નવી દિલ્હી: બ્રિટનને પાછળ છોડીને ભારત, વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની ગયુ છે. વર્ષ 2021ના અંતિમ ત્રણ મહિનામાં બ્રિટનને પાછળ છોડતા ભારતે વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવાની સિદ્ધિ મેળવી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષ (IMF)ના આંકડા હેઠળ જીડીપી સાથે જોડાયેલુ આ કેલ્કુલેશન યૂએસ ડૉલર પર આધારિત છે. જીડીપી મામલે ભારતે વર્ષ 2022ના પ્રથમ ત્રિમાસીકમાં પોતાની લીડ બનાવી રાખી હતી આ દરમિાયન પણ તેની અર્થવ્યવસ્થા બ્રિટન કરતા આગળ રહી હતી.
Advertisement
Advertisement
બ્રિટનને લાગ્યો 300 વર્ષનો સૌથી મોટો ઝટકો!
ગત ઓગસ્ટમાં બ્રિટિશ અર્થવ્યવસ્થામાં 300 વર્ષનો સૌથી મોટો ઘટાડો નોંધાયો હતો. બેંક ઓફ ઇંગ્લેન્ડનું કહેવુ છે કે અર્થવ્યવસ્થામાં ઘટાડાનો આ સમય 2024 સુધી રહી શકે છે. બ્રિટનની જીડીપી બીજા ત્રિમાસિકમાં કેશના સંદર્ભમાં માત્ર એક ટકા વધી છે. જો ફુગાવાની વાત કરીએ તો તેમાં 0.1 ટકાનો ઘટાડો થયો છે.
બીજી તરફ ભારતીય અર્થવ્યવસ્થાના આ નાણાકીય વર્ષમાં 7 ટકાથી વધારાના દરથી વધવાનું અનુમાન લગાવવામાં આવ્યુ છે. આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષ એટલે કે IMFના પોતાના પૂર્વ અનુમાન જણાવે છે કે ભારત આ વર્ષે વાર્ષિક આધાર પર ડૉલરના મામલે અમેરિકા, ચીન, જાપાન અને જર્મની કરતા પાછળ છે. એક દાયકા પહેલા ભારત સૌથી મોટી અર્થવ્યવસ્થામાં 11માં નંબર પર હતુ જ્યારે યૂકે પાંચમા નંબર પર હતુ.
મંદીના ખતરાથી ભારત સુરક્ષિત
ઓગસ્ટ 2022માં બ્લૂમબર્ગ અને SBI રિસર્ચના રિપોર્ટમાં ભારતને મંદીના ખતરાથી સુરક્ષિત ગણવામાં આવ્યુ હતુ. આ રિપોર્ટ અનુસાર ભારત હવે વિશ્વના કેટલાક દેશથી ઘણુ આગળ નીકળવા માટે તૈયાર છે. વિશ્વની બીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા ચીન કરતા પણ ઝડપથી આગળ વધવાના સંકેત ભારતીય અર્થવ્યવસ્થા આપી રહી છે. મૉર્ગન સ્ટેનલીના રિપોર્ટમાં પણ અનુમાન લગાવવામાં આવ્યુ છે કે 2022-23માં ભારત એશિયાની સૌથી મજબૂત અર્થવ્યવસ્થા તરીકે ઉભરી શકે છે.
Advertisement