Gujarat Exclusive > ગુજરાત > ઉત્તર ગુજરાત > વિસનગર-નડિયાદ મેડિકલ કોલેજની સીટોમાં વધારો, સરકારે આપી મંજૂરી

વિસનગર-નડિયાદ મેડિકલ કોલેજની સીટોમાં વધારો, સરકારે આપી મંજૂરી

0
418

મહેસાણા જિલ્લાના વિસનગરમાં એક મેડિકલ કોલેજ જ્યારે અમદાવાદ નજીક આવેલ નડિયાદમાં એક મેડિકલ કોલેજને મેડિકલ સીટમાં વધારો કરવાની મંજૂરી ભારત સરકારે આપી દીધી છે. બે નવી કોલેજોને મળેલી મંજૂરીથી ગુજરાતમાં MBBS અભ્યાસક્રમની સીટોમાં વધારો થયો છે. આ બંને ખાનગી કોલેજને મળેલી મંજૂરી બાદ ગુજરાતમાં કુલ બેઠકોની સંખ્યા વધીને 4450એ પહોંચી ગઈ છે.

આ બંને કોલેજની જાહેરાત નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કરી હતી. નીતિન પટેલે જાહેરાત કરતી વખતે માહિતી આપતા જણાવ્યું હતું કે, વિસનગરમાં નૂતન મેડિકલ કોલેજ એન્ડ રિસર્સ સેન્ટર તેમજ નડીયાદમાં ધર્મસિંહ દેસાઈ ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ કોલેજમાં 300-300 બેડનો વધારો કરવામાં આવશે. તેમને વધુમાં જણાવ્યું હતું કે, રાજ્યની આરોગ્ય નીતિ-2016 હેઠળ ગ્રીનફિલ્ડ પ્રોજેક્ટ હેઠળ સ્થપાયેલી આ બંને કોલેજમાં એમબીબીએસની એક બેઠક દીઠ ડોક્ટરો તૈયાર કરવા પાંચ વર્ષ સુધી વર્ષે રૂ. 15 લાખની સહાય સરકાર ચૂકવશે જેથી રાજ્યને દર વર્ષે 300 નવા ડોક્ટર ઉપલબ્ધ થશે.

તે ઉપરાંત તમને જણાવી દઈએ કે, વિસનગર અને નડિયાદને બાદ કરતાં અમરેલી અને અમદાવાદમાં એક-એક ગ્રીનફિલ્ડ મેડિકલ કોલેજોમાં પણ 300-300 બેઠકોની મંજૂરી માટે પ્રક્રિયા હેઠળ ઈન્સ્પેક્શનની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે જેથી તેની પણ મંજૂરી આવનારા ટૂંક જ સમયમાં મળી જશે. આમ ગુજરાતમાં આવનારા સમયમાં એમબીબીએસના અભ્યાસમાં ટોટલ 1200 સીટનો વધારો થશે.