Gujarat Exclusive > યુથ > સ્પોર્ટ્સ > INDVsAUS બીજી ટી-20: હાર્દિક પંડ્યાની આક્રમક રમત, ભારતે ઓસ્ટ્રેલિયાને 6 વિકેટે હરાવ્યું

INDVsAUS બીજી ટી-20: હાર્દિક પંડ્યાની આક્રમક રમત, ભારતે ઓસ્ટ્રેલિયાને 6 વિકેટે હરાવ્યું

0
239
  • ભારતે ઓસ્ટ્રેલિયાને બીજી ટી-20 મેચમાં 6 વિકેટે હરાવ્યું

  • ભારતે ટી-20 શ્રેણી જીતી, વિરાટ કોહલીના 40 રન

  • હાર્દિક પંડ્યા મેન ઓફ ધ મેચ

સિડની: ભારતે ઓસ્ટ્રેલિયાને સિડનીમાં રમાયેલી બીજી ટી-20 મેચમાં 6 વિકેટે હરાવી 3 મેચની ટી-20 સિરીઝમાં 2-0ની લીડ મેળવી લીધી છે. પ્રથમ બેટિંગ કરતા ઓસ્ટ્રેલિયાએ 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવી 194 રન બનાવ્યા હતા. જવાબમાં ભારતીય ક્રિકેટ ટીમે 19.4 ઓવરમાં 4 વિકેટ ગુમાવી 195 રન બનાવી મેચને જીતી લીધી હતી.  INDVsAUS

ભારત તરફથી લોકેશ રાહુલ અને શિખર ધવનની જોડીએ ટીમ ઇન્ડિયાને સારી શરૂઆત અપાવી હતી. ધવન અન રાહુલે પ્રથમ વિકેટ માટે 56 રનની ભાગીદારી કરી હતી. છઠ્ઠી ઓવરના બીજા બોલ પર એન્ડ્ર્યુ ટાઇએ ભારતને પ્રથમ ઝટકો આપ્યો હતો. એન્ડ્ર્યુ ટાઇના બોલ પર રાહુલ મિશેલ સ્વેપ્સનને કેચ આપી બેઠો હતો. રાહુલ 30 રન બનાવી આઉટ થયો હતો. જ્યારે શિખર ધવન 52 રન બનાવી આઉટ થયો હતો. INDVsAUS

તે બાદ કેપ્ટન વિરાટ કોહલીએ પણ સારી રમત રમતા 24 બોલમાં 2 ફોર અને 2 સિક્સરની મદદથી 40 રન બનાવ્યા હતા. સંજુ સેમસને 15 રનનું યોગદાન આપ્યુ હતું. અંતમાં હાર્દિક પંડ્યાએ માત્ર 22 બોલમાં આક્રમક રમત રમતા 3 ફોર અને 2 સિક્સરની મદદથી અણનમ 42 રન બનાવી ટીમને જીત અપાવી હતી. શ્રેયસ અય્યર 5 બોલમાં 1 ફોર અને 1 સિક્સરની મદદથી 12 રન બનાવી અણનમ રહ્યો હતો. INDVsAUS

આ પણ વાંચો: કાળો કૃષિ કાયદો પાછો ખેંચવામાં નહીં તો હું પરત આપી દઈશ ખેલ રત્ન: વિજેન્દ્ર સિંહ

ઓસ્ટ્રેલિયાએ જીતવા માટે આપ્યો હતો 195 રનનો પડકાર  INDVsAUS

ઓસ્ટ્રેલિયા તરફથી કેપ્ટન મેથ્યુ વેડે ઓપનિંગમાં ઉતરી શાનદાર બેટિંગ કરી હતી. મેથ્યુ વેડે 32 બોલમાં 10 ફોર અને 1 સિક્સરની મદદથી સૌથી વધુ 58 રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયાને પ્રથમ ફટકો ડાર્શી શોર્ટના રૂપમાં પડ્યો હતો. ડાર્શી શોર્ટ 9 ન બનાવી નટરાજનની ઓવરમાં શ્રેયસ અય્યરન કેચ આપી બેઠો હતો. ત્યારબાદ સ્ટીવ સ્મિથે 46 રન બનાવ્યા હતા. ગ્લેન મેક્સવેલે પણ 22 રનની ઇનિંગ્સ રમી હતી. હેનરિક્સે 26 જ્યારે સ્ટોઇનિસ 16 રન બનાવી અણનમ રહ્યો હતો. ઓસ્ટ્રેલિયાએ 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવી 194 રન બનાવ્યા હતા. ભારત તરફથી નટરાજને સૌથી વધુ 2 વિકેટ ઝડપી હતી જ્યારે શાર્દુલ ઠાકુર અને યુઝવેન્દ્ર ચહલને 1-1 સફળતા મળી હતી. INDVsAUS

https://chat.whatsapp.com/ELSNNKbgp0tBaAC4irblG9