Gujarat Exclusive > યુથ > સ્પોર્ટ્સ > IND vs NZ: કેન વિલિયમસન નહી રમે ટી-20 શ્રેણી, જાણો કોણ હશે કેપ્ટન

IND vs NZ: કેન વિલિયમસન નહી રમે ટી-20 શ્રેણી, જાણો કોણ હશે કેપ્ટન

0
56

જયપુર: ICC ટી-20 વર્લ્ડકપ 2021ની ફાઇનલ રમ્યા બાદ ન્યૂઝીલેન્ડ ક્રિકેટ ટીમ ભારત પ્રવાસે પહોચી ગઇ છે. ન્યૂઝીલેન્ડના કેપ્ટન કેન વિલિયમસન ત્રણ મેચની ટી-20 ઇન્ટરનેશનલ સિરીઝ નહી રમે અને તે આ પ્રવાસ પર રમાનારી બે મેચની ટેસ્ટ સિરીઝ પર ફોકસ કરશે. ન્યૂઝીલેન્ડ ક્રિકેટે તેની પૃષ્ટી કરી છે. કેન વિલિયમસનની ગેર હાજરીમાં ટી-20 ટીમની કમાન સીનિયર ફાસ્ટ બોલર ટીમ સાઉથીને સોપવામાં આવી છે. ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે 17 નવેમ્બરથી ત્રણ મેચની ટી-20 સિરીઝ રમાવાની છે, જ્યારે 25 નવેમ્બરથી 2 મેચની ટેસ્ટ સિરીઝ રમાશે.

જયપુરમાં ન્યૂઝીલેન્ડ ટેસ્ટ સ્પેશ્યાલિસ્ટ ગ્રુપ પહેલા જ પહોચી ચુક્યુ છે અને વિલિયમસન પણ તેનો ભાગ હશે. એવામાં ટીમ સાઉથી ટીમની કમાન સંભાળશે. કાઇલ જેમીસન, ડેરેલ મિચેલ, ગ્લેન ફિલિપ અને મિશેલ સેન્ટનર ટી-20 અને ટેસ્ટ બન્ને સિરીઝમાં રમતા જોવા મળશે.

ભારત પ્રવાસ માટે ન્યૂઝીલેન્ડની ટી-20 ટીમ

ટૉન એસ્લે, ટ્રેન્ટ બોલ્ટ, માર્ક ચૈપમેન, લૉકી ફર્ગુસન, માર્ટિન ગુપ્ટિલ, કાઇલ જેમીસન, એડમ મિલ્ને, ડેરેલ મિચેલ, જિમી નીશમ, ગ્લેન ફિલિપ્સ, મિચેલ સેન્ટનર, ટિમ સેફર્ટ, ઇશ સોઢી, ટીમ સાઉથી

ભારત પ્રવાસ માટે ન્યૂઝીલેન્ડની ટેસ્ટ ટીમ

કેન વિલિયમસન (કેપ્ટન), ટૉમ બ્લંડેલ, કાઇલ જેમીસન, ટૉમ લાથમ, ડેરેલ મિચેલ, હેનરી નિકોલસ, એજાજ પટેલ, ગ્લેન ફિલિપ્સ, રચિન રવિંદ્ર, મિચેલ સેન્ટનર, વિલ સમરવિલ, ટીમ સાઉથી, રોસ ટેલર, નીલ વેગનર, વિલ યંગ

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat