Gujarat Exclusive > દેશ-વિદેશ > IND vs ENG: એક વર્ષ પછી ભારતમાં આંતરાષ્ટ્રીય ક્રિકેટની વાપસી, આજથી પ્રથમ ટેસ્ટ

IND vs ENG: એક વર્ષ પછી ભારતમાં આંતરાષ્ટ્રીય ક્રિકેટની વાપસી, આજથી પ્રથમ ટેસ્ટ

0
138

એક વર્ષથી વધુ રાહ જોયા બાદ શુક્રવારથી દેશમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચ શરૂ થવા જઈ રહી છે. કોરોના સંકટના કારણે પાછલા એક વર્ષથી દેશમાં કોઈ આંતરાષ્ટ્રીય ક્રિકેટ મેચ રમાઇ નથી. હવે ઈંગ્લેન્ડ વિરૂદ્ધ ટેસ્ટ સિરીઝની બધા આતુરતાથી રાહ જોઈ રહ્યાં છે. ભારતમાં અંતિમ ટેસ્ટ નવેમ્બર 2019માં બાંગ્લાદેશ વિરૂદ્ધ કોલકત્તામાં રમાઈ હતી. ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 4 મેચોની ટેસ્ટ સિરીઝની પ્રથમ મેચ આજે ચેન્નાઈમાં રમાશે. મેચ સવારે 9.30 વાગે શરૂ થશે.

જોકે, કોરોનાના કારણે ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં શરૂ થવા જઈ રહેલી ટેસ્ટ મેચમાં દર્શકો હશે નહીં. મહામારીના કારણે પ્રથમ ટેસ્ટ ખાલી સ્ટેડિયમમાં દર્શકોની ગેરહાજરીમાં થશે, પરંતુ સરકારની નવી દિશા-નિર્દેશ પછી ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) અને તમિલનાડૂ ક્રિકેટ સંઘ (TNCA)એ બીજી ટેસ્ટમાં સ્ટેડિયમની ક્ષમતાના 50 ટકા દર્શકોને પ્રવેશની સ્વીકૃતિ આપી છે. બીજી મેચ પણ અહીં જ રમાશે.

પાછલા મહિને ઓસ્ટ્રેલિયાની ધરતી પર શરૂઆતની મેચમાં હાર મર્યા પછી જોરદાર વાપસી કરતા 2-1થી 4 મેચોની ટેસ્ટ સિરીઝ પર કબ્જો કરનારી ટીમ ઈન્ડિયા ઉત્સાહથી ભરપૂર છે. નિયમિત કેપ્ટન વિરાટ કોહલી ફરીથી ટીમની કમાન સંભાળી લીધી છે. ભારતીય ટીમને જો રૂટની કેપ્ટનસી હેઠળ આવેલી ઈંગ્લેન્ડની ટીમે કાંટાની ટક્કર આપી શકે છે.

ભારતીય ટીમ માટે સારા સમાચાર તે છે કે, તેજ બોલર જસપ્રીત બૂમરાહ અને ઈશાંત શર્મા ફિટ થઈ ગયા છે અને તેમની રમવાની સંભાવના છે. આર. અશ્વિન પણ ફિટ થઈને ટીમમાં વાપસી કરી રહ્યાં છે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat