ઈન્દોરમાં રમાઈ રહેલી ત્રીજી વનડેમાં ભારતે ન્યૂઝીલેન્ડને 90 રને હરાવ્યું છે. આ સાથે જ ભારતે આ વનડે શ્રેણી 3-0થી કબજે કરી લીધી છે.
Advertisement
Advertisement
ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતા ભારતે નવ વિકેટે 385 રન બનાવ્યા હતા. જવાબમાં ન્યૂઝીલેન્ડની આખી ટીમ 41.2 ઓવરમાં 295 રન બનાવીને આઉટ થઈ ગઈ હતી.
ન્યૂઝીલેન્ડ તરફથી ઓપનર ડેવોન કોનવેએ સૌથી વધુ 138 રન બનાવ્યા હતા. ભારત તરફથી શાર્દુલ ઠાકુર અને કુલદીપ યાદવે ત્રણ-ત્રણ વિકેટ ઝડપી હતી. યુઝવેન્દ્ર ચહલે બે વિકેટ લીધી હતી.
Another comprehensive performance from #TeamIndia as they outclass New Zealand by 90 runs in Indore to complete a 3-0 whitewash. ??
Scorecard ▶️ https://t.co/ojTz5RqWZf…#INDvNZ | @mastercardindia pic.twitter.com/7IQZ3J2xfI
— BCCI (@BCCI) January 24, 2023
આ મેચ પહેલા ભારતે બંને મેચ જીતી હતી.
આ જીત સાથે ભારત આવતા સપ્તાહે જાહેર થનારી રેન્કિંગમાં નંબર વન પર પહોંચી જશે. ઈંગ્લેન્ડ હવે બીજા સ્થાને સરકી જશે. આ સાથે જ ઓસ્ટ્રેલિયા ત્રીજા નંબરે અને ન્યુઝીલેન્ડ ચોથા નંબર પર પહોંચી જશે.
ટી20માં ભારત પહેલાથી જ નંબર વન રેન્ક પર છે.
ICC દ્વારા 21 જાન્યુઆરીએ જાહેર કરવામાં આવેલી ODI રેન્કિંગમાં ઈંગ્લેન્ડ 113 રેટિંગ સાથે નંબર વન પર હતું. જો કે, સમાન રેટિંગ સાથે ન્યુઝીલેન્ડ બીજા અને ભારત ત્રીજા સ્થાને છે.
The new No.1 team in the @MRFWorldwide ICC Men’s ODI Team Rankings ?
More ? https://t.co/sye7IF4Y6f pic.twitter.com/hZq89ZPO31
— ICC (@ICC) January 24, 2023
ICCએ તેના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પરથી આ અંગે ટ્વિટ કર્યું છે. તેમાં લખ્યું હતું, “પુરુષોની ODI ટીમ રેન્કિંગમાં નવી નંબર-1 ટીમ.”
Advertisement