Gujarat Exclusive > દેશ-વિદેશ > Independence Day 2020 : PM મોદીએ લાલ કિલ્લા પર 7મીં વખત રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો

Independence Day 2020 : PM મોદીએ લાલ કિલ્લા પર 7મીં વખત રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો

0
239

નવી દિલ્હી: કોરોના સંકટ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે લાલ કિલ્લા પરથી પરંપરાગત રીતે 74માં સ્વતંત્રતા દિનની ઉજવણી કરશે. આ માટે વડાપ્રધાન મોદી લાલ કિલ્લા પર પહોંચી ગયા છે. અહીં તેઓ 7મી વખત રાષ્ટ્રધ્વજ ફરકાવ્યા બાદ દેશને સંબોધન કરશે.

સ્વતંત્રતા દિવસને લઈને સુરક્ષાનો ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. આ ઉપરાંત કોરોનાને લઈને પણ કેટલીક તકેદારી રાખવામાં આવી છે. વડાપ્રધાન મોદીના અહીં રાષ્ટ્રને નામ સંબોધન બાદ રાષ્ટ્રગાન થશે.

→ કોરોના સંકટ વચ્ચે મનાવાઈ રહેલા સ્વતંત્રતા પર્વને લઈને લાલ કિલ્લા પર તમામ સુરક્ષા કર્મચારીઓનું સ્ક્રીનિંગ કરવામાં આવી રહ્યું છે.

 

આ પણ વાંચો: દેશનો આ જિલ્લો 15 નહીં 18 ઓગસ્ટે મનાવે છે ‘સ્વતંત્રતા દિવસ’, જાણો શું છે કારણ

→ ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશન એરપોર્ટ સ્થિત એર ટ્રાફિક કંટ્રોલર ટાવર (ATC)ને 74માં સ્વતંત્રતા પર્વ પહેલા તિરંગા રંગમાં રંગવામાં આવ્યું છે. સમગ્ર ટાવર તિરંગા જેવી લાઈટોથી જગમગાઈ રહ્યું છે.

→ દેશભક્તિના રંગે રંગાયા રસ્તાઓ
સ્વતંત્રતા દિવસને જોતા દિલ્હી-યુપી બોર્ડર પાસે નોઈડા એન્ટ્રી ગેટને ખાસ રીતે સજાવવામાં આવ્યો છે. આ સિવાય દિલ્હી મ્યુન્સિપલ કોર્પોરેશને પણ દિલ્હીના રસ્તાઓને ખાસ પ્રકારે સજાવ્યા છે. તમામ રસ્તાઓ દેશભક્તિના રંગે રંગાયેલા જોવા મળી રહ્યાં છે.

→ મેજર શ્વેતા પાંડે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં વડાપ્રધાન મોદીની મદદ કરશે. 2233 ફીલ્ટ બૈટરી (સેરેમોનિયલ)ની તોપ ચલાવનારા બહાદૂર સૈનિકો દ્વારા 21 તોપોની સલામી સાથે તિરંગો ફરકાવવામાં આવશે. સેરેમોનિયલ બૈટરીની કમાન લેફ્ટિનેન્ટ જનરલ જિતેન્દ્ર સિંહ મેહતા અને ગન પોઝિશન ઓફિસર નાયબ સૂબેદાર (AIG) અનિલ ચંદ પાસે રહેશે.