Gujarat Exclusive > યુથ > સ્પોર્ટ્સ > IND Vs SL: ધવનની ધમાકેદાર ઈનિંગે ભારતને સાત વિકેટ અપાવી જીત

IND Vs SL: ધવનની ધમાકેદાર ઈનિંગે ભારતને સાત વિકેટ અપાવી જીત

0
44

ભારતે શ્રીલંકા પ્રવાસની શરૂઆત જીત સાથે કરી છે. શિખર ધવનના નેતૃત્વવાળી ટીમ ઈન્ડિયાએ શ્રીલંકાને વનડે સિરીઝની પ્રથમ મેચમાં 7 વિકેટથી માત આપી દીધી છે. કોલંબોમાં રમાયેલી આ મેચમાં શ્રીલંકાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો. ચમિકા કરૂણારત્નેના અણનમ 43 અને કેપ્ટન દાસુન શનાકાના 39 રનોની મદદથી તેને 50 ઓવરમાં 9 વિકેટના નુકશાન પર 262 રન બનાવ્યા. ભારતે 263 રનના ટાર્ગેટને 36.3 ઓવરમાં ત્રણ વિકેટ ગુમાવીને મેળવી લીધો હતો.

શિખર ધવને અણનમ 86 રનોની કેપ્ટન ઈનિંગ રમીને ટીમ ઈન્ડિયાને જીત અપાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. આ જીત સાથે જ ભારતે ત્રણ મેચોની સિરીઝમાં 1-0ની લીડ બનાવી લીધી છે.

ભારત તરફથી ઈશાન કિશને 59 અને પૃથ્વી શોએ 43 રન બનાવ્યા હતા. જ્યારે મનીષ પાંડે 26 રનની ઈનિંગ રમીને આઉટ થઈ ગયો હતો. સૂર્યકુમાર યાદવ 31 રન બનાવીને અણનમ રહ્યો હતો.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat