Gujarat Exclusive > આપણી જરૂરિયાત > સ્વાસ્થ્ય-શિક્ષા > દવાઓ વગર બાળકની હાઇટ વધારવી છે? તો ઝડપથી ફોલો કરો આ ટિપ્સ

દવાઓ વગર બાળકની હાઇટ વધારવી છે? તો ઝડપથી ફોલો કરો આ ટિપ્સ

0
337

આજના આ સમયમાં બાળકોની હાઇટને લઇને પેરેન્ટ્સ ખૂબ જ ચિંતામાં રહેતા હોય છે. જો કે હાઇટ ઓછી હોવા પાછળ અનેક કારણો જવાબદાર રહેલા હોય છે. મોટાભાગના લોકોને જાણ હોય છે કે, સંતુલિત આહાર આપણા શરીર માટે કેટલો જરૂરી છે. જો કે જંકફૂડ ખાવાનુ પ્રમાણ વધી ગયુ હોવાથી તેની વિપરીત અસર અનેક ઘણી આપણી હેલ્થ પર પડે છે. સંતુલિત આહારથી હાઇટ વધવામાં પણ અનેક ઘણા ફાયદાઓ થાય છે. તમને જણાવી દઇએ કે, સંતુલિત આહાર હાઇટ વધારવા માટેનો પહેલો ઉપાય છે.

પૌષ્ટિક ભોજનમાં રહેલા વિટામીન્સ, પ્રોટીન, કેલ્શિયમ, જિંક, મેગ્નેશિયમ અને ફોસ્ફરસ તમારા બાળકોની હાઇટ વધારવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. જો તમે તમારા બાળકોની હાઇટમાં વધારો કરવા ઇચ્છો છો તો કાર્બોહાઇડ્રેટથી ભરેલા ભોજન એટલે કે ઘઉંની રોટલી, દાળ અને બ્રેડ જરૂર શામિલ કરો. આ સાથે જ દહીં અને દૂધમાંથી બનતી ચીજવસ્તુઓનુ પણ સેવન બાળકો માટે બહુ જરૂરી છે. દહીં અને દૂધથી બાળકોના હાડકા મજબૂત થાય છે અને સાથે જ કેલ્શિયમની ઉણપ પણ દૂર થાય છે. દૂધમાંથી મળતુ કેલ્શિયમ હાડકાઓને મજબૂત કરવાની સાથે જ બાળકોની લંબાઇ વધારવામાં પણ ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે.

બાળકોને ખવડાવો પ્રોટીન યુક્ત આહાર

જો તમે ઇચ્છો છો કે તમારુ બાળક બીજા બાળકોની સરખામણીમાં હેલ્ધી અને હાઇટમાં વધારો થાય તો તમે તેને પ્રોટીન યુક્ત આહાર ખવડાવો. તમને જણાવી દઇએ કે, દાળ અને માછલીમાં સારા એવા પ્રમાણમાં પ્રોટીનની માત્રા રહેલી હોય છે. પ્રોટીન માંસપેશીઓને મજબૂત કરવાનુ કામ કરે છે. આ સાથે જ તમારા બાળકને થોડો સમય સવારના કૂણા તડકામાં રમવા દો જેથી કરીને તેને વિટામીન ડી મળે. વિટામીન ડી બાળકોની માંસપેશિઓના વિકાસ માટે ખૂબ જ આવશ્યક છે. જો તમે આ પ્રયોગને અનુશરસો તો તમારા બાળકની હાઇટમાં જરૂર તમને વધારો જોવા મળશે.

જંક ફૂડને કહો ‘ના’

