Gujarat Exclusive > Breaking > BREAKING: ભારતની PoKમાં એરસ્ટ્રાઇકના સમાચાર, કોઇ સત્તાવાર પૃષ્ટી નથી

BREAKING: ભારતની PoKમાં એરસ્ટ્રાઇકના સમાચાર, કોઇ સત્તાવાર પૃષ્ટી નથી

0
75

ભારતીય સેનાએ પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK)માં એર સ્ટ્રાઇક કરી છે. જેમાં મોટાભાગના પાકિસ્તાની અને વિદેશી આતંકવાદી માર્યા ગયા છે. ભારતે PoKમાં લોન્ચપેડ પર હુમલો કર્યો હતો. જોકે, આ એર સ્ટ્રાઇક અંગે કોઇ ઓફિશિયલ પૃષ્ટી થઇ નથી.

મહત્વપૂર્ણ છે કે પાકિસ્તાની સેના ઠંડી પહેલા ભારતમાં વધુમાં વધુ આતંકવાદીઓને દાખલ કરાવવા માંગે છે. ભારતીય સેનાએ જેને કારણે આ સર્જિકલ સ્ટ્રાઇક કરી છે.

ગત વર્ષે 26 ફેબ્રુઆરીએ કરી હતી પ્રથમ એર સ્ટ્રાઇક

ગત વર્ષે 14 ફેબ્રુઆરીએ પુલવામામાં થયેલા આતંકી હુમલાના જવાબમાં ભારતીય વાયુસેનાએ 26 ફેબ્રુઆરીએ PoKમાં એર સ્ટ્રાઇક કરી હતી. આ એર સ્ટ્રાઇકમાં વાયુસેનાના 12 મિરાજ-2000 ફાઇટર જેટે બાલાકોટમાં બોમ્બ ફેક્યા હતા. દાવો હતો કે જેમાં 300થી વધુ આતંકી માર્યા ગયા હતા. વાયુસેનાએ આ મિશનને ‘ઓપરેશન બંદર’ નામ આપ્યુ હતું.