Gujarat Exclusive > ગુજરાત > દક્ષિણ ગુજરાત > નર્મદા જિલ્લાના તિલકવાડાના પીછીપુરા ગામે 3 તળાવ ફાટ્યા, 81 લોકોનું સ્થળાંતર

નર્મદા જિલ્લાના તિલકવાડાના પીછીપુરા ગામે 3 તળાવ ફાટ્યા, 81 લોકોનું સ્થળાંતર

0
524

રાજપીપળા: નર્મદા જિલ્લામાં છેલ્લા ઘણા દિવસોથી ધોધમાર વર્ષી રહ્યો છે. જિલ્લાના તિલકવાડા વિસ્તારમાં પણ બે દિવસ પહેલા જ 6 ઈંચ વરસાદ ખાબકતા પીછીપુરા ગામે 3 તળાવો ભરાઈને ઉભરાયા હતા અને અંતે એ ત્રણેય તળાવો ફાટ્યા હતા.

એ તળાવોના પાણી આજુ-બાજુના ઘરોમાં 15થી વધુ પરિવારોને ઘરોમાં ભરાઈ જતા ઘર વખરી,અનાજ સહિતની વસ્તુ બગડી ગઈ હતી. સાથે સાથે 1 બળદ સહીત 7 બકરા તણાયા હજુ લાપતા છે. જેમાં એક બળદનું મોત થયું હતું. આ ઘટનાની જાણ થતા જ તિલકવાડા ટીડીઓ અને મામલતદાર ઓફિસની ટીમ સહિત તલાટી ઘટનાસ્થળ પર દોડી આવ્યા હતાં.

દરમિયાન એ ગામના 81 અસરગ્રસ્ત લોકોનું સ્થળાંતર કરાવવામાં આવ્યું હતું. એમને ગામની સુરક્ષિત જગ્યાએ ખસેડી તેમના ભોજન, ચા-નાસ્તા સહિતની વ્યવસ્થા ગરુડેશ્વર તાલુકા વિકાસ અધિકારી અને મામલતદાર દ્વારા કરવામાં આવી રહી છે. સ્થાનિક ભાજપ કોંગ્રેસના આગેવાનો પણ ઘટના સ્થળે દોડી ગયા હતા. ગામના તળાવો આજે ગામલોકો માટે આફત બની ગયા ત્યારે ભારે વરસાદને કારણે લોકોમાં ભય છે.

વહીવટી તંત્ર દ્વારા નુકસાનીનો સર્વે કરી એહવાલ તૈયાર કરાઈ રહ્યો છે. હાલ અસરગ્રસ્ત ગ્રામજનોને તાત્કાલિક કેશડોલ આપવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. આ સાથે અન્ય સહાય પણ ગામોમાં પહોંચાડવામાં આવશે. આ ઘટનામાં એક બળદનું મોત થયું છે અને અન્ય એક બળદ સાથે 7 જેટલા બકરાઓ પણ તણાઈ ગયા છે. એમનો કોઈ પત્તો જડ્યો નથી. જોકે, પશુઓની પણ સહાય મળે એવી માંગ સ્થાનિકો કરી રહ્યા છે.

નર્મદા અને ગીર સોમનાથની “હોમ સ્ટે ટુરિઝમ” પાયલોટ પ્રોજેકટ તરીકે પસંદગી