Gujarat Exclusive > યુથ > સ્પોર્ટ્સ > IND vs AUS: મોહમ્મદ સિરાજને વિરાટ કોહલીએ આપી ખાસ સલાહ

IND vs AUS: મોહમ્મદ સિરાજને વિરાટ કોહલીએ આપી ખાસ સલાહ

0
94

મોહમ્મદ સિરાજના પિતાનું તાજેતરમાં જ નિધન થયું છે IND vs AUS

નવી દિલ્હી: તાજેતરમાં જ ભારતીય ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજ (Mohammed Siraj)ના પિતાનું નિધન થયું છે. આ મુશ્કેલભર્યા સમયમાં ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli)એ તેમને મજબૂત બનવાની સલાહ આપી છે. આ વાત તેમણે એક ઇન્ટરવ્યૂમાં જણાવી. IND vs AUS

કોહલી (Virat Kohli)ને પણ આ જ પ્રકારની વ્યક્તિગત ખોટનો સામનો કરવો પડ્યો છે. કોહલી (Virat Kohli) 2007માં જ્યારે કિશોર વયે હતો ત્યારે રણજી ટ્રોફી મેચ દરમિયાન તેના પિતાનું નિધન થયું હતું, પરંતુ તેણે બીજા જ દિવસે મેદાન પર પરત ફરતા દિલ્હી માટે 97 રનની શાનદાર ઇનિંગ્સ રમી હતી. IND vs AUS

સિરાજ (Mohammed Siraj)ના પિતા મોહમ્મદ ગૌસનું ગયા અઠવાડિયે હૈદરાબાદમાં ફેફસાના રોગના કારણે નિધન થયું હતું. તેઓ 53 વર્ષના હતા. ભારતીય ક્રિકેટ બોર્ડ (બીસીસીઆઈ)એ સિરાજને ઘરે પાછા ફરવાનો વિકલ્પ આપ્યો હતો, પરંતુ આ ફાસ્ટ બોલરે નેશનલ ટીમ તરફથી રમવાનું નક્કી કર્યું.

26 વર્ષીય સિરાજે (Mohammed Siraj) ભારતીય ટીમના ટ્રેનિંગ સેશન બાદ જણાવ્યું હતું કે વિરાટ ભાઈએ કહ્યું હતું કે મિયાં તણાવ ના લો અને મજબૂત બનો. તમારા પિતા ઇચ્છતા હતા કે તમે ભારત તરફથી રમો. તો તે કર અને તણાવમાં ના આવો. IND vs AUS

તેણે જણાવ્યું કે કેપ્ટને મને કહ્યું હતું કે જો તમે આ સ્થિતિમાં મજબૂત બની શકો છો તો તેનાથી તમને મદદ મળશે. આ ભારતીય કેપ્ટનના સકારાત્મક શબ્દો હતા અને તેમને સાંભળીને આનંદ થયો.

આ પણ વાંચો: ભારતીય ફાસ્ટ બોલર મોહમ્દ સિરાજના પિતાનું નિધન, અંતિમક્રિયામાં નહીં જઇ શકે

ક્રિકેટર તરીકે સિરાજ (Mohammed Siraj)ની શરૂઆતની કારકિર્દીના વર્ષોમાં તેના પિતા ઓટો રિક્ષા ચલાવતા હતા અને તેમનો સિરાજ પર ઘણો પ્રભાવ છે. તેણે જણાવ્યું કે આ મારા માટે ખૂબ મોટું નુકસાન છે કારણ કે તેઓ મારા સૌથી મોટા સમર્થક હતા. તેઓ ઈચ્છતા હતા કે હું આપણા દેશ માટે સ્ટાર બનું અને હવે હું તેમના સપનાને સાકાર કરવા માંગું છું. IND vs AUS

સિરાજે (Mohammed Siraj) તેના સાથી ખેલાડીઓનો સાથ આપવા બદલ તેમનો આભાર પણ માન્યો. તેણે જણાવ્યું કે હું મારા સાથી ખેલાડીઓનો આભારી છું કે તેઓએ આ મુશ્કેલ સમયમાં મારો સાથ આપ્યો અને દરેક વસ્તુનું ધ્યાન રાખ્યું.

સિરાજે જણાવ્યું કે તેની માતાએ પ્રવાસમાંથી પાછા પરત ના ફરવાની સલાહ આપી છે, જેની શરૂઆત 27 નવેમ્બરથી મર્યાદિત ઓવરની મેચ સાથે થશે. IND vs AUS

તેણે કહ્યું અમ્મીએ કહ્યું કે એક દિવસ બધાએ જવું પડશે. આજે તારા પિતા ગયા, કાલે હું જઇ શકું. એ જ કર જે તારા પિતા ઇચ્છતા હતા. ભારત માટે રમો. કદાચ તેઓ શારીરિક રૂપે હાજર ના હોય, પરંતુ મને લાગે છે કે તેઓ હંમેશાં મારી સાથે છે.

https://chat.whatsapp.com/ELSNNKbgp0tBaAC4irblG9