પૂણે: સોલાપુરના બોરગામ બારશી ગામના ખેડૂત રાજેન્દ્ર તુકારામ ચવ્હાણે 500 કિલો ડુંગળી માર્કેટ યાર્ડમાં વેચી હતી. ગાડી ભાડુ અને મજૂરીના પૈસા કાપ્યા બાદ તેણે માત્ર 2 રૂપિયા મળ્યા હતા. આ સાથે જ તેને જે ચેક મળ્યો તેની પર તારીખ પણ 8 માર્ચ 2023 લખેલી છે.
Advertisement
Advertisement
ડુંગળી વેચવા માટે 70 KM દૂર ગયો હતો
રાજેન્દ્ર તુકારામ ચવ્હાણ 512 કિલોગ્રામ ડુંગળી વેચવા માટે 70 કિલોમીટર દૂર સોલાપુર APMCમાં પહોચ્યો હતો. જ્યા તેને ડુંગળીની ઘટતી કિંમતને કારણે માત્ર 1 રૂપિયા પ્રતિ કિલોના હિસાબથી વેચવી પડી હતી. APMC વેપારીએ 512 રૂપિયાના કુલ રકમમાંથી 509.50 રૂપિયા મુસાફરીનું ભાડુ, હેડ-લોડિંગ અને વજન ભાડુ વગેરેમાં કાપી લીધા હતા. તે પછી ખેડૂતને માત્ર 2.49 રૂપિયા રહ્યુ હતુ અને તેણે 2 રૂપિયાનો પોસ્ટ-ડેટેડ ચેક પણ આપવામાં આવ્યો હતો, જેની ચુકવણી ખેડૂત 15 દિવસ પછી કરી શકે છે. 49 પૈસાની બાકી રકમ ચેકમાં બતાવવામાં આવી નથી, કારણ કે બેન્કની લેવડ દેવડ ખાસ કરીને રાઉન્ડ ફિગરમાં થાય છે. હવે બાકી રહેલી રકમ ખેડૂતે સીધા વેપારી પાસેથી લેવી પડશે.
2 રૂપિયા માટે આપ્યો પોસ્ટડેટેડ ચેક
બંપર પાકને કારણે દેશના સૌથી મોટા ડુંગળી ઉત્પાદન કરનારા વિસ્તાર મહારાષ્ટ્રમાં ઘટી ગયા છે. ખેડૂત તુકારામનું કહેવુ છે કે ગત વર્ષે 2022માં ભાવ સારો હતો, તો તેમણે 20 રૂપિયા કિલો ડુંગળી વેચી હતી. તુકારામને 2 રૂપિયા માટે પોસ્ટ ડેટેડ ચેક જાહેર કરવા પાછળનું કારણ પણ જણાવ્યું છે.
સોલાપુર APMCના વેપારીનું કહેવુ છે કે હવે પુરી પ્રક્રિયા કોમ્પ્યુટરાઇઝ થઇ ગઇ છે. જેને કારણે ચેક જાહેર કરવો પડ્યો છે. જોકે, આ વખતે તુકારામ જે ડુંગળી લાવ્યા હતા તેની ગુણવત્તા ખરાબ હતી, જ્યારે તે ઉચ્ચ ગુણવત્તા ધરાવતી ડુંગળી લાવ્યા હતા ત્યારે તેનો ભાવ 18 રૂપિયા કિલોએ મળ્યો હતો. ખેડૂતોને સારી ગુણવત્તા માટે માત્ર 25 ટકા પાકમાં મળે છે. આશરે 30 ટકા પાક મધ્યમ ગુણવત્તા ધરાવતા હોય છે. બાકીના નિમ્ન સ્તરના રહી જાય છે.
Advertisement