નવી દિલ્હી: રશિયા અને યૂક્રેન પર હુમલા બાદ ભારત સરકારે યૂક્રેનમાં રહેતા પોતાના નાગરિકો અને વિદ્યાર્થીઓને તુરંત દેશ છોડવા કહ્યુ છે. પોતાની એડવાઇઝરીમાં સરકારે ભારતીય નાગરિકોને યૂક્રેનની યાત્રા કરવા પ્રત્યે ચેતવણી આપી છે અને તેમણે યૂક્રેન ના જવાની સલાહ આપી છે. ફેબ્રુઆરીમાં યુદ્ધ શરૂ થયા બાદ પણ ભારત સરકારે આવી જ એડવાઇઝરી જાહેર કરી હતી.
Advertisement
Advertisement
કીવ સ્થિત ભારતીય દૂતાવાસે જાહેર કરી એડવાઇઝરી
યૂક્રેનના પાટનગર કીવ સ્થિત ભારતીય દૂતાવાસ દ્વારા જાહેર કરવામાં આવેલી એડવાઇઝરીમાં કહેવામાં આવ્યુ છે, યૂક્રેનમાં સુરક્ષાની બગડતી સ્થિતિ અને લડાઇમાં તાજેતરમાં વધારો જોતા ભારતીય નાગરિકોને યૂક્રેન યાત્રા ના કરવાની સલાહ આપવામાં આવે છે. યૂક્રેનમાં રહેતા ભારતીય નાગરિકો અને વિદ્યાર્થીઓને ઉપલબ્ધ સાધનોથી જલ્દી યૂક્રેન છોડવાની સલાહ આપવામાં આવે છે.
Advertisement