Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > ગુજરાતમાં કોરોનાની સ્થિતિ વણસી, છેલ્લા 24 કલાકમાં 1 હજારથી વધુ કેસ

ગુજરાતમાં કોરોનાની સ્થિતિ વણસી, છેલ્લા 24 કલાકમાં 1 હજારથી વધુ કેસ

0
92

રાજયમાં દિવસે દિવસે કોરોના વાયરસના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. દરરોજના 1000થી વધારે કોરોનાનાં કેસ સામે આવી રહ્યા છે. ત્યારે ફરી એકવાર છેલ્લા 24 કલાકમાં 1056 કોરોનાના કેસ સામે આવ્યા છે, જેમાં 20 લોકોના મોત થયા છે અને 1138 લોકો સાજા થઈ પોતાના ઘરે પરત પણ ફર્યા છે. આમ રાજયમાં કોરોનાના કારણે અત્યાર સુધીમાં 2674 લોકોએ જીવ ગુમાવ્યો છે. ગુજરાતમાં રિકવરી રેટ 76.64 ટકા પહોંચ્યો છે.

તમને જણાવી દઈએ કે, ગુજરાતમાં જયારથી અનલોક જાહેર કરવામાં આવ્યું છે ત્યારથી લોકો બિન્દાસ્ત ફરી રહ્યા છે અને ઘણી એવી જગ્યા પર સરકારે જાહેર કરેલ ગાઈડલાઈનનું ઉલ્લઘન કરતા પણ નજરે ચઢે છે. અમદાવાદ શહેરમાં છેલ્લા કેટલા સમયથી કોરોનાના કેસમાં ઘટાડો જોવા મળી રહ્યો છે તો બીજી બાજુ સુરતમાં કોરોના પોતાનો કહેર વરસાવી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે.

તાજેતરમાં જ સરકારે કોરોના સામે લડવા માટે લોકોને અપીલ પણ કરી છે અને માસ્ક પહેરવા અને ખાસ સોશિયલ ડિસ્ટન્સ રાખવા માટેની પણ અપીલ કરી છે. હજી પણ ઘણા લોકો એવા જોવા મળી રહ્યા છે કે, તે માસ્ક વિના જ ફરતા હોય છે. જેથી તેવા લોકો સામે લાલાઆંખ કરવા સરકારે માસ્કનો દંડ વધારીને 1000 રુપિયા કરી દીધો છે.

જિલ્લા

પોઝિટિવ કેસ

અમદાવાદ 144
સુરત 236
વડોદરા 108
ગાંધીનગર 26
ભાવનગર 48
બનાસકાંઠા 8
આણંદ 2
રાજકોટ 96
અરવલ્લી 1
મહેસાણા 19
પંચમહાલ 18
બોટાદ 3
મહીસાગર 9
ખેડા 15
પાટણ 13
જામનગર 31
ભરૂચ 20
સાબરકાંઠા 8
ગીર સોમનાથ 29
દાહોદ 14
છોટા ઉદેપુર 2
કચ્છ 32
નર્મદા 11
દેવભૂમિ દ્વારકા 5
વલસાડ 18
નવસારી 9
જૂનાગઢ 18
પોરબંદર 25
સુરેન્દ્રનગર 20
મોરબી 25
તાપી 1
ડાંગ 0
અમરેલી 42