Gujarat Exclusive > યુથ > મનોરંજન > સંજોગઃ Sushantના નામમાં છુપાયેલું છે, તેની માતાનું નામ, બોલો શું છે?

સંજોગઃ Sushantના નામમાં છુપાયેલું છે, તેની માતાનું નામ, બોલો શું છે?

0
477

એક ફેને પુછતા અભિનેતાએ તેનો ખુલાસો કર્યો હતો

માનું 2002માં નિધન સુશાંત માટે સૌથી દુઃખદ ક્ષણ હતી

મુંબઇઃ સુશાંત સિંહ રાજપુત પોતાની સ્વર્ગીય માતાને બહુ પ્રેમ કરતા હતા. જેના લીધે તેનો પોતાનનું નામ પણ બહુ વહાલુ હતું. તેની પાછળનું કારણ એ હતું કે સુશાંતના નામમાં જ તેની માતાનું નામ છુપાયેલું છે. આ વાતનો ખુલાસો સુશાંત સોશિયલ મીડિયા પર એક ફેનના સવાલના જવાબમાં કર્યો હતો. જેનો સ્ક્રિનશોટ હવે વાયરલ થઇ રહ્યો છે.
વાસ્તવમાં એ પ્રસંશકે સુશાંતને તેના નામનો અર્થ પુછ્યો હતો. જેના જવાબમાં સુશાંતે જણાવ્યું હતું કે તેનો મતલબ “કંઇ પણથી લઇ બધુ જ થઇ શકે છે. પરંતુ સૌથી સારી વાત એ છે કે આ મારા નામના મધ્યમાં એટલે હૃદયમાં મારી માનું નામ ઉષા (sUSHAnt) આવે છે. કેટલી અદભૂત વાત છે, નઇ.”

છેલ્લી ઇન્સ્ટા પોસ્ટમાં સુશાંત માને યાદ કર્યા હતા

સુશાંતે 14 જૂનના રોજ મુંબઇમાં પોતાના ફ્લેટમાં ફાસી લગાવી આત્મહત્યા કરી લીધી હતી. તેના 11 દિવસ પહેલાં જ 3 જૂને સુશાંતે પોતાની ઇન્સ્ટાગ્રામની છેલ્લી પોસ્ટ શેર કરી હતી. જેમાં સુશાંતે માની સાથેનો ફોટો શેર કરી લખ્યું હતું કે “ધુંધલા અતીત આંસુઓ કે સ્વરુપ મેં બાષ્પ બન કરી ઉડ રહા હૈ, મુસ્કરાહટ કો ઉકેરતે અસીમિત સપને ઔર જિંદગી કે ઠિકાના નહીં, દોનો કે બીચ સામંજસ્ય કર રહા હૈ| માં” (એટલે ધુંધળુ અતીત અશ્રુઓના સ્વરુપો વરાળ બનીને ઊડી રહ્યું છે, સ્મિતને ઉજાગર કરતા અસીમિત સપના અને જીવનનું ઠેકાણું નથી, બંનેની વચ્ચે સામંજસ્ય કરી રહ્યો છે. મા.

 

આ પણ વાંચોઃ સુશાંત સિંહ કેસની તપાસ SITને સોંપવાની માંગ, BJP સાંસદનો અમિત શાહને પત્ર

માના નિધનનું ભયાનક અહેસાસ હતો

સુશાંતની માનું વર્ષ 2002માં નિધન થઇ ગયું હતું. જાન્યુઆરી 2016માં આપેલા એક ઇન્ટરવ્યૂમાં સુશાંતે જણાવ્યું હતું કે પોતાના જીવનની તે સૌથી દુઃખદ ક્ષણ હતી. તેણે કહ્યું હતું કે “તે એક ભયાનક અહેસાસ હતો, જે હજુ પણ ડરાવે છે. પરિવારમાં કોઇના અવસાનનો તે મારો પ્રથમ સામનો હતો. જ્યારે આવી બાબતો થાય છે તો તમે દરેક વસ્તુ ક્ષણભરની હોવાની જાણ થાય છે. આ ઘટનાએ મારી અંદર ઘણો બદલાવ કર્યો. હું એ વ્યક્તિ નથી જે તેમના નિધન પહેલાં હતો.”