Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > આગામી દિવસો અમદાવાદ માટે રહેશે ભંયકર, વિજય નહેરા કરી આગાહી

આગામી દિવસો અમદાવાદ માટે રહેશે ભંયકર, વિજય નહેરા કરી આગાહી

0
5695

અમદાવાદ શહેરમાં કોરોના વાયરસનો કહેર ખુબ જ ઝડપથી વધી રહ્યો છે, જેના કારણે સરકારની ચિંતામાં પણ વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે આજ રોજ AMC કમિશનર વિજય નેહરાએ જણાવ્યું છે કે શહેરમાં પરિસ્થિતિ વધારે ભયાનક થાય તેવી આંશકા પણ જોવા મળી રહી છે અને આ મહામારી સામે લડવા માટે પ્રજાએ પોલીસ અને તંત્રનો સાથ આપવો પડશે.

વિજય નેહરાએ વ્યક્ત કરેલી આશંકા પ્રમાણે ગુજરાતમાં કોરોના પોઝિટિવ કેસમાં આગામી 4-5 દિવસ રોજ 100 કેસ વધશે. તેમણે જણાવ્યું છે કે વધી રહેલા ટેસ્ટિંગને કારણે કેસ વધી રહ્યાં છે. ગઈકાલે 1247 ટેસ્ટ થયા છે. આ ઉપરાંત શહેર ના ગુલબાઈ ટેકરા અને વાડજના રામાપીરના ટેકરા માં સૌથી મોટું સ્ક્રિનિંગ અભિયાન ચલાવવામાં આવશે.

ગુજરાતમાં કોરોનાને લઈને સ્થિતિ દિવસેને દિવસે વણસી રહી છે. કોરોનાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે, સાથે જ નવા વિસ્તારોમાં પણ કોરોનાનુ સંક્રમણ વધી રહ્યું છે. લેટેસ્ટ આંકડા મુજબ, આજે ગુજરાતમાં એકસાથે કુલ 105 નવા કેસ આવ્યા છે. આ સાથે જ ગુજરાતમાં કોરોના પોઝિટિવ કેસોનો આંકડો 871 પર પહોંચી ગયો છે. નવા કેસોમાં અમદાવાદ બાદ સુરતનો આંકડો મોટો છે. અમદાવાદમાં 42 નવા કેસ તો સુરતમાં એકસાથે 35 નવા કેસ ઉમેરાયા છે.

રુપાણી સરકારે 20 એપ્રિલ બાદ આ ધંધાઓ શરુ કરવાની આપી મંજૂરી, જાણો કોણ કોણ કામ પર જઇ શકશે?