Gujarat Exclusive > યુથ > આતંકી ઓ અને સુરક્ષા દળો વચ્ચે બની એન્કાઉન્ટર ની ઘટના

આતંકી ઓ અને સુરક્ષા દળો વચ્ચે બની એન્કાઉન્ટર ની ઘટના

0
2

જમ્મુ કાશ્મીરના શોપિયામાં આજે સવારે આતંકીઓ અને સેના વચ્ચે ના એન્કાઉન્ટરમાં ભારતીય સેનાના બે જવાન શહીદ થયા છે. જેમાં શોપિયા માં આતંકીઓ છુપાયા હોવાની બાતમી મળતા સુરક્ષા દળો સજ્જ થયા હતા છે . અને આતંકીઓ જ્યાં છુપાયા હતા તે વિસ્તારને ઘેરી લેવામાં આવ્યો હતો. ત્યારે આ દરમિયાન આતંકીઓ એ પણ સુરક્ષા દળના જવાનો પર ગોળીબાર કર્યો હતો જેમાં 2 જવાન શહીદ થયા હતા .

ત્યારે ભારતીય સેનાએ પણ બરાબરનો ગોળીબાર કરીને આમાંના 2 આતંકીને ઠાર માર્યા હતા. આ એન્કાઉન્ટર શોપિયાંના જેનપોરાના ચેરમાર્ગ ગામમાં થયું હતું. સુરક્ષા દળો માટે સર્ચ ઓપરેશન હજુ પણ ચાલુ છે. ત્યારે હાલ તો આતંકીઓ કયા સંગઠન સાથે જોડાયેલા છે તે જાણી શકાયું નથી . ત્યારે એન્કાઉન્ટર પૂરું થયા બાદ પછી સુરક્ષા દળો અને સ્થાનિક પોલીસ તેની તપાસ હાથ કરશે. છેલ્લા કેટલાક વર્ષોમાં સુરક્ષાદળોએ આતંકીઓનો સામનો કરવા માટે હાઈટેક ટેક્નોલોજીનો અપનાવી છે.

ત્યારે સુરક્ષા દળો એન્કાઉન્ટર દરમિયાન આતંકવાદીઓ ની ચોક્કસ સ્થિતિ જાણવા અને સર્ચ ઓપરેશન હાથ ધરવા માટે ડ્રોન કેમેરાનો ઉપયોગ કરી રહ્યા છે. આનાથી આતંકીઓ દ્વારા કરવામાં આવેલા ફાયરિંગથી નુકસાન થવાની સંભાવના ઘણી ઓછી થઈ ગઈ છે . ત્યારે શનિવારે થયેલા એન્કાઉન્ટર દરમિયાન પણ સુરક્ષા દળો ડ્રોન કેમેરાની મદદથી સર્ચ ઓપરેશન કરતા જોવા મળ્યા હતા.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat