Gujarat Exclusive > દેશ-વિદેશ > ભારતમાં ઓમિક્રોનના કેસ 400 પાર, કેન્દ્ર એલર્ટ-10 રાજ્યોમાં મોકલવામાં આવશે ટીમ

ભારતમાં ઓમિક્રોનના કેસ 400 પાર, કેન્દ્ર એલર્ટ-10 રાજ્યોમાં મોકલવામાં આવશે ટીમ

0
2

ઓમિક્રોન વેરિઅન્ટના વધતા જતા કેસોએ ચિંતા વધારી છે. દેશના 17 રાજ્યોમાં ઓમિક્રોનના 415 દર્દીઓ સામે આવી ચૂક્યા છે. આ નવા સંકટનો દિલ્હી, મહારાષ્ટ્ર અને ગુજરાતમાં સૌથી વધુ જોખમમાં છે.

ઓમિક્રોનના વધતા જતા કેસોને કારણે ક્રિસમસ અને નવા વર્ષની ઉજવણી પર પણ રોક લગાવવામાં આવી છે. આ સાથે જ રાજ્યોમાં નાઇટ કર્ફ્યુનો સમય પાછો ફર્યો છે. ઓમિક્રોનની સાથે કોરોનાએ પણ જોર પકડ્યું છે. તેથી, દેશભરમાં કોરોનાના કુલ કેસ વધીને 77032 થઈ ગયા છે.

ઓમિક્રોનના વધતા જોખમને ધ્યાનમાં રાખીને સરકાર રસીકરણ પર ભાર આપી રહી છે. તેથી કેન્દ્ર સરકારે આવા 10 રાજ્યોની યાદી બનાવી છે જ્યાં કોવિડ રસીકરણની ગતિ ઘણી ધીમી છે. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર હવે કેન્દ્ર દ્વારા આવા રાજ્યોમાં એક ટીમ મોકલવામાં આવશે. કારણ કે આ રાજ્યોમાં રસીકરણ સામે કોરોનાના વધુ કેસ છે. કેરળ, મહારાષ્ટ્ર, તમિલનાડુ, પશ્ચિમ બંગાળ, મિઝોરમ, કર્ણાટક, બિહાર, ઉત્તર પ્રદેશ, ઝારખંડ અને પંજાબમાં ટીમો મોકલવામાં આવશે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat