Gujarat Exclusive > યુથ > સ્પોર્ટ્સ > IND Vs ENG 2ns Test: 100 રનની અંદર ભારતની અડધી ટીમ તંબુ ભેગી

IND Vs ENG 2ns Test: 100 રનની અંદર ભારતની અડધી ટીમ તંબુ ભેગી

0
120

ચેન્નાઈમાં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી સિરીઝની બીજી ટેસ્ટ મેચનો આજે ત્રીજો દિવસ છે. ભારતે પ્રથમ ઈનિંગમાં 329 રન બનાવ્યા હતા. જવાબમાં ઈંગ્લેન્ડની આખી ટીમ 134 રનો પર સમેટાઈ ગઈ હતી. ભારતને 195 રનની લીડ મળી. ભારત તરફથી સૌથી સફળ બોલર આર અશ્વિન રહ્યાં. તેમને 5 વિકેટ ચટકાવી. બીજી ઈનિંગમાં ભારતે 5 વિકેટ ગુમાવીને 97 રન બનાવી લીધા છે. ઈંગ્લેન્ડ પર ભારતની લીડ 292 રનોની થઈ ગઈ છે.

ઈંગ્લેન્ડે ભારત પર પ્રેશર બનાવ્યું છે. ત્રીજા દિવસના પહેલા સેશનમાં ઈંગ્લેન્ડે ભારતના ચાર ખેલાડીઓને તંબુ ભેગા કરી દીધા. વાઈસ કેપ્ટન રહાણે પણ આઉટ થઈ ગયો છે. તે મોઈન અલીના બોલ પર શોર્ટ લેગ પર પોપના હાથે આઉટ થયો. રહાણે 10 રન બનાવીને આઉટ થયો. 86 રને ભારતે પાંચ વિકેટ ગુમાવી દીધી હતી. આ પહેલા રોહિત શર્મા (26 રન) અને રૂષભ પંત (8 રન) લિંચના બોલ પર સ્ટમ્પ આઉટ થયા હતા.

આ સમાચાર લખાઇ રહ્યાં છે, તે દરમિયાન વિરાટ કોહલી 18 રન અને અક્ષર પટેલ સાત રન બનાવીને ક્રિઝ ઉપર રમી રહ્યાં છે. આ દરમિયાન ભારતનો સ્કોર પાંચ વિકેટે 106 રન બની ગયો છે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat