Gujarat Exclusive > યુથ > મનોરંજન > કેવા સંજોગોમાં CBI કરી શકે છે સુશાંત સિંહ રાજપૂત કેસની તપાસ?

કેવા સંજોગોમાં CBI કરી શકે છે સુશાંત સિંહ રાજપૂત કેસની તપાસ?

0
72
  • સુશાંત સિંહ કેસમાં CBI તપાસને લઈને મહારાષ્ટ્ર સરકાર પર ઉઠ્યા સવાલ

  • મુંબઈ પોલીસ પર મહારાષ્ટ્ર સરકારના ઈશારે કામ કરવાનો આરોપ

નવી દિલ્હી: છેલ્લા 51 દિવસોથી બોલિવૂડ એક્ટર સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput)ના શંકાસ્પદ મોતનું કોકડું હજુય ગુંચવાયેલું જ રહ્યું છે. સુશાંત સિંહે આત્મહત્યા કરી છે કે હત્યા તે મામલે તપાસ ચાલી રહી છે, પરંતુ દરરોજ આ કેસમાં નવા-નવા વળાંકો સામે આવી રહ્યાં છે. મુંબઈ પોલીસની કાર્યવાહી પર સવાલ ઉઠી રહ્યાં છે. મહારાષ્ટ્ર સરકાર પણ આ કેસમાં ક્યાંક કાચુ કાપી રહી છે.

આજ કારણ છે કે હવે CBI તપાસની માંગ પ્રબળ બની રહી છે. આટલું જ નહીં, હવે આ મામલે બે રાજ્યોની સરકારો વચ્ચે પણ મતભેદ ઉભા થઈ રહ્યાં હોય તેવો માહોલ ઉભો થઈ રહ્યો છે.

એવું માનવામાં આવે છે કે, આ કેસમાં કેટલાક સેલેબ્રિટીઝ અને નેતાઓને બચાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. આથી જ મહારાષ્ટ્ર સરકાર CBI તપાસથી બચી રહી હોવાનો આરોપ લાગી રહ્યો છે.

હાલ આ મામલે મુંબઈ પોલીસ અને બિહારની પોલીસ પોતાના સ્તરે તપાસ કરી રહી છે. બિહાર સરકાર તરફથી સ્પષ્ટતા કરી દેવામાં આવી છે કે, તેમને સુશાંત મોત કેસમાં CBIની તપાસ કરાવવામાં કોઈ વાંધો નથી. જો કે મહારાષ્ટ્ર સરકાર CBI તપાસની માંગને ફગાવતી રહી છે.

આ પણ વાંચો: સુશાંતની એકાઉન્ટ ડિટેલ્સ સામે આવી, મેલીવિદ્યા માટે ઉપાડવામાં આવ્યા રૂપિયા!

બિહારના નેતાઓએ તો સ્પષ્ટ કહી દીધુ છે કે, આગામી વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ આ મામલે જનતાને શું જવાબ આપશે? આમ સમગ્ર પ્રકરણ પર નજર નાંખીએ તો, સૌથી વધુ નુક્સાન કોંગ્રેસને જ છે. કારણ કે બિહારની રાજનીતિમાં કોંગ્રેસની હાલત પહેલાથી જ કફોડી છે.

બીજી તરફ સુશાંત કેસની CBI તપાસના નામે રાજકારણ શરૂ થઈ ગયું છે. આ મામલે CBI તપાસની માંગ સંદર્ભે એક અરજી પર સુપ્રીમ કોર્ટ કહી ચૂકી છે કે, કેસની CBI તપાસ કરવી જરૂરી નથી. જો કે સુપ્રીમ કોર્ટે સુનાવણી દરમિયાન કહ્યું હતું કે, જો અરજકર્તા બોમ્બે હાઈકોર્ટમાં અરજી કરીને માંગ કરી શકે છે કે, આ કેસની તપાસ CBI કરે. હવે જો હાઈકોર્ટ આદેશ આપે છે તે, સુશાંત કેસની તપાસ CBIને સોંપવામાં આવી શકે છે.

કેન્દ્રીય મંત્રીઓએ CBI તપાસ માટે ભલામણ કરી
આ કેસમાં હવે મોદી સરકારમાં બિહારથી કેન્દ્રીય મંત્રી આરકે સિંહ અને ભાજપના રાજ્યસભા સાંસદ સુબ્રમણ્યમ સ્વામી સહિત અનેક હસ્તિઓએ સુશાંતના મોત પાછળ ષડયંત્ર હોવાનું જણાવ્યું છે.

બીજી તરફ એવું કહેવામાં આવી રહ્યું છે કે, પોલીસ આ તપાસને ગેરમાર્ગે દોરીને સચ્ચાઈ છૂપાવવાનો પ્રયત્ન કરી રહી છે. જ્યારે મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો, સુશાંતની બહેન પણ CBI તપાસની માંગ કરી ચૂકી છે. હવે એ પણ જાણી લઈએ કે, કેવા સંજોગોમાં આ કેસની તપાસ CBI પાસે જઈ શકે છે.

કોઈ પણ કેસમાં CBI તપાસ માટે જરૂરી છે કે, જે-તે રાજ્યની સરકાર તેનાથી સહમત હોય. આવું એટલા માટે કે, CBI તપાસ માટે સબંધિત રાજ્ય સરકારને એક આવેદન આપવાનું રહે છે. રાજ્યની અરજી પર કેન્દ્ર સરકાર CBI તપાસની મંજૂરી આપે છે.

આ સિવાય મંજૂરી પહેલા કેન્દ્ર સરકાર આ કેસમાં CBIનો પક્ષ જાણે છે. બીજું સુપ્રીમ કોર્ટ કે હાઈકોર્ટ કોઈ પણ કેસમાં CBI તપાસ માટે આદેશ આપી શકે છે. જે બાદ જ CBI સુશાંત કેસની તપાસ પોતાના હાથમાં લઈ શકે છે. જો કે તપાસ માટે સબંધિત રાજ્ય CBI તપાસ માટે રાજી હોવી જરૂરી છે.

હાલ સુશાંત કેસમાં મહારાષ્ટ્ર અને બિહાર પોલીસ તપાસ કરી રહી છે. આથી બન્નેની મંજૂરી લેવી જરૂરી છે. જે બાદ કેન્દ્ર સરકાર CBI તપાસ માટે આદેશ આપી શકે છે.

જ્યાં સુધી DSPE એક્ટ અંતર્ગત CBI એવી બાબતોમાં કેસની તપાસ સુઓમોટો અધિકારનો ઉપયોગ કરી શકે છે, જો કેસ કેન્દ્ર શાસિત પ્રદેશ સાથે સંકળાયેલો હોય.