Gujarat Exclusive > યુથ > સ્પોર્ટ્સ > ન્યૂઝીલેન્ડ 1 મેચ હારે તો જ ભારતનો સેમિફાઇનલ પહોંચવાનો માર્ગ મોકળો થશે

ન્યૂઝીલેન્ડ 1 મેચ હારે તો જ ભારતનો સેમિફાઇનલ પહોંચવાનો માર્ગ મોકળો થશે

0
41

આજે ભારત અને સ્કોટલેન્ડ વચ્ચે સાંજે 7.30 કલાકે દુબઈમાં મેચ રમાશે. જો કે, અફઘાનિસ્તાન સામે જોરદાર જીત મેળવ્યા બાદ ભારતીય ટીમ ફરી એક વખત મોટી સફળતાની રાહ જોઈ રહી છે. ભારતને તેમનો નેટ રન રેટ સુધારવા માટે આ મેચમાં અને 8 નવેમ્બરે નામિબિયા સામે મોટા માર્જિનથી જીતવાની જરૂર રહેશે. જોકે, નેટ રન રેટ ત્યારે જ અમલમાં આવશે જ્યારે ન્યૂઝીલેન્ડની ટીમ તેની છેલ્લી બે મેચમાંથી ઓછામાં ઓછી એક મેચ હારી જાય. ન્યૂઝીલેન્ડની ચોથી મેચ શુક્રવારે બપોરે 3:30 વાગ્યે નામાબિયા સામે રમાઈ રહી છે. ત્યારપછી કીવી ટીમ 7 નવેમ્બરે અફઘાનિસ્તાન સામે મેચ રમશે.

બુધવારે પણ સ્કોટલેન્ડની ટીમે ન્યૂઝીલેન્ડ સામે શાનદાર પ્રદર્શન કર્યું હતું અને મેચને ખૂબ નજીક લઈ જવામાં સફળ રહી હતી. તે મેચમાં સ્કોટલેન્ડનો માત્ર 16 રનથી પરાજય થયો હતો. જો ડેથ ઓવર્સમાં મોટી પાર્ટનરશિપ થઈ હોત અથવા બીજી સારી ઓવર હોત તો આજે આ ટીમ કરોડો ભારતીયોની ફેવરિટ બની ગઈ હોત, પરંતુ જો હવે તે ભારત સામે આવું જ પ્રદર્શન કરશે તો ટીમ ઈન્ડિયા માટે મુશ્કેલ બની શકે છે.

અફઘાનિસ્તાન સામે ક્રિઝ પર ઉતરેલા તમામ ભારતીય બેટ્સમેનોએ શાનદાર પ્રદર્શન કર્યું અને સમગ્ર ઈનિંગ દરમિયાન આક્રમક વલણ અપનાવવાનું ચાલુ રાખ્યું હતું. પહેલી બે મેચમાં ભારતીય બેટ્સમેનોનું ફોર્મ થોડુ ખરાબ હતું. સ્કોટલેન્ડ વિરૂદ્ધ ભારતીય બેટ્સમેનોએ ફરીથી પોતાની શક્તિ બતાવવી પડશે. આની સાથે જ બોલિંગમાં વધુ શાર્પનેસ હાંસલ કરવી પડશે.

હાર્દિક પંડ્યા સતત બોલિંગ કરી શકે છે કે કેમ તે જોવું રહ્યું. અફઘાનિસ્તાન સામેની મેચમાં તેની બોલિંગ દરમિયાન ઘણા રન લૂટાવ્યા હતા. હાર્દિકે 2 ઓવરમાં 23 રન આપ્યા હતા. જોકે આની પહેલા પંડ્યાએ 13 બોલમાં 35 રન કર્યા હતા.

ઓપનર તરીકે સ્કોટલેન્ડના જ્યોર્જ મુન્સે પોતાની આક્રમક બેટિંગથી કોઈપણ ટીમના બોલર્સ માટે મુશ્કેલી સર્જી શકે છે. પાવરપ્લેમાં રમવાની તેની શૈલી ઘણી આક્રમક છે, પરંતુ તેણે આ વર્લ્ડ કપમાં વધુ બેટિંગ કરી નથી. તેનો અત્યાર સુધીનો સર્વોચ્ચ સ્કોર 29 રહ્યો છે. શુક્રવારે મુનસેને અંકુશમાં રાખવો ભારતીય ટીમ માટે ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat