ભારતે ઓસ્ટ્રેલિયામાં સૌથી મોટો ટારગેટ ચેઝ કર્યો, 3 વિકેટે શાનદાર ટેસ્ટ જીત
ઋષભ પંત સાથે નવોદિતોએ રંગ રાખ્યો, 32 વર્ષ બાદ ગાબામાં કાંગારુઓ પરાસ્ત
બ્રિસ્બનઃ ટીમ ઇન્ડિયાએ મંગળવારે ગાબા સ્ટેડિયમમાં ચોથી ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાને 3 વિકેટ હરાવી ઐતિહાસિક ટેસ્ટ અને 2-1 શ્રેણી વિજય (Historic Test victory) મેળવી લીધો.
નિયમિત કેપ્ટન વિરાટ કોહલી અને રેગ્યુલર બોલરોની ગેરહાજરીમાં શાનદાર દેખાવ કરી ઓસ્ટ્રેલિયાને તેની જ ધરતી પર ટેસ્ટ અને શ્રેણીમાં હરાવવવાની સિદ્ધિ મેળવી. કાંગારુઓ ગાબામાં 32 વર્ષ બાદ કોઇ ટીમ સામે હાર્યા. જ્યારે અહીં ટીમ ઇન્ડિયાએ સૌથી મોટો 228 રનનો ટાર્ગેટ ચેઝ કરી વિજય (Historic Test victory) મેળવ્યો.
આ પણ વાંચોઃ બ્રિસ્બનઃ ભારત ટેસ્ટ અને શ્રેણી ઐતિહાસિક વિજયની આરે, પંત- ગિલે કર્યા રેકોર્ડ
બોર્ડર-ગાવસ્કર ટ્રોફી પર ભારતનો જ કબજો
ભારતે પહેલીવાર સતત ત્રીજી વખત બોર્ડર-ગાવસ્કર ટ્રોફી જીતી છે. આ પહેલાં 2016-17માં આપણે ઘરઆંગણે ઓસ્ટ્રેલિયાને 2-1થી હરાવ્યું હતું. જ્યારે 2018-19માં ઓસ્ટ્રેલિયાને તેના ઘરે જ 2-1થી માત (Historic Test victory) આપી હતી. ભારત અગાઉ ક્યારેય બોર્ડર ગાવસ્કર ટ્રોફીમાં સતત 3 સીરિઝ જીત્યું નહોતું.
ચોથી ટેસ્ટ સાથે શ્રેણી જીતવા માટે ભારતને પાંચમાં અને અંતિમ દિને 324 રનની જરૂર હતી. હાથમાં 10એ 10 વિકેટ હતી. જે ટીમ ઇનિડ્યાએ 7 વિકેટ 329 રન કરી વિજયનાંદ (Historic Test victory) ફૂંક્યો હતો. ઋષભ પંતે વિજયી બાઉન્ડ્રી મારી ટીમને જીત અપાવી હતી. પંત 89 રને અણનમ રહ્યો હતો.
અગાઉ રોહિત શર્મા 7 રને સસ્તામાં આઉટ થયા બાદ શુભમન ગિલ અને ચેતેશ્વર પુજારાએ સંભાળીને રમત રમવાની સાથે સ્કોર બોર્ડ ફરતુ રાખ્યું હતું. ગિલે રેકોર્ડ 91 રનનું યોગદાન આપ્યું હતું. જ્યારે પુજારાએ સૌથી ધીમી ફિફટી સાથે 56 રન કર્યા. પરંતુ તેણે વિકેટ જાળવી રાખી હતી.
Undoubtedly, one of the best series I've been a part of. Everyone stood up to the challenge when it mattered the most; a sign of a champion team.
LOVE THIS TEAM! 🙌🏻#TeamIndia #DownUnder #AUSvIND pic.twitter.com/FHQ8xayyUA— Mayank Agarwal (@mayankcricket) January 19, 2021
પુજારાએ સૌથી ધીમી અડધી સદીનો તેનો રેકોર્ડ કર્યો 211 રનમાં 65 રન કર્યા અગાઉ સિડનીમાં તેણે 176 બોલમાં ફિફટી કરી હતી. પંત ઉપરાંત કેપ્ટન રહાણેએ ઝડપી 24 રન અને નવોદિત વોશિંગ્ટન સુંદરે 29 બોલમાં એક છગ્ગા અને 2 ચોગ્ગાની મદદથી 22 રન કર્યા હતા. તેણે પંત સાથે 6ઠ્ઠી વિકેટમાં 53 રનની મહત્વની ભાગી કરી.
ગાબામાં સફળ રન ચેઝનો રેકોર્ડ ઓસીના નામે હતો
બ્રિસ્બેનમાં આ પહેલાં સૌથી સફળ રનચેઝનો રેકોર્ડ ઓસ્ટ્રેલિયાના નામે હતો, તેમણે 1951માં વિન્ડીઝ વિરુદ્ધ 236 રનનો ટાર્ગેટ ચેઝ કર્યો હતો. ભારતે 328 રનનો પીછો કરતાં 3 વિકેટે મેચ જીતી, શ્રેણી 2-1એ પોતાના નામે (Historic Test victory)કરી
ભારતે બ્રિસ્બેન ખાતે ચાર ટેસ્ટ સીરિઝની અંતિમ મેચમાં ઓસ્ટ્રેલિયાને 3 વિકેટે હરાવી 328 રનનો ટાર્ગેટ ચેઝ (Historic Test victory) કર્યો છે. આ સાથે જ ટીમ ઇન્ડિયા શ્રેણી 2-1થી પોતાના નામે કરી છે. ભારતે પહેલીવાર સતત ત્રીજી વખત બોર્ડર-ગાવસ્કર ટ્રોફી જીતી છે.
Just a remarkable win…To go to Australia and win a test series in this way ..will be remembered in the history of indian cricket forever ..Bcci announces a 5 cr bonus for the team ..The value of this win is beyond any number ..well done to every member of the touring party..
— Sourav Ganguly (@SGanguly99) January 19, 2021
આ પણ વાંચોઃ INDvsAUS: સિરાજ-શાર્દૂલે ભારત માટે બ્રિસ્બન ટેસ્ટ-શ્રેણી વિજયના દ્વ્રાર ખોલ્યા
આ પહેલાં 2016-17માં આપણે ઘરઆંગણે ઓસ્ટ્રેલિયાને 2-1થી હરાવ્યું હતું. જ્યારે 2018-19માં ઓસ્ટ્રેલિયાને તેના ઘરે જ 2-1થી માત આપી હતી. ભારત અગાઉ ક્યારેય બોર્ડર ગાવસ્કર ટ્રોફીમાં સતત 3 સીરિઝ જીત્યું નહોતું.
ઓસ્ટ્રેલિયા 32 વર્ષ ગાબામાં ટેસ્ટ મેચ હાર્યું છે. આ પહેલાં તેઓ 1988માં વેસ્ટ ઇન્ડિઝ સામે હાર્યા હતા. તે પછી અહીં 24 ટેસ્ટથી અપરાજિત હતા. તેમજ આ બ્રિસ્બેનમાં સૌથી સફળ રનચેઝ છે. આ પહેલાં સૌથી સફળ રનચેઝનો રેકોર્ડ અહીં ઓસ્ટ્રેલિયાના નામે હતો, તેમણે 1951માં વિન્ડીઝ વિરુદ્ધ 236 રનનો ટાર્ગેટ ચેઝ કર્યો હતો.
🇮🇳#TeamIndia pic.twitter.com/EKtHOhxA1A
— BCCI (@BCCI) January 19, 2021
પૂજારા ચાર વખત ઇજાગ્રસ્ત થતા બચ્યો
પુજારા બેટિંગમાં તાર વખત ઇજાગ્રસ્ત થતાં બચ્યો. તેને 33મી ઓવરનો પાંચમો બોલ માથામાં વાગ્યો હતો. કમિન્સનો બાઉન્સર ધાર્યા જેટલો ઉછળ્યો નહોતો અને પૂજારાના હેલ્મેટના પાછળના ભાગમાં વાગ્યો હતો. કન્કશન ટેસ્ટ કરાયો હતો અને તે પછી પૂજારા રમવા માટે તૈયાર હતો.
પછી 45મી ઓવરમાં હેઝલવુડનો બોલ પણ અપેક્ષા કરતા ઓછો ઉછળ્યો હતો અને પૂજારાને હાથમાં વાગ્યો હતો. ટીમ ફિઝિયોએ મેજિક સ્પ્રેનો ઉપયોગ કર્યો હતો અને પૂજારાએ બેટિંગ કરવાનું ચાલુ રાખ્યું.
ત્યારબાદ 49મી ઓવરમાં ફરીથી હેઝલવુડનો બોલ પૂજારાને જમણા ગ્લવ્સમાં વાગ્યો હતો. ચેતેશ્વરે પેઈન કિલર્સ લઈને બેટિંગ કરવાનું ચાલુ રાખ્યું. 51મી ઓવરનો પાંચમો બોલ હેઝલવુડે બાઉન્સર નાખ્યો હતો અને પૂજારાને માથામાં વાગ્યો હતો. તે ડક કરી શકે તેવી પોઝિશનમાં નહોતો.
આ પણ વાંચોઃ INDvAUS: શુભમન ગિલના નામે વધુ એક રેકોર્ડ, આ વખતે કરી ગાવસ્કરની બરાબરી
ગિલ 9 રન માટે સદી ચૂક્યો, પૂજારા સાથે 114 રનની ભાગીદારી કરી
શુભમન ગિલે રનચેઝમાં શાનદાર બેટિંગ કરતા 146 બોલમાં 8 ફોર અને 2 સિક્સની મદદથી 91 રન કર્યા હતા. તે પોતાની મેડન સદી ફટકારવાથી 9 રન માટે ચૂકી ગયો હતો. તે નેથન લાયનની બોલિંગમાં સ્લીપમાં સ્ટીવ સ્મિથના હાથે કેચ આઉટ થયો હતો.