Gujarat Exclusive > આપણી જરૂરિયાત > રોજગાર > તમારી આવક કરપાત્ર ન હોય તો પણ રિટર્ન ભરવું જોઇએ? શું છે તેના ફાયદા

તમારી આવક કરપાત્ર ન હોય તો પણ રિટર્ન ભરવું જોઇએ? શું છે તેના ફાયદા

0
278
  • આવક વેરા રિટર્ન ભરવા માટે માત્ર એક જ દિવસ બાકી

  • વાર્ષિક આવક 2.50 લાખથી વધુ હોય તો રિટર્ન જરુરી

નવી દિલ્હીઃ ઇન્કમ ટેક્સ રિટર્ન  (Income Tax Return) ભરવા અંગે મોટાભાગે લોકોમાં અસમંજસ જાવો મળે છે. હાલ કોરોનાને કારણે રિટર્ન ભરવાની તારીખ વારંવાર લંબાવવામાં આવી. હવે માત્ર એક જ દિવસ તેના માટે રહ્યો છે.

ત્યારે જાણવું જરુરી છે કે આવક કરપાત્ર હોય કે ન હોય, રિટર્ન ભરવું જોઇએ નહીં. તેના શું ફાયદા છે.

એસેસમેન્ટ વર્ષ 2020-21 માટે ઇન્કમ ટેક્સ રિટર્ન (Income Tax Return)ભરવાની તારીખ 31 ડિસેમ્બર છે. આવકવેરા ધારા મુજબ વર્ષે 2.5 લાખ રૂપિયાથી વધુની આવક ધરાવનારા તમામ લોકો માટે ઇન્કમ ટેક્સ ભરવું ફરજિયાત છે.

છેલ્લી તારીખ સુધી રિટર્ન નહીં ભરવા બદલે દંડ પણ થઇ શકે છે. તેમાં અલગ-અલગ ઇન્કમવાળા લોકો માટે દંડની રકમ પણ અલગ-અલગ છે.

તમારું ITR ઘણા ફાયદા પહોંચાડી શકે છે

પરંતુ મુળ પ્રશ્ન એ છે કે શું આવક ટેક્સેબલ એટલે કે કરપાત્ર ન હોય અને કોઇ રિફન્ડ પણ બનતુ નથી તો પણ રિટર્ન ભરવું જોઇએ? તો નિષ્ણાતો મુજબ તમારું ભરેલું આવક વેરા રિટર્ન (Income Tax Return)તમને ઘણા લાભ પહોંચાડી શકે છે. તો ઘણી વખતે મહત્વના દસ્તાવેજ તરીકે ઉપયોગી થઇ શકે છે.

આ પણ વાંચોઃ નવા વર્ષમાં 1 જાન્યુઆરીથી બદલાઈ રહ્યાં છે આ નિયમો, તમે કેટલાં તૈયાર?

આવકવેરા રિટર્નના શું છે લાભ? Income Tax Return news

દંડ ભરવો પડતો નથી

ઇન્કમ ટેક્સની કલમ 234F હેઠળ વાર્ષિક આવક જો 5 લાખથી ઓછી 2.5 લાખથી વધુ હોય તો રિટર્ન નહીં ભરવા બદલ રૂ. 1000 કે તેથી વધુ દંડ ભરવો પડી શકે છે.

– રિટર્ન નહીં ભરવા કે વિલંબથી ભરવા માટે નિર્ધારિત દંડ ભરવો પડતો નથી.

-ઇન્કમ ટેક્સ વિભાગમાં તમારો રેકોર્ડ ચોખ્ખુ (ક્લીન) રહે છે.

-કાયદાકીય આંચીઘૂંટીની ઝંઝટથી બચી શકાય છે.

એક્સ્ટ્રા વ્યાજથી બચી શકાય છે

રિટર્ન ફઆઇલ નહીં કરવાની સ્થિતિમાં કરદાતા પર કોઇ પણ પ્રકારના બનેલા રિટર્ન પર મહિને એક ટકા વ્યાજ લાગી શકે છે.તેથી જો રિટર્ન (Income Tax Return)ભરેલું હશે તો વ્યાજ ભરવાથી બચી શકાય છે.

રિફન્ડ મેળવવા માટે પણ જરુરી

જો કોઇ રોકાણમાં TDS (tax deducted at source)કપાયેલું છે તો રિફન્ડ મેળવવા માટે રિટર્ન ભરવું પડશે. એટલે રિફન્ડ જોઇતું હોય તો રિટર્ન જરુરી છે.

આ પણ વાંચોઃ નવા વર્ષમાં બેન્કની 56 રજાઓઃ માત્ર જાન્યુઆરીમાં જ અડધો મહિનો કામ થશે

ક્રેડિટ અને લોન મેળવવામાં મદદ મળે છે

ભરેલા રિટર્નનુી રિસિપ્ટ ઘણા નાણાકીય વ્યવહારમાં કામ આવે છે. જો ભવિષ્યમાં તમારે પર્સનલ સહિતની કોઇ પણ લોન જોઇતી હોય તો રિટર્ન (Income Tax Return)મદદરુપ થઇ શકે છે.

કારણ કે બેન્કો અને ફાઇનાન્સિયલ કંપનીઓ તમારી ક્રેડિટ નક્કી કરવામાં આઇટી રિટર્નને પ્રાથમિકતા આપે છે. તેથી જો રિટર્ન ભરેલું હશે તો લોન લેવામાં મુશ્કેલી પડશે નહીં. Income Tax Return news

https://chat.whatsapp.com/ELSNNKbgp0tBaAC4irblG9