Gujarat Exclusive > દેશ-વિદેશ > ભારત-અમેરિકા વચ્ચે મહત્વની બેઠક, LAC પર સ્થિતિ સહિત અનેક મુદ્દે થશે ચર્ચા

ભારત-અમેરિકા વચ્ચે મહત્વની બેઠક, LAC પર સ્થિતિ સહિત અનેક મુદ્દે થશે ચર્ચા

0
81

અમેરિકામાં રાષ્ટ્રપતિ ચૂંટણી (US Election) પહેલા વિદેશ મંત્રી માઈક પોમ્પિયો અને ડિફેન્સ મિનિસ્ટર માર્ક ટી એસ્પર આજે ટૂ-પ્લસ-ટૂ વાર્તા (Two-Plus-Two Dialogue) માટે ભારતના પ્રવાસે આવી રહ્યાં છે. આ દરમિયાન બન્ને દેશો વચ્ચે ચીનથી લઈને કોરોના વૅક્સીન સહિત અનેક મુદ્દાઓ પર વાતચીત થશે. ભારતીય પક્ષનું પ્રતિનિધિત્વ વિદેશ મંત્રી એસ જયશંકર અને સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ કરશે

માઈક પોમ્પિયો (Mike Pompeo) અને માર્ક એસ્પર મંગળવારે ભારત-અમેરિકા વચ્ચે ટૂ-પ્લસ-ટૂ વાર્તની ત્રીજી આવૃતિમાં ભાગ લશે. અમેરિકામાં ચૂંટણીના (US Election) માત્ર એક સપ્તાહ પહેલા જ ટ્રમ્પના ટોચના બે મંત્રીઓની આ વાટાઘાટ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. જેમાં અનેક મહત્વપૂર્ણ દ્વીપક્ષિય અને વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા થશે. જેમાં ઈન્ડો-પેસિફિક સેક્ટરમાં વર્ચસ્વ વધારવાના ચીનનો પ્રયત્નો અને પૂર્વ લદ્દાખ સેક્ટરમાં તેનું આક્રમક વલણ પણ સામેલ છે. India US meeting news

PM મોદી સાથે પણ કરશે મુલાકાત
વાર્તા (Two-Plus-Two Dialogue) સાથે જ પોમ્પિયો અને એસ્પર પોતાના ભારતીય સમકક્ષો સાથે દ્વિપક્ષીય વાટાઘાટો પણ કરશે. તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે પણ મુલાકાત કરશે. અધિકારીઓએ કહ્યું કે, અમેરિકાના રક્ષા મંત્રી એસ્પરને સોમવારે બપોરે રાયસીના હિલ્સના સાઉથ બ્લૉકમાં ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવશે. India US meeting news

 આ પણ વાંચો: Coal Scam Case: પૂર્વ કેન્દ્રીય મંત્રી દિલીપ રેને 3 વર્ષની સજા

BECAને અપાશે આખરી ઓપ India US meeting news
બન્ને પક્ષો વચ્ચે ઘણાં સમયથી પેન્ડિંગ BECA (બેસિક એક્સચેન્જ એન્ડ કોઓપરેશન એગ્રીમમેન્ટ)ને આખરી ઓપ આપવામાં આવશે. બેકા સમજૂતિથી ભારતને અમેરિકા તરફથી ચોક્કસ જિયોસ્પેશિયલ ડેટા મળશે, જેનો ઉપયોગ મિલિટ્રી ઓપરેશનમાં ઘણો મદદગાર નિવડશે. India US meeting news

શું છે ટૂ પ્લસ ટૂ વાર્તા
ભારત અને અમેરિકા વચ્ચે આ ત્રીજા તબક્કાની વાર્તા (Two-Plus-Two Dialogue) છે. ટૂ પ્લસ ટૂ અંતર્ગત બન્ને દેશોના વિદેશ મંત્રીઓ અને સંરક્ષણ મંત્રીઓ વચ્ચે મહત્વના મુદ્દો ચર્ચા થાય છે. અમેરિકા તરફથી વિદેશ મંત્રી માઈક પોમ્પિયો અને ડિફેન્સ મિનિસ્ટર માર્ક ટી એસ્પર આ વાર્તામાં સામેલ થશે. જ્યારે ભારત તરફથી રક્ષા મંત્રી રાજનાથ સિંહ અને વિદેશ મંત્રી એસ જયશંકર ભાગ લેશે.