Gujarat Exclusive > The Exclusive > ચિંતાજનક: ભારતમાં કોરોના સંક્રમણના એક્ટિવ કેસ ઈટલી-સ્પેન કરતાં પણ વધુ

ચિંતાજનક: ભારતમાં કોરોના સંક્રમણના એક્ટિવ કેસ ઈટલી-સ્પેન કરતાં પણ વધુ

0
886

નવી દિલ્હી: ભારતમાં કોરોના વાઈરસ સંક્રમણના સક્રિય દર્દીઓની સંખ્યા ઈટલી-સ્પેનથી પણ આગળ વધી ગઈ છે. દેશમાં ગુરૂવારે સક્રિય દર્દીઓની સંખ્યા 63,624 પર પહોંચી હતી, જ્યારે ઈટલીમાં 62,752 અને સ્પેનમાં 54,768 કોરોનાના એક્ટિવ કેસો છે. જ્યારે આ સાથે જ એક્ટિવ કેસોની યાદીમાં ભારત પાંચમા નંબરે પહોંચી ગયું છે.

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા ગુરૂવારે રજૂ કરવામાં આવેલા આંકડા પ્રમાણે, દેશમાં વિતેલા છેલ્લા 24 કલાકમાં 5609 કોરોના પોઝિટિવ કેસો સામે આવ્યા છે. જ્યારે આજ સમયગાળામાં 132 લોકોના મોત નોંધાયા છે. આ સાથે જ દેશમાં કોરોના વાઈરસના અત્યાર સુધી કુલ 1,12,359 કેસો સામે આવી ચૂક્યાં છે. જ્યારે અત્યાર સુધી કુલ 3445 લોકો કોરોનાના કારણે મોતને ભેટ્યા છે. આ સિવાય કોરોનાને હરાવીને સ્વસ્થ થઈ જનારા દર્દીઓની સંખ્યા 45,300 થઈ ગઈ છે.

મહારાષ્ટ્ર-ગુજરાતમાં સ્થિતિ ચિંતાજનક
મંત્રાલય મુજબ, ગુજરાત અને મહારાષ્ટ્રમાં સ્થિતિ વધુ ચિંતાજનક છે. બન્ને રાજ્યોમાં મળીને કુલ 2 હજારથી વધુ લોકોના મોત થઈ ચૂક્યા છે. જેમા મહારાષ્ટ્રમાં 1,390 અને ગુજરાતમાં 749 મરણ નોંધાયા છે.

40.3 ટકા દર્દીઓ સ્વસ્થ થયા
ભારત માટે એક સારા સમાચાર એ પણ છે કે, અત્યાર સુધી લગભગ 40.3 ટકા દર્દીઓ સ્વસ્થ થઈ ચૂક્યા છે. દેશમાં હાલ 63,624 દર્દીઓની સારવાર ચાલી રહી છે. જ્યારે 45,299 સંક્રમિત દર્દીઓ સ્વસ્થ થઈ ચૂક્યા છે. મંત્રાલય મુજબ, 70 ટકાથી વધારે મોતને ભેટેલા દર્દીઓ અન્ય કોઈ બીમારીથી પીડિત હતા.

દિલ્હીમાં સતત 500થી વધુ કોરોના સંક્રમિતોની સંખ્યા સામે આવી
દિલ્હીમાં ગુરૂવારે સતત ત્રીજા દિવસે 500થી વધુ કોરોના સંક્રમણના કેસો સામે આવ્યા છે. ગુરૂવારે એક જ દિવસમાં કોરોના સંક્રમણના 571 કેસ મળી આવ્યા છે. જે અત્યાર સુધીમાં એક દિવસના સૌથી વધુ કેસો હોવાનો રેકોર્ડ છે. દિલ્હીમાં કુલ સંક્રમિતોની સંખ્યા 11,659 થઈ ગઈ છે.

કોરોના વાયરસના કારણે વર્તમાન સ્થિતિમાં તમારા સુધી ન્યૂઝ પેપર પહોંચી રહ્યાં નથીતેવામાં દેશ-દુનિયાના અને ખાસ કરીને ગુજરાતના સમાચારો માટે તમે ગુજરાત એક્સક્લૂઝિવના ફેસબુક પેજને લાઈક કરી શકો છો અથવા વોટ્સએપ-ટેલિગ્રામ અને ટ્વિટર પર અમારા સાથે જોડાઇ શકો છો.

વિદ્યાર્થીઓને મોટી રાહત, UGCએ એકસાથે બે ડિગ્રી કોર્સ કરવાના પ્રસ્તાવને આપી મંજૂરી