આજના આ સમયમાં નાનાથી લઇને મોટા એમ બધા લોકોને જંક ફૂડ ખૂબ જ ભાવે છે. જંક ફૂડ ખાવાનો ક્રેઝ આજકાલ ખૂબ વધી રહ્યો છે. આમ, જો તમે પણ તમારા બાળકોને જરૂરિયાત કરતા વધારે પ્રમાણમાં જંક ફૂડ ખવડાવો છો તો તમારે ચેતી જવાની જરૂર છે, કારણકે તમને જણાવી દઇએ કે જંક ફૂડ બાળકોની હેલ્થ પર ખરાબ અસર પાડે છે. આમ, જો તમે તમારા બાળકની હાઇટ વધારવા ઇચ્છો છો તેમજ તેનુ સ્વાસ્થ્ય સારુ રાખવા માંગો છો તો તમારે સોફ્ટ ડ્રિંક્સ તેમજ નુડલ્સ જેવા અનેક પ્રકારના જંક ફૂડને એવોઇડ કરો. તમને જાણીને નવાઇ લાગશે કે જંક ફૂડ બાળકોના શારિરિક વિકાસને અટકાવી દે છે જે કારણોસર તેની હાઇટ વધવામાં અનેક ઘણી મુશ્કેલીઓ થાય છે. આ સાથે જ તમારે તમારા બાળક માટે હંમેશા એક વાતનુ ધ્યાન એ રાખવુ જોઇએ કે, ડોક્ટરની સલાહ વગર બહાર મળતી આર્ટિફિશિયલ હોર્મોન્સની કેપ્સુલ ખવડાવી જોઇએ નહિં. આ પ્રકારની દવાઓ બાળક માટે હાનિકારક સાબિત થઇ શકે છે.

બાળકોને પૂરતી ઉંઘ આપો

જો તમારુ બાળક સમયસર ઉંઘતુ ના હોય તેમજ ઉંઘમાં વારંવાર ઉઠી જતુ હોય તો તે તમારી મુશ્કેલીઓમાં વધારો કરી શકે છે. સમય પર ઉંઘવુ નહિં તેમજ ભરપૂર ઉંઘ ના થવાને કારણે તેની સીધી અસર બાળકોના સ્વાસ્થય પર પડે છે. જો સ્વાસ્થ્ય જ સારુ ના હોય તો બાળકોનો શારિરિક તેમજ માનસિક વિકાસ જોઇએ તે પ્રમાણમાં થતો નથી. માટે જો તમે તમારા બાળકોની હાઇટ વધારવાનુ સપનુ જોઇ રહ્યા છો તો તે માટે તમારે તેને પૂરતી ઉંઘ આપવી ખૂબ જ જરૂરી છે. બાળકોને દિવસમાં આઠ કલાકની ઉંઘ મળે તે માટે હંમેશા પ્રયત્ન કરો. ધ્યાન રહે કે તમે તમારા બાળકને હંમેશ માટે એવી ટેવ પાડો કે તે સીધું સૂઇ જાય. પથારીમાં સીધુ સૂઇ જવાથી બાળકોનો માનસિક વિકાસ થાય છે અને સ્ટ્રેસલેવલ પણ ઓછુ થાય છે.

હાઇટ વધારવા માટે કસરત છે એક બેસ્ટ ઉપાય

કસરત એ મનુષ્ય જીવનનો એક ભાગ છે, ભલે પછી તે કોઇ પણ રૂપે હોય. આ વાત બાળકો પર પણ લાગૂ પડે છે. કસરત બાળકોની હાઇટ વધારવમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. કસરત કરવાથી શરીરની માંસપેશિઓ પર દબાણ આવે છે અને તે ખેંચાય છે જેથી કરીને હાઇટ વધાવામાં ખૂબ જ સહાયતા મળે છે. આ માટે બાળકોને શારિરિક ગતિવિધિઓથી પ્રેરિત કરો. આ સાથે જ તમારા બાળકને ઘરની બહાર રમવા જવા દો જેથી કરીને સંપૂર્ણ શરીરને કસરત મળે.

બાળકોને યોગ શિખવાડો

જો તમે યોગના શોખિન છો તો તમે તમારા બાળકોને પણ યોગ શિખવાડો કારણકે નિયમિતરૂપે યોગ કરવાથી બાળકોની હાઇટમાં વધારો થાય છે. બાળકોની હાઇટ વધારવા તાડાસન, ભુજંગાસન, શીર્ષાસન, સૂર્ય નમસ્કાર જેવા અનેક પ્રકારના આસનો તેમને રોજ કરાવો. નિયમિતરૂપે યોગ કરવાથી બાળકને બીમારી પણ ઓછી થાય છે અને સાથે જ તેની ઇમ્યુનિટી સિસ્ટમ પણ ડેવલોપ થાય છે.

પાટણ: ક્લિનીકમાં ‘કામલીલા’, ડૉક્ટર પિતા-પુત્રની મહિલા દર્દીઓ સાથે અશ્લીલ હરકત કેમેરામાં કેદ