Gujarat Exclusive > દેશ-વિદેશ > કાશ્મીર: ફોન માટે લાગી લાંબી લાઇન, 2 મિનિટ વાત માટે 2 કલાકની જોવી પડે છે રાહ

કાશ્મીર: ફોન માટે લાગી લાંબી લાઇન, 2 મિનિટ વાત માટે 2 કલાકની જોવી પડે છે રાહ

0
1708

કાશ્મીરમાં ફોન પર ખાલી બે મિનિટ વાત કરવા માટે લોકોએ લગભગ 2 કલાક સુધી લાઈનમાં ઉભા રહેવું પડે છે. કાશ્મીરના ડેપ્યુટી કમિશનર (DC)કાર્યાલયની બહાર લાઈનમાં ઉભેલા કાશ્મીરીઓને હાલની સ્થિતીનો સામનો કરવો પડી રહ્યો છે.

જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370ને ખતમ કરવા અને રાજ્યના બે કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મૂ-કાશ્મીર અને લદ્દાખને વિભાજિત કરવા માટે કેન્દ્રની જાહેરાતને લઈને પાંચ ઓગસ્ટથી કાશ્મીરની ઘાટીઓમાં ઈન્ટરનેટ અને સંચાર વ્યવસ્થા બંધ છે. કેબલ નેટવર્ક પર ન્યૂઝ ચેનલો પણ બંધ કરી દેવામાં આવી છે. એક અઠવાડિયાથી ફોન અને ઇન્ટરનેટ સેવાઓ બંધ છે જેને કારણે લોકોમાં હતાશા વધી રહી છે.

ડેપ્યુટી કમિશનર કચેરીમાં સામાન્ય લોકો માટે સરકાર દ્વારા આપવામાં આવેલી ફોન લાઈન પર વાતો કરવા માટે મારૂફા ભટને બે કલાક સુધી રાહ જોવી પડી હતી. પરંતુ પોતાની ભાવનાઓને કાબૂ કર્યા બાદ દિલ્હીમાં તેની બહેન સાથે વાત કરી શકી હતી.

તેણે ફોન પર કહ્યું ‘‘હૈલો શું તમે ઠીક છો’’? ત્યાર બાદ તે ખૂબ રડવા લાગી હતી.

પરિવારમાં કોઈનું મૃત્ય થવું, બિઝનેસની લેવડ-દેવડ અને પરીક્ષાઓ..ફોન કરીને આવી ઘણી જરૂરતો રહે છે.ઘાટીમાં કરર્ફ્યુ જેવી સ્થિતિ નવમા દિવસે પણ યથાવત છે અને ત્યાના લોકો હાલાકીનો સામનો કરી રહ્યાં છે.

લિયાકત શાહ નામના એક વ્યાપારીએ કહ્યું કે મોબાઈલને કારણે યુવાઓ વ્યસ્ત રહેશે. તે ઈન્ટરનેટનો ઉપયોગ કરશે અને જાણશે દેશ-દુનિયામાં શુ ચાલી રહ્યું છે. તે લુધિયાણા સ્થિત પોતાના જથ્થાબંધ વેપારીઓને ચામડાની વસ્તુઓનો પુરવઠાને રોકવા માટે ફોન કરવા માટે રાહ જોઈ રહ્યા હતાં.

સુરક્ષા અધિકારીઓએ જણાવ્યું કે સાવચેતી ઉપાય હેઠળ સંચાર સંપર્ક બંધ કરવો પડ્યો છે.જોકે કેટલાક અધિકારી સ્વીકાર કરી રહ્યા છે કે, ફોન લાઈનો બંધ રહેવાથી જનજીવન ખરાબ રીતે પ્રભાવિત થયું છે.

રાજ્ય પ્રશાસને રવિવારે કહ્યું હતું કે, 300 પબ્લિક બૂથ શરૂ કરવામાં આવ્યુ છે પરંતુ લોકોનું કહેવું છે કે, આ વાતની તેને જાણ નથી.

એક પરીક્ષાનું ફોર્મ ભરવા માટે ચંડીગઢ સ્થિત પોતાના એક સંબંઘી સાથે વાત કરવા ઈચ્છતો હતો. અરસલાન વાનીએ કહ્યું કે,’મને મારા મોબાઈલ ફોનની રીંગ વાગવાના સપના આવે છે.’

જમ્મુ કાશ્મીરમાંથી જે રીતે કલમ 370 હટાવવામાં આવી તે ગેરબંધારણીય છે- પ્રિયંકા ગાંધી