ગુજરાતમાં કોરોના વાયરસના કેસો ફરી એકવાર વધતા તંત્રની ઉંઘ હરામ થઈ છે. છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 53 પોઝિટિવ કેસ સામે આવ્યા છે અને 53 દર્દીઓ સાજા થઈ પોતાના ઘરે પરત ફર્યા છે. તો રાહતના સમાચાર એ છે કે આજે એક પણ દર્દીનું કોરોના વાયરસના કારણે મોત થયું નથી.
રાજયમાં હાલ 555 એક્ટિવ કેસ છે. જેમાંથી 5 દર્દીઓ વેન્ટિલેટર પર છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં 817644 લોકો કોરોના સામે જંગ જીતી પોતાના ઘરે પરત ફર્યા છે. રાજ્યમાં કોરોનાને લીધે 10100 લોકોના અત્યાર સુધી નિધન થયા છે. રાજ્યનો રિકવરી રેટ 98.71 ટકા છે.
ગુજરાતમાં કોરોના વાયરસની જિલ્લાવાર સ્થિતિ જોઈએ તો, વડોદરામાં 13 કેસ, અમદાવાદમાં 8 કેસ, રાજકોટમાં 7 કેસ, સુરતમાં 6 કેસ, નવસારીમાં 4 કેસ, કચ્છમાં 3 કેસ, આણંદમાં 2 કેસ, જામનગર અને જામનગર શહેરમાં 2 કેસ, ભરૂચ, ભાવનગર, ખેડા, પંચમહાલ, રાજકોટ અને વલસાદમાં એક-એક કેસ નોંધાયો છે.