Gujarat Exclusive > યુથ > સ્પોર્ટ્સ > શુક્રવારથી ચેન્નાઇમાં ઇંગ્લેન્ડ સામે પ્રથમ ટેસ્ટનો પ્રારંભ, બુમરાહ પહેલી વખતે દેશમાં ટેસ્ટ રમશે, રોહિત માટે પ્રશ્નાર્થ

શુક્રવારથી ચેન્નાઇમાં ઇંગ્લેન્ડ સામે પ્રથમ ટેસ્ટનો પ્રારંભ, બુમરાહ પહેલી વખતે દેશમાં ટેસ્ટ રમશે, રોહિત માટે પ્રશ્નાર્થ

0
207
  • ટીમ મેનેજમેન્ટ માટે પ્લેઇંગ ઇલેવન પસંદ કરવા મુંઝવતો પ્રશ્ન,
  • જુના જોગી કે નવા જાંબાજ કોને સમાવવા?

ચેન્નાઇઃ ભારત અને પ્રવાસી ઇંગ્લેન્ડ વચ્ચે આવતીકાલે શુક્રવારથી શ્રેણીની પ્રથમ ટેસ્ટ (IND vs ENG Test) મેચનો પ્રારંભ થશે. ભારત અને ઇંગ્લેન્ડ બંને માટે આ શ્રેણી ICC ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં સ્થાન મેળવવા માટે બહુ જ મહત્વની છે. કારણ કે ન્યૂઝીલેન્ડે ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. હવે ભારત, ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયામાંથી કોઇ એક ટીમ તેની સામે રમશે.

ભારતે ઓસ્ટ્રેલિયાને તેની ધરતી પર 2-1થી ટેસ્ટ શ્રેણઈ હરાવી. તો બીજી બાજુ ઇંગ્લેન્ડ પણ શ્રીલંકાને તેના ઘરઆંગણે 2-0થી ટેસ્ટમાં મ્હાત આપી. આમ બંને ટીમોનો જુસ્સો બુલંદ છે.

આ પણ વાંચોઃ યુનિવર્સ બોસની વિસ્ફોટક બેટિંગથી યુવરાજનો 14 વર્ષ જૂનો રેકોર્ડ તૂટતા-તૂટતા રહી ગયો

ઓસ્ટ્રેલિયામાં દમ દેખાડનારા ખેલાડી દાવેદાર

જો કે અત્યારે તો ટીમ મેનેજમેન્ટ માટે મેચ (IND vs ENG Test)માટે પ્લેઇંગ ઇલેવનની પસંદગી મુંઝવતો પ્રશ્ન બન્યો છે. કારણ કે ઓસ્ટ્રેલિયામાં રેગ્યુલર ખેલાડીઓની ગેરહાજરીમાં જોરદાર લડત આપી ટીમ ઇન્ડિયાને ઐતિહાસિક વિજય અપાવનારા નવોદિતો પણ દાવેદાર છે. જ્યારે ઇશાંત અને બુમરાહ સહિતના રેગ્યુલ ખેલાડી ફિટ થઇ પાછા આવી ગયા છે.

ઓપનિંગ બેટ્સમેનની સમસ્યા નહીં

મેચ (IND vs ENG Test)માં ઓપનિંગ જોડી માટે કોઇ સમસ્યા લગભગ નથી. એક વખત ફરી રોહિત શર્મા અને શુભમન ગિલ ઓપનિંગ કરી શકે છે. પરંતુ રોહિત શર્માની ખેડૂત સમર્થનમાં ટ્વીટ બાદ કંઇ પણ થઇ શકે છે. ક્રિકેટ રસિકોમાં ચર્ચા થઇ રહી છે કે રોહિતને કદાચ આ મેચમાં આરામ આપી દેવાશે.

બીજી શક્યતા વિરાટ કોહલીની ટ્વીટને કારણે પણ સર્જાઇ છે. જેમાં તેણે જણાવ્યું છે કે ઋષભ પંત આવતીકાલે ઓપનિંગ કરશે. તેણે ઓસ્ટ્રેલિયામાં અસરકારક દેખાવ કર્યો. અમે તેને ચાલુ રાખીશું. ત્યાર બાદ રોહિત શર્મા કે ગિલ બેમાંથી કોણ તેને સાથ આપશે. તે જોવાનું રહેશે.

મધ્યક્રમમાં પણ આ ખેલાડી પાક્કા

મધ્યક્રમની વાત કરીએ તો કેપ્ટન વિરાટ કોહલી, વાઇસ કેપ્ટન અજિંકય રહાણે, ચેચેશ્વર પુજારાનું રમવાનું નકકી છે. પરંતુ ઋષભ પંત પણ દાવેદાર છે. તેની વિકેટ કિપિંગ અંગ સવાલ ઊભા થયા હતા.પરંતુ બેટિંગ દ્વાર તેણે ટીકાકારોના મોં બંધ કરી દીધા. હવે જો તેને સમાવેશ કરાય તો રિદ્ધિમાન સાહાને બેસાડવો પડે. ઉપરાંત ઓલરાઉન્ડર તરીકે વોશિંગ્ટન સુંદરે પણ દાવેદારી કરી દીધી છે.

ચેન્નાઇની પીચ સ્પીનરોને યારી આપતી હોવાથી વિકેટ બહુ ટર્ન લે છે. તેથી વિકેટ કીપર તરીકે સાહાની પસંદગી થઇ શકે. આવી સ્થિતમાં પંતને પેવેલિયનમાં બેસવું પડે. કારણ કે પંતની બેટિંગ ભલે દમદાર હોય પણ કિપિંગમાં સાહા બાજી મારી જાય છે.

આ પણ વાંચોઃ ‘વિરાટ સેના’એ ખેડૂત આંદોલન પર કર્યા ટ્વીટ, તો કોંગ્રેસ સાંસદ કાર્તિએ BCCIને પ્રોપગેન્ડા રોકવાની કરી માંગ

પિચ જોતા ત્રણ સ્પિનરોની પસંદગી થઇ શકે

સ્પિનરોની વાત કરીએ તો અનુભવી સ્પિનર આર અશ્વિનનું સ્થાન નક્કી છે. જો તે ફિટ હશે તો તેનું રમવું પાકુ છે. ઉપરાંત ચાઇના મેન કુલદીપ યાદવ અને વોશિંગ્ટન સુંદરને ટીમમાં જગ્યા મળી શકે. પરંતુ ગુજરાતી ઓલરાઉન્ડર અક્ષર પટેલ પણ દાવેદાર હોવાથી જોવાનું રહે કે કોની પસંદગી થાય છે.

આવી સ્થિતિમાં મેનેજમેન્ટ કદાચ બે ફાસ્ટર અને ત્રણ સ્પિનર મેદાનમાં ઉતારી શકે છે. જો આવું હશે તો ઓસ્ટ્રેલિયામાં બોલિંગનું સફળ નેતૃત્વ કરનારા મુહમ્મદ સિરાજને ટીમમાં જગ્યા નહીં મળે. કારણ કે ફિટ થઇ ગયેલા અનુભવી ફાસ્ટરો ઇશાંત શર્મા અને જસપ્રીતબુમરાહને પહેલા સ્થાન મળી શકે.

બુમરાહને પ્લેઇંગ ઇલેવન (IND vs ENG Test)માં સ્થાન મળે તો તે ભારતમાં પહેલી વખત ટેસ્ટ મેચમાં ભાગ લેશે. અત્યાર સુધી તેણ વન ડે અને ટી-20માં સારો દેખાવ કર્યો છે. પરંતુ છેલ્લા 10 મહિનાથી કોરોનાને કારણે દેશમાં ક્રિકેટ મેચ રમી શકાઇ નથી.

સંભવિત ખેલાડીઓ IND vs ENG Test

બેટ્સમેનઃ રોહિત શર્મા, શુભમન ગિલ, વિરાટ કોહલી, અજિંક્ય રહાણે, ચેતેશ્વર પુજારા

ઓલરાઉન્ડરઃ વોશિંગ્ટન સુંદર/અક્ષર પટેલ

વિકેટકિપરઃ રિદ્ધિમાન સાહા/ ઋષભ પંત

બોલરઃ જસપ્રીત બુમરાહ, ઇશાંત શર્મા, આર, અશ્વિન, કુલદિપ યાદવ, મોહમ્મદ સિરાજ

આ પણ વાંચોઃ કંગના નાગણ જેમ ફરી વિફરીઃ હવે ટીમ ઇન્ડિયાના ‘હિટમેન’ને ધોબીનો કૂતરો કહી દીધો

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat