Gujarat Exclusive > યુથ > સ્પોર્ટ્સ > IND vs ENG First Day: અક્ષર-રોહિતના દમ પર ભારતે ઇંગ્લેન્ડ પર સકંજો કસ્યો

IND vs ENG First Day: અક્ષર-રોહિતના દમ પર ભારતે ઇંગ્લેન્ડ પર સકંજો કસ્યો

0
48

સ્ટમ્પ સુધી ભારતીય ટીમે 3 વિકેટના નુકશાને 99 રન કર્યા IND vs ENG First Day

અમદાવાદ: નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ડે-નાઇટ ટેસ્ટ મેચ મરાઇ રહી છે. પ્રથમ દિવસની રમત પૂરી થઇ ગઇ છે. સ્ટમ્પ સુધી ભારતીય ટીમે 3 વિકેટના નુકશાને 99 રન બનાવ્યા છે. રોહિત શર્મા 57 અને રહાણે 1 રન બનાવી અણનમ પરત ફર્યા. પહેલા દિવસે કુલ પડ્યા. IND vs ENG First Day

ઇંગ્લેન્ડની ટીમે ટોસ જીતીને બેટિંગ લીધી હતી. આખી ટીમ 112 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. સ્ટમ્પ સુધી ભારતીય ટીમે 3 વિકેટના નુકશાને 99 રન કર્યા છે. રોહિત શર્મા (57) અને રહાણે (1) અણનમ પરત ફર્યા છે. ભારતની પ્રથમ વિકેટ 33 રન પર પડી હતી. શુભમન ગિલ 11 રન બનાવી જોફ્રા આર્ચરનો શિકાર બન્યો હતો.15મી ઓવરમાં ગિલ આઉટ થયો હતો અને 16મી ઓવરમાં પુજારા શૂન્ય રને આઉટ થયો છે. જ્યારે ત્રીજી વિકેટ વિરાટ કોહલીની પડી હતી. તેણે 27 રન કર્યા હતા.

ભારતીય સ્પીનરોએ 9 વિકેટ ઝડપી

ભારતીય સ્પિનર્સે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં શાનદાર દેખાવ કર્યો હતો. અક્ષર પટેલે 6 વિકેટ જ્યારે ઓફ સ્પિનર અશ્વિને 3 વિકેટ ઝડપી હતી. 100મી ટેસ્ટ રમી રહેલા ઇશાંત શર્માને પણ એક સફળતા મળી હતી. IND vs ENG First Day

ઇંગ્લેન્ડની કોઇ મોટી ભાગીદારી ના થઇ

ઇંગ્લેન્ડ તરફથી ઓપનિંગ કરવા આવેલા જેક કાર્લે અને સિંબલે જલ્દી આઉટ થઇ ગયા હતા. સિંબલેને ઇશાંત શર્માએ શરૂઆતમાં જ આઉટ કરી પેવેલિયન મોકલી દીધો હતો. તે બાદ બેરિસ્ટો પણ અક્ષર પટેલની ઓવરમાં બોલ્ડ થયો હતો. તે બાદ ઇંગ્લેન્ડનો કોઇ પણ બેટ્સમેન ચાલી શક્યો નહતો. જોકે, એક છેડે કાર્લે થોડી વાર સુધી ઉભો રહ્યો હતો અને પોતાની ટીમ માટે 53 રન બનાવ્યા હતા.

આ પણ વાંચો: મોટેરા સ્ટેડિયમ પર ગુજરાતના પનોતા પુત્ર લોહપુરુષ સરદાર પટેલનું નામ ભૂંસાયું

અક્ષર પટેલનો તરખાટ

ભારત તરફથી અક્ષર પટેલે તરખાટ મચાવતા 38 રન આપીને છ વિકેટ ઝડપી હતી. અશ્વિને 26 રન આપીને 3 વિકેટ ઝડપી અને પોતાની 100મી ટેસ્ટ મેચ રમી રહેલા ઇશાંત શર્માએ 26 રન આપીને એક વિકેટ ઝડપી હતી. IND vs ENG First Day

ભારત ત્રણ સ્પિનર સાથે મેદાનમાં ઉતર્યુ

ભારતીય ક્રિકેટ ટીમ પિંક બોલ ટેસ્ટમાં ત્રણ સ્પિનર સાથે મેદાનમાં ઉતરી હતી. વિરાટ કોહલીએ આર.અશ્વિન, અક્ષર પટેલ અને વોશિંગ્ટન સુંદરને મેદાનમાં ઉતાર્યા હતા જ્યારે ઇંગ્લેન્ડ એક સ્પિનર અને ત્રણ સિમર્સ સાથે મેદાનમાં ઉતર્યુ છે. IND vs ENG First Day

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat