Gujarat Exclusive > ગુજરાત > દક્ષિણ ગુજરાત > આતંકી હુમલાને લઇ IBનું એલર્ટ, નર્મદા અને સ્ટેચ્યુ ઓફ યુનિટીની સુરક્ષા વધારાઇ

આતંકી હુમલાને લઇ IBનું એલર્ટ, નર્મદા અને સ્ટેચ્યુ ઓફ યુનિટીની સુરક્ષા વધારાઇ

0
134

વિશાલ મિસ્ત્રી રાજપીપળા: 15મી ઓગસ્ટના દિવસે આતંકી હુમલાના IBના ઇનપુટને પગલે સમગ્ર ગુજરાતની સુરક્ષામાં વધારો કરાયો છે સાથે-સાથે વાહન વ્યવહારથી ભરચક વિસ્તાર અને બસ સ્ટેન્ડ,રેલવે સ્ટેશન પર તમામ મુસાફરોના સામાન ચેક કરવામાં આવી રહ્યા છે. જેથી કોઈ પણ મોટા હુમલાને રોકી શકાય. સ્વતંત્રતા દિવસના પર્વ પર આતંકી હુમલો ન થાય એ બાબતે તમામ પૂર્વ તૈયારીઓ પોલીસ દ્વારા કરી દેવાઈ છે.

નર્મદા જિલ્લાના કેવડિયા ખાતે આવેલ સરદાર સરોવર નર્મદા ડેમ આવેલો છે જે વાઈટલ ઇન્સ્ટોલેશની વ્યાખ્યામાં આવે છે એટલે સુરક્ષાની દ્રષ્ટિએ અતિ સંવેદનશીલ છે.તો સાથે સાથે કેવડિયા ખાતે નિર્માણ પામેલી વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીને નિહાળવા પર દેશ-વિદેશના પ્રવાસીઓ ઉમટી રહ્યા છે.આગામી 15મી ઓગસ્ટના દિવસે ત્યાં વધુ પ્રવાસીઓ આવવાની સંભાવનાઓને લઈને નર્મદા ડેમ અને સ્ટેચ્યુ ઓફ યુનિટીની સુરક્ષા IB ઈનપુટને પગલે વધારી દેવામાં આવી છે.નર્મદા ડેમને હાઈ એલર્ટ પર મુકાયો છે.

આ મામલે SRP ગ્રુપ 18ના DYSP ચિરાગ પટેલે જણાવ્યું હતું કે નર્મદા જિલ્લામાં આવેલ નર્મદા ડેમ અને સ્ટેચ્યુ ઓફ યુનિટી સુરક્ષાની દ્રષ્ટિએ સંવેદનશીલ માનવામાં આવે છે.જેથી તે માટે થઈને જ નર્મદા નિગમ અને ગુજરાત પોલીસે SRP ની ગ્રુપ 18ની સ્થાપના કરાઈ છે.નર્મદા ડ્રમ પર સતર્કતાથી સુરક્ષા કરી રહ્યા છે.IB એલર્ટ બાદ સુરક્ષા વ્યવસ્થા વધુ સઘન કરાઈ છે અને હાલમાં ખાસ કરીને પ્રવાસીઓ મોટી સંખ્યામાં ઉમટી રહ્યા છે માટે વિવિધ 4 પોઇન્ટ ઉપર હાલ ઘનિષ્ઠ ચેકીંગ ચાલી રહ્યું છે.પ્રવાસીઓના વાહન અને વાહનનો સામાન ચેક કર્યા બાદ જ પ્રવેશ અપાઈ રહ્યો છે.તો અમુક નિર્દિષ્ટ વિસ્તારમાં જિલ્લા કલેક્ટર અને જિલ્લા પોલીસ વડાને સાથે રાખીને SRP દ્રારા આંશિક પ્રવેશબંધી કરાઈ છે.તો આ વિસ્તાર સંપૂર્ણ રીતે સુરક્ષિત છે તેમ પણ દાવો કર્યો છે.

નર્મદા ડેમ સિવાય અન્ય 3 ડેમો ઓવરફલો, આહલાદક નજારો માણવા પ્રવાસીઓ ઉમટ્યા