Gujarat Exclusive > દેશ-વિદેશ > પાછલા 24 કલાકમાં કોરોનાના 10,064 નવા કેસ નોંધાયા, 137 લોકોના મોત

પાછલા 24 કલાકમાં કોરોનાના 10,064 નવા કેસ નોંધાયા, 137 લોકોના મોત

0
49

સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર પાછલા ચોવીસ કલાકમાં ભારતમાં કોરોના વાયરસ સંક્રમણના 10,064 નવા કેસ નોંધવામાં આવ્યા છે, જ્યારે 137 લોકોના મોત થયા છે.

સ્વાસ્થ્ય મંત્રાલયનું કહેવું છે કે, આની સાથે જ દેશમાં કોરોના સંક્રમિતોની કુલ સંખ્યા હવે 1,05,81,837 થઈ ગઈ છે અને દેશમાં વર્તમાનમાં કોરોનાના 2,00,528 એક્ટિવ કેસ છે.

જ્યારે સ્વાસ્થ્ય મંત્રી ડોક્ટર હર્ષ વર્ધને જાણકારી આપી છે કે, કોરોના રસીકરણના ત્રીજા દિવસ દેશમાં કુલ 1,48,266 લોકોને રસી લગાવવામાં આવી છે.

આની સાથે જ દેશમાં કોવિડ-19 રસીકરણ અભિયાનન હેઠળ 18 જાન્યુઆરીની સાંજે પાંચ વાગ્યા સુધી 3,81,305ને રસી લગાવી દીધી છે.