Gujarat Exclusive > આપણી જરૂરિયાત > વ્યાપાર > માત્ર 15 મિનિટમાં તમે ખુદ ભરી શકો છો તમારું I-T રિટર્ન, જાણી લો સંપૂર્ણ પ્રોસેસ

માત્ર 15 મિનિટમાં તમે ખુદ ભરી શકો છો તમારું I-T રિટર્ન, જાણી લો સંપૂર્ણ પ્રોસેસ

0
182

જો તમે નાણાંકીય વર્ષ 2019-20 માટે ઈન્કમટેક્સ રિટર્ન (ITR) ફાઈલ કરવાને લઈને પરેશાન છો, તો ચિંતા ના કરો. આવકવેરા રિટર્ન (Income Tax Return) દાખલ કરવું માત્ર 15 મિનિટનું કામ છે. તમારે તમારું આવકવેરા રિટર્ન ફાઈલ (ITR e-filing process) કરવાને લઈને કોઈ ચાર્ટડ એકાઉન્ટન્ટ (CA) શોધવાની જરૂર નહીં પડે. આજે અમે તમને આ પ્રક્રિયા બતાવવા જઈ રહ્યાં છીએ, જેનાથી તમે ઘણાં ઓછા સમયમાં તમારું ITR દાખલ (Income tax e-filing) કરી શકો છો. તો ચાલો જાણીએ સમગ્ર પ્રોસેસ…

► ITR દાખલ કરવા માટે ક્યાં દસ્તાવેજોની પડશે જરૂર
→ PAN કાર્ડ
→ આધાર કાર્ડ
→ બેંક એકાઉન્ટ નંબર
→ રોકાણની ઈન્ફોર્મેશન અને તમામ જરૂરી ડૉક્યુમેન્ટ્સ
→ ફૉર્મ 16
→ ફૉર્મ 26AS

સૌ પ્રથમ તમારે એ જાણવું પડશે કે, તમે ક્યા વર્ગના ટેક્સ પેયર્સ છો અને તમારે ક્યું ITR ફૉર્મ (ITR e-filing process) ભરવાની જરૂરત છે. ઉદાહરણ તરીકે, ITR 1 સહજ ફોર્મ એવા નાગરિકો માટે છે. જેમની કુલ આવક 50 લાખ રૂપિયા સુધીની છે. તેમણે પગાર, ઘર સહિત આવકના અન્ય સ્ત્રોત જેવા કે વ્યાજ વગેરે પ્રાપ્ત થાય તે જણાવવાનું હોય છે.

► ITR ઈ-ફાઈલિંગ (Income tax e-filing) કરવાની બે પદ્ધતિઓ
1. ITR ફૉર્મ ડાઉનલોડ કરવું, ફોર્મને ઑફલાઈન ભરવું અને XML ફાઈલ અપલોડ કરવું
2. એક ઑનલાઈન ઈ-ફાઈલિંગ પોર્ટલ પર ડાયરેક્ટ તમામ જાણકારી ફાઈલ કરીને સબમીટ કરવી

► આ પ્રકારે થશે ITRના ઈ-ફાઈલિંગ (Income tax e-filing) સ્ટેપ્સ
→ ITR ઈ-ફાઈલ કરવા માટે સૌ પ્રથમ તમારે ITR માટે ખુદને રજિસ્ટર કરાવવાનું રહેશે.
→ તમારે ઈન્કમટેક્સ ડિપાર્ટમેન્ટની વેબસાઈટ https://www.incometaxindiaefiling.gov.in/home પર જવાનું રહેશે.
→ અહીં તમારે યુઝર આઈડી (PAN), પાસવર્ડ, બર્થ ડેટ અને કેપ્ચા કોડ નાંખીને લૉગ-ઈન કરવાનું રહેશે
→ હવે તમારે e-File ટૈબ પર જઈને ઈન્કમટેક્સ રિટર્ન લિન્ક પર ક્લિક કરવી પડશે.
→ અહીં સૌ પ્રથમ તમને એસેસમેન્ટ યર માટે ITR ફોર્મ પસંદ કરવું પડશે, જેને ભરવાનું છે.
→ જો તમે ઑરિજનલ રિટર્ન ફાઈલ કરી રહ્યાં છો, તો Original ટેબ પર ક્લિક કરો
→ જો તમે સંશોધિત રિટર્ન દાખલ કરી રહ્યાં છો તે, Revised Return પર ક્લિક કરો
→ હવે ‘પ્રિપેયર’ અને ‘સબમીટ ઑનલાઈન’નો વિકલ્પ પસંદ કરીને Continue પર ક્લિક કરો
→ જે બાદ નવા પેજ પર માંગવામાં આવેલી તમામ જાણકારીઓ ભરો અને સાથે જ સેવ કરતાં રહો. કારણ કે, જો સેશન ટાઈમ પૂરો થઈ ગયો, તો તમારા દ્વારા ભરવામાં આવેલી તમામ જાણકારી દેખાશે નહીં.
→ અહીં તમારે રોકાણ અને સ્વાસ્થ્ય અને જીવન વીમા વિશે તમામ જાણકારીઓ દાખલ કરવાની રહેશે.
→ આ તમામ જાણકારીઓ દાખલ કર્યાં બાદ, અંતમાં વેરિફિકેશન પેજ આવશે. જેને તમે તે સમયે જ વેરીફાઈ કરી શકો છો કે પછી 120 દિવસોમાં વેરીફાઈ કરી શકો છો.
→ હવે તમારે પ્રીવ્યૂ અને સબમીટ પર ક્લીક કરવું પડશે અને ITR સબમીટ થઈ જશે.

આ પણ વાંચો: RBI ગવર્નર શક્તિકાંત દાસ કોરોનાથી સંક્રમિત, આઈસોલેશનમાં રહીને કરશે કામ

વેરિફિકેશન કરવાનું ના ભૂલો
ITR ITR (e-filing process) ભરતા સમયે તમારે વેરિફિકેશન કરવાનું ના ભૂલવું જોઈએ. જો ટેક્સ પેયર્સ ઈલેક્ટ્રોનિક સિગ્નેચર વિના ITR ફાઈલ કરે છે, તો ITR અપલોડ કર્યાના 120 દિવસની અંદર તેને વેરિફાઈ કરવું પડશે. આ કરવાની ચાર રીતો છે.

1. આધાર OTP થકી 2. નેટ બેંકિગના માધ્યમથી ઈ-ફાઈલિંગ એકાઉન્ટમાં લૉગ-ઈન કરીને
3. ઈલેક્ટ્રોનિક વેરિફિકેશન કોડ (EVC) થકી 4. ITR-Vની સિગ્નેચર કૉપી બેંગલુરૂ મોકલીને

31 ડિસેમ્બર છે અંતિમ તારીખ
અહીં તમને (ITR e-filing process) જણાવી દઈએ કે, કોરોના મહામારીને કારણે ટેક્સ પેયર્સને થઈ રહેલી મુશ્કેલીઓને ધ્યાનમાં રાખતી સેન્ટ્રલ બૉર્ડ ડાયરેક્ટ ટેક્સ (CBDT)એ એસેસમેન્ટ યર 2019-20 માટે લેઈટ અને સંશોધિત ITR દાખલ કરવાની આખરી તારીખને 30 સપ્ટેમ્બરથી વધારીને 31 ડિસેમ્બર સુધી કરી દીધી છે.