Gujarat Exclusive > દેશ-વિદેશ > સ્વતંત્રતા દિવસ: CM રૂપાણીએ કહ્યું- ગુજરાત પોતાના લક્ષ્યાંકો નક્કી કરી આગળ વધી રહ્યું છે

સ્વતંત્રતા દિવસ: CM રૂપાણીએ કહ્યું- ગુજરાત પોતાના લક્ષ્યાંકો નક્કી કરી આગળ વધી રહ્યું છે

0
68

આજે દેશ 75માં સ્વતંત્ર પર્વની ઉજવણી કરી રહ્યો છે. રાજ્યકક્ષાના સ્વતંત્રતા પર્વ (independence day) ની ઉજવણી આજે જૂનાગઢમાં થઈ રહી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પ્રાસંગિક સંબોધન કરતા મંચ પરથી સૌને 75માં સ્વતંત્ર પર્વની શુભકામના પાઠવી. ઉલ્લેખનિય છે કે, તેમણે કહ્યું કે, 75 માં વર્ષે ને અમૃત મહોત્સવ તરીકે ઉજવણી કરવા પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદી એ સ્વરાજ થી સુરાજ સુધીની સફર ચાલુ કરી છે.

જૂનાગઢમાં બિલખા રોડ સ્થિત પરેડ ગ્રાઉન્ડ ખાતે મુખ્ય સચીવ અને અધિક મુખ્ય સચિવ(ગૃહ) અને પોલીસ મહાનિર્દેશક મુખ્યમંત્રી વિજય રૂપાણીનું (CM Vijay Rupani) સ્વાગત કર્યુ હતુ. આજે સવારે બરાબર 9 વાગ્યે મુખ્યમંત્રીના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતુ. ધ્વજવંદન વખતે વાયુદળના હેલિકોપ્ટરમાંથી પુષ્પવર્ષા કરવામાં આવી હતી.

સીએમ વિજય રૂપાણીએ પોતાના સંબોધનમાં જણાવ્યું કે, સ્વાતંત્રય દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. દેશ માટે અવિરત સંઘર્ષ કરીને આપણને મહામૂલી આઝાદી આપનાર સૌ વીરોને નમન કરવાની અને પુણ્ય સ્મરણ કરવાની આ તક છે. આપણે જ્યારે જુનાગઢની ધરતી પર સ્વાતંત્રય દિનની ઉજવણી કરી રહ્યા છે ત્યારે આપણે જુનાગઢનો વિશેષ ઇતિહાસ અવશ્ય યાદ આવે. ભારત 15મી ઓગસ્ટ 1947માં આઝાદ થયુ પરંતુ જુનાગઢને તો ત્રણ મહિના પછી 9મી નવેમ્બરે આઝાદી મળી. આરઝી હકુમતના જન જુનાવળના કારણે ભારતનું અભિન્ન અંગ બન્યુ. હું આરઝી હકુમતનાં સૈનાનીઓને પણ વંદન કરું છું.

તેમણે કોરોનાકાળ અંગે જણાવ્યું કે, ગુજરાત પોતાના લક્ષ્યાંકો નક્કી કરી આગળ વધી રહ્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં ગુજરાત આગળ વધી રહ્યું છે. છેલ્લા બે વર્ષથી કોરોના સામે ગુજરાત પણ લડત ચલાવી રહ્યું છે. માસ્ક, પીપીઈ કીટ સહિતનું મેડિકલ સામગ્રીનું ઉત્પાદન કરી રહ્યું છે. કોરોનાની બીજી લહેરના અનુભવો આધારે ત્રીજી લહેરની તૈયારી કરી રહ્યા છીએ. ભગવાન કરે ને ત્રીજી લહેર ન આવે. વેક્સિનમાં 4 કરોડ ડોઝ આપી ગુજરાત દેશમાં પ્રથમ ક્રમે છે. કોરોના વોરિયર્સનું ઋણ સ્વીકારીએ છીએ. તેમજ જે કોરોના વોરિયર્સે જીવ ગુમાવ્યા છે તેમના માટે સંવેદના વ્યક્ત કરુ છું.

સીએમ રૂપાણીએ વાવાઝોડા અંગે જણાવ્યું કે, કોરોનાની ગંભીર આપદામાં કુદરતી આપદા પણ આવી ગઈ. ટાઉટે વાવાઝોડએ તારાજી સર્જી, જેની સામે આપણે એક હજાર કરોડ રૂપિયાનું પેકેજ ચૂકવ્યું છે. તૌકતે વાવાઝોડાની આફતમાં સરકાર રાતભર જાગીને લોકોને સધિયારો આપ્યો. ખેતી નુકસાન, માછીમાર નુકસાન, કેશડોલ મળીને 1 હજાર કરોડનું પેકેજ ગુજરાતને સોંપ્યું.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat