Gujarat Exclusive > યુથ > સ્પોર્ટ્સ > ચેન્નાઇ 2જી ટેસ્ટઃ રોહિત શર્મા ખિલ્યો, ગિલ-કોહલીએ ખાતુ પણ ન ખોલ્યું

ચેન્નાઇ 2જી ટેસ્ટઃ રોહિત શર્મા ખિલ્યો, ગિલ-કોહલીએ ખાતુ પણ ન ખોલ્યું

0
82
  • ઇંગ્લેન્ડ સામે બીજી ટેસ્ટમાં ભારતના 6 વિકેટે 300 રન, પંત (33), અક્ષર (5) રમતમાં
  • ટીમ ઇન્ડિયા ટોસ જીતવાનો લાભ ન લઇ શકી, રવિવારે પંત અને અક્ષર પર નજર

ચેન્નાઇઃ ઇંગ્લેન્ડ સામે અત્રે ચેપોક સ્ટેડિયમમાં રમાઇ રહેલી બીજી ટેસ્ટ (IND ENG 2nd Test)માં ટીમ ઇન્ડિયાએ 6 વિકેટના ભોગે 300 રન કરી લીધા. રોહિત શર્માએ 15 મહિના બાદ તાબડતોડ સદી ફટકારી. અજિંકય રહાણે પણ ફોર્મમાં આવી ગયો. તેણે અર્ધસદી કરી. પરંતુ શુભમન ગિલ અને કેપ્ટન કોહલી ખાતુ ખોલ્યા વિના પેવેલિયન ભેગા થઇ જતા ટીમ ઇન્ડિયા ટોસ જીતવાનો લાભ ઊઠાવી શકી નહીં.

આજે પ્રથમ દિવસની રમત બંધ કહી ત્યારે ટીમ ઇન્ડિયાએ 88 એવરમાં 6 વિકેટના ભોગે 300 રન કરી લીધા. વિકેટ કીપર બેટ્સમેન ઋષભ પંત 33 અને ડેબ્યુ ટેસ્ટ રમી રહેલો અક્ષર પટેલ 5 રને રમતમાં છે.

આ પણ વાંચોઃ વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમમાં મેચ જોવા માટે થઈ જાવ તૈયાર, આવતીકાલથી મળશે ટિકિટ

રોહિતની 134 બોલમાં તાબડતોડ સદી

અગાઉ (IND ENG 2nd Test) રોહિત શર્મા આજે આક્રમક મૂડમાં હતો. તેણે 7 સદી માત્ર 134 બોલમાં જ કરી લીધી હતી. પરંતુ પાછળથી ધીમો પડી જતાં 231 બોલમાં 161 નોંધાવી તે આઉટ થયો હતો. તેણે 18 ચાગ્ગા અને અને બે છગ્ગા ફટકાર્યા. તે પહેલાં ભારતની શરૂઆત બહુ ખરાબ થઇ હતી. બે ઓવરમાં એક પણ રન નોંધાયા વિના એક વિકેટ પડી ગઇ હતી. શુભમન ગિલ ઓલીના બોલે શૂન્ય રને આઉટ થયો હતો.

જો કે ત્યાર બાદ રોહિત શર્મા અને પુજારાએ બાજી સંભાળી હતી. પણ તેઓ ટીમને મજબૂત કરે તે પહેલાં પુજારા લીચની બોલિંગમાં 21 રને આઉટ થઇ ગયો. જો કે રોહિતની વિસ્ફોટક બેટિંગને લીધે બંને વચ્ચે ત્રીજી વિકેટની 85 રનની ભાગીદારી નોંધાઇ હતી.

રહાણે સાથે ચોથી વિકેટમાં 162 રનની પાર્ટનરશિપ

પુજારા આઉટ થતાં કોહલી આવતા વેંત જ આઉટ થઇ ગયો. પણ પછી રહાણે અને રોહિતે શાનદાર બેટિંગ કરતા 4થી વિકેટમાં 162 રનની ભાગીદારી કરી હતી. રહાણે અર્ધસદી કરી 67 રને મોઇન અલીનો શિકાર થયો હતો. પછી અશ્વિન પણ 13 રને ઇંગ્લિશ કપ્તાન જો રૂટની બોલિંગમાં ઓલી પૉપ દ્વારા કેચ આઉટ થતા ભારતની 6ઠ્ઠી વિકેટ 284 રને પડી ગઇ હતી. એક તબક્કે ટીમ ઇન્ડિયાના 4 વિકેટ 248 રન હતા. ​​​​​​​

આ પણ વાંચોઃ ચેન્નાઇ 2જી ટેસ્ટઃ કોહલીને નસીબે યારી આપી,ટીમને નહી, પ્રથમ વિકેટ શૂન્યમાં પડી

રોહિતની 7મી સદી, ચોથી વખત 150+ રન

રોહિત શર્માએ પોતાના ટેસ્ટ કરિયરની 7મી સદી ફટકારી. આ તેની 15 મહિના પછીની સદી છે. અગાઉ ઓક્ટોબર 2019માં સાઉથ આફ્રિકા સામે રાંચીમાં મારી હતી. રોહિતની સદીની ખાસ એ છે કે આ તમામ સદી તેણે ઘરઆંગણે એટલે ભારતમાં જ કરી છે. તેણે કરિયરમાં ચોથીવાર 150+ રન કર્યા.

રહાણેની ટેસ્ટમાં 23મી ફિફટી

અજિંક્ય રહાણેએ ટેસ્ટ કરિયરની 23મી ફિફટી ફટકારતાં 149 બોલમાં 9 ફોરની મદદથી 67 રન કર્યા હતા. તે મોઇન અલીની બોલિંગમાં બોલ્ડ થયો હતો. ​​​​​

રોહિતની તમામ 7 સદી ભારતમાં

રોહિત શર્માએ અત્યાર સુધી એક સદી વિદેશમાં નોંધાઇ નથી. તેણે તમામ 7 સેન્ચુરી ઘરઆંગણે કરી. દેશમાં કરિયરના શરુઆતમાં સૌથી વધુ ઘર આંગણે સદી કરવાનો અઝહરુદ્દીનનો રેકોર્ડ બ્રેક કર્યો અઝહરે પ્રારંભે 6 સદી દેશમાં ફટકારી હતી. તે પહેલાં આ રેકોર્ડ ચંદુ બોર્ડે (5)ના નામે હતો. ઘરઆંગણે ટેસ્ટની ટેસ્ટ પ્રારંભ બાદ સૌથી વધુ ટેસ્ટ સદી કરવો વિક્રમ બાંગ્લાદેશના મોઇનુલ હકના નામે છે. તેણે 10 સદી કરી છે.

રોહિતે પ્રથમ અને બીજી ટેસ્ટ સદી (177) અને (111*) વેસ્ટ ઇન્ડીઝ સામે 2013માં કરી હતી. ત્યાર બાદ તેણે ત્રીજી સદી માટે 4 વર્ષ રાહ જોવી પડી હતી. અંતે 2017માં શ્રીલંકા સામે (102*) રન કર્યા. તેના માટે 2019નો વર્ષ સુકનિયાળ હતો. જેમાં તેણે દક્ષિણ આફ્રિકા સામે એક બેવડી સદી (212) સાથે ત્રણ સદી નોંધાવી હતી. જેમાં 176 અને 127 રનનો સમાવેશ થાય છે.

ઉપરાંત રોહિત શર્મા શ્રીલંકા, વેસ્ટ ઇન્ડિઝ, સાઉથ આફ્રિકા અને ઇંગ્લેન્ડ સામે ત્રણેય ફોર્મેટમાં સદી મારનાર પ્રથમ બેટ્સમેન છે.

આ પણ વાંચોઃ ટીમ ઇન્ડિયાએ પ્રથમ ટેસ્ટ ભલે ગુમાવી, પણ બુમરાહે કર્યો આ મોટો રેકોર્ડ

વિરાટ કોહલી 10મી વાર શૂન્ય રને આઉટ

વિરાટ કોહલી 89મી ટેસ્ટના 150મા દાવમાં 10મી વખત શૂન્ય રને આઉટ થયો. આજે તે ઝીરોમાં મોઇન અલીની બોલિંગમાં બોલ્ડ થયો હતો. ઓફ-સ્ટમ્પની બહાર પિચ થયેલા બોલને ડ્રાઈવ કરવા જતાં બોલ બેટ અને પેડ વચ્ચેથી જતો રહ્યો. તે ઓવર ઓલ 10મી વાર પરંતુ પહેલીવાર સ્પિનરની બોલિંગમાં શૂન્ય રને આઉટ થયો.  તે રવિ રામપોલ  (વેસ્ટ ઇન્ડીઝ), બેન હિલફેનહાઉસ (ઓસ્ટ્રેલિયા), લિયમ પ્લન્કેટ (ઇંગ્લેન્ડ),જેમ્સ એન્ડરસન (ઇંગ્લેન્ડ), મિચેલ સ્ટાર્ક (ઓસ્ટ્રેલિયા), સુરંગા લકમલ (શ્રીલંકા), સ્ટુઅર્ટ બ્રોડ (ઇંગ્લેન્ડ),પેટ કમિન્સ (ઓસ્ટ્રેલિયા), કેમર રોચ (વેસ્ટ ઇન્ડીઝ), અબુ જાયેદ (બાંગ્લાદેશ) અને મોઇન અલી (ઇંગ્લેન્ડ) સામે શૂન્ય રને આઉટ થયો

ભારતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ લીધી

ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ ઇંગ્લેન્ડ (IND ENG 2nd Test) સામે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. ભારતીય ટીમમાં ત્રણ ફેરફાર કરાયા છે. શાહબાઝ નદીમ અને વોશિંગ્ટન સુંદરને ટીમની બહાર કરાયા છે, જ્યારે જસપ્રીત બુમરાહને આરામ આપવામાં આવ્યો છે. અક્ષર પટેલ ટેસ્ટ ક્રિકેટમાં ડેબ્યુ કરી રહ્યો છે. અક્ષર ભારત વતી ટેસ્ટ રમનાર 302મો ખેલાડી છે. જ્યારે બુમરાહની જગ્યાએ મોહમ્મદ સિરાજ અને નદીમની જગ્યાએ કુલદીપ યાદવ રમી રહ્યો છે.

બુમરાહને આરામ આપાતા ગાવસ્કર નારાજ

બુમરાહને આરામ આપવાના નિર્ણયથી પૂર્વ ક્રિકેટર સુનિલ ગાવસ્કર ખુશ નથી. તેમણે કહ્યું કે, “બુમરાહ અત્યારે ભારતનો નંબર-1 ફાસ્ટ બોલર છે, જ્યારે અશ્વિન નંબર-1 સ્પિનર છે . આ શ્રેણીની મહત્ત્વપૂર્ણ ટેસ્ટ છે. તમારે જીતવાનું છે. તેવામાં બુમરાહને ન રમાડવાનો નિર્ણય સમજાતો નથી. જો વર્કલોડની વાત છે તો આ ટેસ્ટ પછી 7 દિવસનો બ્રેક છે અને તે ફિટ છે. તેવામાં તેણે આ ટેસ્ટ રમવાની જરૂર હતી.”

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat