Gujarat Exclusive > દેશ-વિદેશ > બર્ડફ્લૂ કોરોના વાઇરસ કરતા પણ વધુ ઘાતક, મૃત્યદર 50થી વધુ

બર્ડફ્લૂ કોરોના વાઇરસ કરતા પણ વધુ ઘાતક, મૃત્યદર 50થી વધુ

0
240
  • સરકારે સ્થિતિ પર નજર રાખવા કન્ટ્રોલરૂમ બનાવ્યું

  • મનુષ્યમાં બર્ડફ્લૂનો સૌથી પ્રથમ કેસ પણ ચીનમાં હતો

નવી દિલ્હીઃ દેશના ઘણા રાજ્યોમાં ફેલાયલે બર્ડફ્લૂ વાઇરસ કોરોના કરતા પણ વધુ ઘાતક હોવાનું નિષ્ણાતોનું કહેવું છે. કારણ કે તેનો મૃત્યુદર 50 ટકાથી પણ વધુ છે. વિશ્વભરના લોકો કોરોના મહામારીથી પરેશાન હતા, ત્યાં બર્ડફ્લૂની વધુ એક આફતે તેમની ચિંતા વધારી દીધી છે. કોરોનાથી અત્યાર સુધી વિશ્વભરમાં મૃત્યુ પામેલા લોકોની ટકાવારી જોઇએ તો 3 ટકા જ છે. પરંતુ બર્ડફ્લૂના સૌથી ઘાતક વાઇરસનો મૃત્યુદર 52 ટકા છે. એટલે કે તેનાથી સંક્રમિત અડધાની વધુ લોકોમા મૃત્યુ થયા છે. જે ચિંતાનો વિષય છે.

દેશના ઘણા રાજ્યોમાં એલર્ટ જાહેર

બર્ડફ્લૂની ગંભીરતાને જોતાં દેશના ઘણા રાજ્યોમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સરકારી અહેવાલ મુજબ અત્યાર સુધી રાજસ્થાન, મધ્યપ્રદેશ, હિમાચલ પ્રદેશ અને કેરળમાં બર્ડફલૂની પુષ્ટિ થઇ ગઇ છે. જ્યારે ગુજરાતના જુનાગઢમાં 50થી વધુ પક્ષીઓના મોતનો મામલો સામે આવ્યો છે.

આ પણ વાંચો: કોરોના સામેની લડત ચાલુ છે ત્યાં બર્ડ ફલૂ ફેલાવવાની દહેશત, તંત્ર એલર્ટ

કેન્દ્ર સરકારે દેશભરમાંથી આવી રહેલા આવા મામલા પર નજર રાખવા કન્ટ્રોલરૂમ પણ બનાવ્યું છે

બર્ડફ્લૂ (Bird Flu) જેને એવિયન ઇન્ફ્લૂઇન્જા (Avian Influenza) કહેવાય છે. તે વધુ સંક્રમક અનો કોરોના કરતા વધુ ઘાતક છે. ઇન્ફલૂઇન્જાના 11 વાઇરસ છે, જે મનુષ્યને સંક્રમિત કરે છે. પરંતુ તે બધા ઘાતક નથી. 5 એવા વાઇરસ છે જે જીવલેણ સાબિત થાય છે. તેમાં H5N1, H7N3, H7N7, H7N9 અને H9N2નો સમાવેશ થાય છે. તેમાં સૌથી ઘાતક H5N1 વાઇરસ છે.

બર્ડફ્લૂ મનુષ્યથી મનુષ્યમાં નહીં ફેલાતુ

એક રાહતની વાત એ છે કે બર્ડૂફ્લૂ મનુષ્યથી મનુષ્યમાં સંક્રમિત થતું નથી. માત્ર પક્ષીઓ દ્વ્રારા તેનો ચેપ માણસને લાગે છે. બર્ડફ્લૂના વાઇરસને HPAI (Highly Pathogenic Avian Influenza) કહેવામાં આવે છે.

વિશ્વમાં 4 વખત મોટાપાયે ફેલાયું

બર્ડફ્લૂ અત્યાર સુધી વિશ્વમાં 4 વખત મોટાપાયે ફેલાઇ ચુક્યું છે. તેણે 60 દેશોને પોતાની ચપેટમાં લઇ લીધું છે. વર્ષ 2003થી અત્યાર સુધી તે કોઇને કોઇ દેશમાં પોતાની અસર દેખાતુ રહ્યું છે.

H5N1 વાઇરસ સૌથી વધુ ઘાતક એટલા માટે છે, કારણ કે તેનાથી સંક્રમિત અડધાથી વધુ લોકો મોતને ભેટી ચૂક્યા છે. વર્ષ 2003થી લઇ અત્યાર સુધી આ વાઇરસથી કુલ 861 લોકો સંક્રમિત થયા અને તેમાંથી 455 લોકોનાં મોત થઇ ગયા. એટલે તેનો મૃત્યુદર 52.8 ટકા છે.

આ પણ વાંચો: 11 જાન્યુઆરીથી ખુલશે સ્કૂલ-કોલેજ, માસ પ્રમોશન આપવામાં નહી આવે

H5N1 વાઇરસ દક્ષિણ-પૂર્વ એશિયામાં વધુ

H5N1 બર્ડફ્લૂ વાઇરસ મોટાભાગે દક્ષિણ-પ્રૂવ એશિયાના દેશોમાં જોવા મળે છે. તેમ છતાં આ વાઇરસે વિશ્વભરના લગભગ તમામ દેશોને સંક્રમિત કર્યા છે. આ વાઇરસે 2008માં ચીન, ઇજીપ્ત, ઇન્ડોનેશિયા, પાકિસ્તાન અને વિયેતાનમમાં 11 વખત ચેપ ફેલાવ્યુ. જ્યારે 2006થી અત્યાર સુધી H5N1એ 65 વખત સંક્રમણ ફેલાવ્યું હોવાના આંકડા છે. આ વાઇરસની કેટલીક રસી પણ તૈયાર થઇ ગઇ છે. જેને બ્રિટન, અમેરિકા, ફ્રાન્સ, કેનેડા જેવા દેશોએ પોતાની પાસે જમા કરી રાખી છે.

સૌથી મોટી મુસીબત હવાથી ફેલાય છે

H5N1 બર્ડફ્લૂ વાઇરસની સૌથી મોટી મુસીબત એ છે કે તે હવાથી ફેલાય છે. સાથે ઝડપથી મ્યૂટેશન (ફેલાય) પણ થાય છે. માણસથી માણસમાં ચેપ ફેલાવવાના કેસ બહુ ઓછો જોવા મળ્યા છે. પશુ-પક્ષીઓના માધ્યમથી મનુષ્યોમાં તેનું સંક્રમણ જરૂર ફેલાય છે.

2008માં H5N1 બર્ડફ્લૂ વાઇરસથી 60% મોત

વિશ્વ આરોગ્ય સંગઠન (WHO)ના આંકડા મુજબ 2008માં ફેલાયેલા H5N1 બર્ડફ્લૂ વાઇરસથી 60% લોકોના મોત થઇ ગયા હતા.

H5N1 વાઇરસ સૌથી પહેલાં સ્કોટલેન્ડમાં દેખાયો

H5N1 વાઇરસ સૌથી પહેલાં 1959માં સ્કોટલેન્ડમાં દેખાયો. ત્યાં હજારો મરઘીઓના તેનાથી મોત થયા હતા. ત્યાર બાદ ઇંગ્લેન્ડમાં 1991માં ટર્કી પક્ષીઓનું તેનાથી મોથ થયું. પરંતું ત્યાં સુધી આ વાઇરસ મનુષ્યોમાં ફેલાયું નહતું.

આ પણ વાંચો: બેટ દ્વારકા સિગ્નેચર બ્રીજ પ્રોજેક્ટનો ખર્ચો 198 કરોડ વધ્યો, કેવી રીતે?

પહેલી વખત મનુષ્યમાં વાઇરસ 1997માં ફેલાયુ

મનુષ્યોમાં આ વાઇરસ ફેલાવવાની શરૂઆત 1997માં થઇ હતી. ત્યારે પણ કોરોનાની જેમ આ વાઇરસ ચીનમાં ફેલાયું હતું. તેના ગુઆંગડોંગ પ્રાંતમાં ફેલાયા બાદ હોંગકોંગમાં 18 લોકો તેનાથી સંક્રમિત થયા હતા.જેમાંથી 6 લોકો તેનો ભોગ બન્યા હતા. H5N1 વાઇરસથી મનુષ્યના મોતનો આ સૌથી પહેલો મામલો હતો.

https://chat.whatsapp.com/ELSNNKbgp0tBaAC4irblG9