ખેડા જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં સાત પોલીસ સ્ટેશનમાં દેશી દારૂ ઝડપાયો છે . આ બનાવમાં જિલ્લામાં આવેલ 6 પોલીસ સ્ટેશનમાં સ્થાનિક પોલીસે જ્યારે એક કેસ જિલ્લા ક્રાઇમ બ્રાન્ચની ટીમે કર્યો છે . જિલ્લામાં આવેલ કુલ પોલીસ સ્ટેશનમાંથી સાત પોલીસ સ્ટેશનમાં કુલ 10 વિરુધ્ધ ફરિયાદ નોંધાઇ છે . પોલીસે હજારોના મુદ્દામાલ સાથે કુલ 43 લીટર દેશી દારૂ ઝડપી પાડયો છે . ખેડા જિલ્લામાં છેલ્લા ચોવીસ કલાકમાં કુલ -21 મુખ્ય પોલીસ સ્ટેશનોમાંથી જિલ્લાના સાત જેટલા પોલીસ મથકોમાં દેશી દારૂના કેસો નોધાયા છે .
આ બનાવમાં દેશી દારૂના કુલ 10 કેસો કરવામાં આવ્યા છે . જેમાં દસ વ્યક્તિઓને 2 થી 14 લીટર દેશી દારૂ સાથે ઝડપી પાડવામાં આવ્યા છે . જેમાં 6 મહિલા અને 4 પુરુષો મળી કુલ 10 વ્યક્તિઓ વિરુધ્ધ ફરિયાદ નોંધાઇ છે . દશેય બનાવમાં પોલીસ ટીમ દ્વારા બાતમી આધારે રેડ કરી કાર્યવાહી કરવામાં આવી છે . પોલીસ ટીમે 10 વ્યક્તિઓને કુલ 43 લીટર દેશી દારૂ કિ રૂ 860 નો મૂદ્દામાલ જપ્ત કર્યો છે .
જિલ્લામાં દેશી – વિદેશી દારૂની બંદગી ડામવા માટે પોલીસ ટીમ દ્વારા સતત પેટ્રોલિંગ કરી કાર્યવાહી કરવામાં આવી રહી છે . જિલ્લામાં ખાનગી રાહે દેશી દારૂનો વેપલો કરતા ઇસમો સામે પોલીસ ટીમે લાલ આંખ કરી છે . આ ઉપરાંત જિલ્લાના અન્ય એજન્સીઓ દ્વારા પણ રેડ કરી દેશી વિદેશી દારૂ ઝડપી પાડવામાં આવતો હોય છે .