર તરફથી મળેલા સહયોગ માટે તેની પ્રશંસા કરી છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે જાણકારી આપી કે, ભારતે બે ફ્લાઈટ દ્વારા ચાઈનામાંથી 640 ભારતીય અને માલદીવના 7 નાગરિકોને સુરક્ષિત કાઢ્યા છે. એક પ્રશ્નના જવાબમાં વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ જણાવ્યુ કે, જો કંઈ એવી સ્થિતિ બને છે તો, ભારત સરકાર ચાનીમાં ફસાયેલા પાકિસ્તાની વિદ્યાર્થીઓની પણ મદદ પર વિચાર કરી શકે છે.

વિદેશ મંત્રાલયની પ્રેસ બ્રિફિંગ દરમિયાન એક પત્રકારે ચાઈનાના વુહાન શહેરમાં ફસાયેલા લોકોને લઈને પ્રશ્ન કર્યુ કે, ત્યાં જે પાકિસ્તાની વિદ્યાર્થી ફસાયેલા છે, તે વીડિયોમાં કહી રહ્યા હતા કે, મોદી છે તો મુમકિન છે, મોદી જિન્દાબાદ. વીડિયોમાં વિદ્યાર્થીઓ કહી રહ્યા હતા કે, જો પાકિસ્તાન સરકાર અમને નથી લઈ જઈ રહી તો ભારત સરકાર અમારી મદદ કરે? શું તેના પર ભારત સરકાર કોઈ વિચાર કરી રહી છે? આ પ્રશ્નના જવાબમાં વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે જણાવ્યુ કે, હાલ પાકિસ્તાન સરકાર તરફથી કોઈ અનુરોધ નથી આવ્યો. પરંતુ જો આવી સ્થિતિ બને છે અને અમારી પાસે સાધન હશે તો અમે તેના પર જરૂર વિચાર કરીશું.

ચીનમાં કોરોના વાયરસ ફેલાયા બાદ આ પ્રકારના અનેક વીડિયો સામે આવ્યા છે, જેમાં પાકિસ્તાની વિદ્યાર્થીઓ કહી રહ્યા છે કે, ભારત સરકારે અહીંયાથી પોતાના વિદ્યાર્થીઓનું રેસ્ક્યૂ કર્યો છે, પરંતુ પાકિસ્તાનની સરકાર અમારા માટે આ પ્રકારના પ્રયાસો નથી કરી રહી.

ઈરાને 11 મહિના બાદ 6 ભારતીયોને કર્યા મુક્ત, વિદેશ મંત્રીએ ઈરાનનો માન્યો આભાર