Gujarat Exclusive > ગુજરાત > દક્ષિણ ગુજરાત > સુરતમાં કોરોનાના કેર વચ્ચે ‘આરોગ્ય મંત્રી ખોવાયા છે’ના પોસ્ટરો લાગ્યા

સુરતમાં કોરોનાના કેર વચ્ચે ‘આરોગ્ય મંત્રી ખોવાયા છે’ના પોસ્ટરો લાગ્યા

0
510
  • આમ આદમી પાર્ટીએ લગાવ્યા પોસ્ટરો

  • ખોવાયેલા આરોગ્ય મંત્રીને સિવિલ હોસ્પિટલ પહોંચાડવા વિનંતી કરાઈ

સુરત: ગુજરાતમાં કોરોના વાઈરસ કાળો કેર વર્તાવી રહ્યો છે. દરરોજ કોરોના સંક્રમિતોની સંખ્યામાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. ગુજરાતમાં અમદાવદ બાદ સુરતમાં કોરોનાનો વિસ્ફોટ થઈ રહ્યો છે, ત્યારે “ડાયમન્ડ સિટી”ના અનેક વિસ્તારોમાં રાજ્યના ‘આરોગ્યમંત્રી ખોવાયા છે’ ના પોસ્ટરો આમ આદમી પાર્ટીએ લગાવ્યા છે.

સુરતમાં કોરોના વાયરસના કેસો દિવસે ને દિવસે વધી રહ્યા છે, ત્યારે રાજ્યના આરોગ્ય મંત્રી કુમાર કાનાણી અત્યાર સુધી ક્યાંય નથી દેખાયા. હવે આ મુદ્દાને લઈને આમ આદમી પાર્ટીએ કુમાર કાનાણીના પોસ્ટરો સુરતના વરાછા અને સરથાણા વિસ્તારમાં લગાવ્યા છે. આ પોસ્ટરોમાં લખ્યુ છે કે, “આરોગ્ય મંત્રી ખોવાયા છે… જે કોઈને મળે તે સુરત સિવિલ પહોંચાડવા વિનંતી.”

આ પણ વાંચો: સુરતમાં કોવિડ હોસ્પિટલમાં વધારાના 600 બેડ નંખાશેઃ જયંતિ રવિ

ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં હવે અમદાવાદ બાદ સુરતમાં કોરોનાના કેસોમાં ધરખમ વધારો નોંધાયો છે. છેલ્લા 24 કલાકની વાત કરીએ તો, સુરતમાં કોરોનાના 227 કેસ નોંધાયા છે જ્યારે અમદાવાદમાં આ જ ગાળામાં નવા 211 કેસ નોંધાયા છે. સુરતમાં અત્યાર સુધી 5257 કેસ નોંધાયા છે, જ્યારે 167 લોકોના મોત કોરોનાના કારણે થયા છે.