Gujarat Exclusive > આપણી જરૂરિયાત > વ્યાપાર > વિશ્વના ધનકુબેરોની કમાણી અબજોમાં છતાં ટેક્સ બચાવવા શોધી કાઢી છટકબારી

વિશ્વના ધનકુબેરોની કમાણી અબજોમાં છતાં ટેક્સ બચાવવા શોધી કાઢી છટકબારી

0
27

બેજોસ, મસ્ક અને બફેટ સહિત 25 અમેરિકી ધનિકોએ 29 લાખ કરોડ કમાઇ, વેરો આપ્યો માત્ર 99 હજાર કરોડ

વોશિંગ્ટનઃ વિશ્વમાં ટોચના અબજોપતિમાં સામેલ અમેરિકી ધનવાનો કરોડો-ખર્વોની કમાણી છતાં ટેક્સ (Income tax of the American rich) નહીં ચુકવવા માટે છટકબારી શોધી કાઢે છે. અમેઝોનના સીઇઓ જેફ બેજોસ, ટેસ્લા ઓટો કંપનીના સર્વેસર્વા એલન મસ્ક અને અગ્રણી ઇન્વેસ્ટર વોરેન બફેટ સહિત 25 અમેરિકી કુબેરપતિઓ ટેક્સ ચુકવવામાં પાછીપાની કરે છે. કાં નજીવો ટેક્સ ચુકવે છે. ન્યૂઝ ઓર્ગેનાઇજેશન પ્રોપબ્લિકાના રિપોર્ટમાં આ ખુલાસો થયો.

2014થી 18 દરમિયાન બહુ સામાન્ય ટેક્સ ચુકવ્યો

રિપોર્ટ મુજબ અમેરિકાના 25 ટોચના અબજોપતિઓએ 2014થી18 દરમિયાન બહુ સામાન્ય ટેક્સની ચુકવણી કરી. આવું શા માટે થયું. તો તેના માટે અમેરિકન ટેક્સ પ્રણાલી જવાબદાર હોવાનું કહેવાય છે. યુએસ ટેક્સ એજન્સી ઇન્ટર્નલ રેવન્યુ સર્વિસ (આઇઆરએસ)ના હવાલાથી રિપોર્ટમાં જણાવાયું છે કે આ ધનિકોની 201-18માં આવક 29.96 લાખ કરોડ રૂપિયા હતી. પરંતુ તેમણે માત્ર 99 હજાર કરોડ રૂપિયાનો ટેક્સ ચુકવ્યો હતો.

આ પણ વાંચોઃ એપ્રિલની સરખામણીમાં મે મહિનામાં ગાડીઓના વેચાણમાં 55%નો ઘટાડો

ફોર્બ્સના આંકડાથી તૈયાર કરાયેલા રિપોર્ટ મુજબ અમેઝોનના જેફ બેજોસે તો 2007માં શેરના ભાવ બમણા આવ્યા હોવા છતાં કોઇ ટેક્સ ચુકવ્યો નહતો. જ્યારે ટેસ્લાના એલન મસ્કે 2018માં ટેક્સ ભર્યો નહીં. 2014થી 18ના વર્ષમાં તેમની સંપત્તિ 1.08 લાખ કરોડ વધી હતી. જ્યારે તેમણે આ ચાર વર્ષમાંથી ત્રણ વર્ષ માટે 3 હજાર કરોડ રૂપિયા ટેક્સ આપ્યો હતો.

વોરેન બફેટે જો કે આ ગાળા દરમિયાન સૌથી વધુ 173 કરોડ ટેક્સ પેટે આપ્યા. પરંતુ સામે તેમની કુલ નેટવર્થ 1.77 લાખ કરોડ રૂપિયા વધી હતી. બ્લૂમબર્ગ ઇન્ડેક્સના રિપોર્ટ મુજબ આ ત્રણેય ધનકુબેરોની કુલ નેટવર્થ 34 લાખ કરોડ રૂપિયા છે. આંકડા મુજબ બેજોસની કુલ નેટવર્થ 13.86 લાખ કરોડ, એલન મસ્કની 12.18 લાખ કરોડ અને બફેટની 7.95 લાખ કરોડ છે.

અમેરિકાની ટેક્સ પ્રણાલીમાં ખામી

આ ધનકુબેરો અમેરિકાની ટેક્સ પ્રણાલીમાં ખામીનો લાભ ઉઠાવી ટેક્સ ચુકવવામાંથી બચી જાય છે. અમેરિકામાં કેટલા ક્ષેત્રની આવક કરપાત્ર નથી. જેનો આ લોકો ફાયદો લે છે. 2011માં જેફ બેજોસની નેટવર્થ 86 હજાર કરોડ હતી. પરંતુ તેમણે ત્યારે નુકસાન દર્શાવી બાળકોના નામે ટેક્સ ક્રેડિટ લઇ લીધી હતી.

રિપોર્ટ મુજબ આ ધનવાનો એવું દર્શાવી દે છે કે તેઓ જે કમાય છે, તે યુએસ ટેક્સ (Income tax of the American rich)ની મર્યાદામાં આવતું નથી. કારણ કે તેઓ પોતાની ઇન્કમ શેર વેકેશન હોમ્સ, યાટ અને અન્ય રોકાણમાંથી મેળવેલી હોવાનું દર્શાવે છે. જે અમેરિકામાં કરપાત્ર નથી.

આ પણ વાંચોઃ બિટકોઇનના રોકાણકારોને મધ્ય અમેરિકી દેશ અલ સલવાડોરની નાગરિકતાની ઓફર

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat