Gujarat Exclusive > દેશ-વિદેશ > કોરોના સંક્રમણ મામલે દેશ 7માં નંબરે હોવાનું વિશ્લેષણ તદ્દન ખોટું: સ્વાસ્થ્ય મંત્રાલય

કોરોના સંક્રમણ મામલે દેશ 7માં નંબરે હોવાનું વિશ્લેષણ તદ્દન ખોટું: સ્વાસ્થ્ય મંત્રાલય

0
334

નવી દિલ્હીઃ દેશમાં કોરોના સંક્રમણનાં સતત વધતા જતા કેસ મામલે સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું કે, ‘તેનાંથી ગભરાવાની કોઇ જ જરૂર નથી પરંતુ પોતાની સુરક્ષાનો ઉપાય કરવો જોઇએ. સ્વાસ્થ્ય મંત્રાલયનાં ડેપ્યુટી સેક્રેટરી લવ અગ્રવાલે કહ્યું કે, કોરોના સંક્રમણનાં કેસોમાં દેશ ભલે સાતમા નંબર પર છે પરંતુ આ વિશ્લેષણ સાચુ નથી કેમ કે અન્ય દેશોની આબાદીની તુલનામાં ભારતની આબાદી ખૂબ વધારે છે. તેઓએ એમ પણ કહ્યું કે, ભારતમાં રિકવરી રેટ સતત સુધરી રહ્યો છે અને વિશ્વભરનાં દેશોમાં સૌથી ઓછો મૃત્યુદર છે. તેઓએ કહ્યું કે, અત્યાર સુધી 95527 લોકોને કોરોનાથી છુટકારો મળી ચૂક્યો છે અને દેશની રિકવરી રેટ 48.07 ટકા છે.

અગ્રવાલે કહ્યું કે, ‘આજે દેશમાં કેસ સતત વધી રહ્યાં છે. દેશ સાતમા નંબર પર છે. આ એનાલિસિસ ડાઉટફુલ કમ્પેરિઝન રજૂ કરે છે. તેની તુલાના અમારી આબાદીનાં હિસાબથી હોવી જોઇએ. આપણે બાકી દેશો કરતા ખૂબ સારી એવી સ્થિતિમાં છીએ. આપણાં દેશમાં ખૂબ સ્થિરતા છે. આજનાં ડેટા અનુસાર 14 દેશ કે જે આપણાં દેશની આબાદી સાથે મળતાં ઝુલતાં છે ત્યાં લગભગ 22 ટકા કેસ સામે આવ્યાં છે અને 55 ટકા વધારે મોત થયાં છે.’

મૃત્યુદર 2.82 ટકા

તેઓએ કહ્યું કે, ‘અમે કેવી રીતે જલ્દીથી કેસની ઓળખ કરીએ અને કેવી રીતે તેની સારવાર કરીએ. આ પ્રયાસો અંતર્ગત 15 એપ્રિલનાં રોજ મૃત્યુદર 3.15 ટકા હતો કે જે ઘટીને 2.82 ટકા થઇ ગયો છે, જો કે વિશ્વમાં સૌથી ઓછો છે. એવાં પણ દેશ છે કે જ્યાં મૃત્યુદર 19 ટકાથી પણ વધારે છે. જો આપણે પ્રતિ લાખ મૃત્યુદર જોઇએ તો આ પણ સૌથી ઓછો છે. આજે વધુ એક મુખ્ય વિષય સમજવાની જરૂર છે.’

60-70 ની ઉંમરનાં લોકોમાં 38 ટકા મોત

સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી કહેવામાં આવ્યું છે કે વૃદ્ધો અને અન્ય બીમારીઓથી પીડિત લોકોનું વધારે ધ્યાન રાખવાની જરૂરિયાત છે. કોરોનાથી મૃત્યુ પામનારા લોકોમાં 38 ટકા લોકો 60-74 વર્ષની ઉંમરનાં લોકો છે અને 12 ટકા 70 વર્ષની ઉપરનાં છે.

અગ્રવાલે કહ્યું કે, ‘મોટે ભાગનાં મૃત્યુ અન્ય બીમારીઓ સાથે હોવાંને કારણે અને વધારે ઉંમર હોવાંને કારણે થઇ રહ્યાં છે. આ બંને અંશોને જોતા તો વૃદ્ધ લોકો વધારે ખતરામાં છે અને જેઓને ડાયાબિટીઝ, રેસ્પેરેટરી ડિઝીઝ છે, તેઓ હાઇ રિસ્કમાં છે. તેમનો સહયોગ ખૂબ જરૂરી છે. જરૂરી છે કે તેઓ સોશિયલ ડિસ્ટન્સ બનાવીને રાખે.’

કોરોના વાઈરસના કારણે વર્તમાન સ્થિતિમાં તમારા સુધી ન્યૂઝ પેપર પહોંચી રહ્યાં નથીતેવામાં દેશ-દુનિયાના અને ખાસ કરીને ગુજરાતના સમાચારો માટે તમે ગુજરાત એક્સક્લૂઝિવના ફેસબુક પેજને લાઈક કરી શકો છો અથવા વોટ્સએપ-ટેલિગ્રામ અને ટ્વિટર પર અમારા સાથે જોડાઇ શકો છો.

જેસિકા લાલ મર્ડર કેસમાં આરોપી મનુ શર્માને છોડી મુકાયો, ઉપરાજ્યપાલનો આદેશ