Gujarat Exclusive > દેશ-વિદેશ > ઈન્કમટેક્સ વિભાગની મોટી કાર્યવાહી, સંજય જૈનના 42 ઠેકાણાં પર દરોડા

ઈન્કમટેક્સ વિભાગની મોટી કાર્યવાહી, સંજય જૈનના 42 ઠેકાણાં પર દરોડા

0
198
  • 2.37 કરોડ રૂપિયા રોકડ અને 2.89 કરોડના ઘરેણાં જપ્ત
  • 17 બેંક લૉકરો પણ મળી આવ્યાં

નવી દિલ્હી: દિલ્હી-હરિયાણા સહિત દેશના વિવિધો રાજ્યોમાં એન્ટ્રી ઑપરેટર સંજય જૈન અને તેના લાભાર્થીઓના 42 ઠેકાણાંઓ પર ઈન્કમટેક્સ વિભાગે એક સાથે દરોડાની (Income Tax Department Raids) કાર્યવાહી કરી છે.

ઈન્કમટેક્સ વિભાગે દિલ્હી-NCR, ઉત્તરાખંડ, હરિયાણા, પંજાબ અને ગોવામાં એન્ટ્રી ઓપરેટર સંજય જૈન અને તેના લાભાર્થીના 42 ઠેકાણાં પર દરોડા (Income Tax Department Raids) પાડ્યાં છે. આ કાર્યવાહીમાં અત્યાર સુધીમાં 2.37 કરોડ રૂપિયા રોકડા અને 2.89 કરોડ રૂપિયાની જ્વેલરી જપ્ત કરવામાં આવી છે. હજુ પણ સર્ચ ઑપરેશન ચાલી જ રહ્યું છે.

સેન્ટ્રલ બોર્ડ ઑફ ડાયરેક્ટ ટેક્સેસન (CBDT)એ કહ્યું કે, થોડા દિવસો પહેલા જ બનાવટી બિલિંગ મારફતે મોટી સંખ્યામાં કેશની હેરાફેરી અને પ્રોડક્શનનું રેકટ ચલાવનારા વ્યક્તિઓના એક મોટા રેકેટનો પર્દાફાશ કર્યો હતો. જેમાં ખોટી રીતે એન્ટ્રી ઓપરેશન અને મનીજનરેશન રેકેટનો ભાંડો ફોડ્યો હતો. જેમના પર કાર્યવાહી (Income Tax Department Raids) કરીને મોટા પ્રમાણમાં રૂપિયા અને જ્વેલરી જપ્ત કરવામાં આવી છે.

આ પણ વાંચો: NIAને મોટી સફળતા, કેરળ ગોલ્ડ સ્મગલિંગ કેસમાં ફરાર આરોપીની ધરપકડ

એજન્સી તરફથી વધુમાં કહેવામાં આવ્યું છે કે, 500 કરોડ રૂપિયાથી વધુની સંપત્તિ ખોટી રીતે જમા કરવાના મહત્વપૂર્ણ દસ્તાવેજો જપ્ત કરવામાં આવ્યાં છે.  2.37 કરોડ રૂપિયા રોકડ સહિત 2.89 કરોડ રૂપિયાની જ્વેલરી જપ્ત (Income Tax Department Raids) કરવામાં આવી છે. આ સિવાય 17 બેંક લોકરોની પણ જાણકારી મળી છે. જેની ગણતરી કરવાની બાકી છે. હાલ આગળની તપાસ ચાલી રહી છે.