Gujarat Exclusive > ગુજરાત એક્સક્લૂઝિવ > ગુજરાતમાં માત્ર 3.6 ટકા બાળકોને જ મળે છે પોષણયુક્ત આહાર, દેશભરનો આંકડો 7 ટકા

ગુજરાતમાં માત્ર 3.6 ટકા બાળકોને જ મળે છે પોષણયુક્ત આહાર, દેશભરનો આંકડો 7 ટકા

0
264

ભારતમાં બે વર્ષથી ઓછા ઉંમરના બાળકોને તેમના ઉંમર અનુસાર ન્યૂનત્તમ આહાર મળી રહ્યો નથી.

સ્વાસ્થ્ય મંત્રાલયની પ્રથમ વ્યાપાક રાષ્ટ્રીય પોષણ સર્વેક્ષણ (સીએનએનએસ)થી આંકડા સામે આવ્યા છે કે, ભારતમાં બે વર્ષથી નાની ઉંમરના માત્ર 6.4 ટકા બાળકોને જ પોષણયુક્ત ન્યૂનતમ આહાર મળી રહ્યો છે.

આ ગુણોત્તર અલગ-અલગ રાજ્યોમાં વ્યાપક રૂપથી અલગ છે. આંધ્ર પ્રદેશમાં આ 1.3 ટકા છે તો સિક્કીમમાં આ 35.9 ટકા છે.

તમને જણાવી દઇએ કે, આ આંકડો માત્ર આર્થિક રૂપથી નબળા લોકોના જ નથી.

અન્ય રાજ્યોની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં 2.2 ટકા, ગુજરાત, તેલંગાના અને કર્ણાટકમાં 3.6 ટકા અને તમિલનાડૂમાં 4.2 ટકા સાથે આ ગુણોત્તર પર ખુબ જ પાછળ રહી ગયા છે. જોકે, આ રાજ્યોને વિકસિત માનવામાં આવે છે. બીજી તરફ ઓડિશા, છત્તીસગઢ, ઝારખંડ અને આસામ જેવા રાજ્યો દેશના સરેરાશ સારી સ્થિતિમાં છે. જોકે, આ રાજ્યોને પછાત રાજ્યોના રૂપમાં દેખવામાં આવે છે.

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયનું સર્વેક્ષણ બતાવે છે કે, પાંચ વર્ષથી ઓછી ઉંમરના 35 ટકા બાળકોમાં ઉંમરના ગુણોત્તરમાં ઉંચાઇ ઓછી જોવા મળી છે. 17 ટકા બાળકોમાં ઉંચાઇ અનુસાર વજન ઓછું જોવા મળ્યું છે. 33 ટકા બાળકોને ઉંમરના ગુણોત્તરમાં વજનમાં ઘટાડો જોવા મળ્યો છે. તેના વિરૂદ્ધ માત્ર 2 ટકા બાળકોનું વજન વધારે હતો અને મોટાપાથી ગ્રસ્ત હતા. છ મહિનાથી પાંચ વર્ષ વચ્ચે 11 ટકા બાળકો કુપોષણના શિકાર છે.

પાંચથી નવ વર્ષના બાળકોમાં 22 ટકા બાળકોનો વિકાસ યોગ્ય રીતે થઇ રહ્યો નથી, 10 ટકા બાળકોનું વજન ઓછું છે અને ચાર ટકા બાળકો વધારે વજન અને મોટાપાથી ગ્રસ્ત છે.

આ સર્વેક્ષણ એક ખાસ પાસા તરફ ઈશારો કરે છે કે, ભારતમાં બાળકોના પોષણ અને ખાન-પાનમાં ગરીબીની મહત્વપૂર્ણ ભૂમિકા છે. આનાથી બાળકોનું પોષણ પ્રભાવિત હોય છે. જોકે, સ્થિતિ ધીરે-ધીરે સુધરી રહી છે.

કિશોરની વાત કરીએ તો 10થી 19 વર્ષના 24 ટકા કિશોર દૂબળા-પતળા છે, 5 ટકાનો વજન વધારે છે અને મોટાપાના શિકાર છે.

આર્થિક રીતે સક્ષમ પરિવારમાં મોટાપા અને વધારે વજનના 12 ટકા બાળકો મળ્યા જ્યારે ગરીબ પરિવારોમાં આ બિમારી 1 ટકા છે.

સર્વેક્ષણમાં તે વાતને પણ ખુલાસો થયો છે કે, 10 ટકા શાળાઓ જનાર બાળકો અને કિશોરોમાં ડાયાબિટીશ થવાના લક્ષણ છે. તેનો ગુણોત્તર રાજ્યોમાં અલગ-અલગ છે.

સીએનએનએસ દેશમાં કરવામાં આવેલ સૌથી મોટો સૂક્ષ્મ પોષક સર્વેક્ષણ છે. આ સર્વેક્ષણમાં 1.1 લાખ બાળકો અને કિશોરોને સામેલ કરવામાં આવ્યા હતા.

સર્વેક્ષણમાં 51 હજાર બાળકોને ખૂન, મળ અને મૂત્રના સેમ્પલ લેવામાં આવ્યા હતા. તેના આધાર પર બાળકોને સ્વાસ્થ્યની તપાસ કરવામાં આવી હતી. તે ઉપરાંત તે બાળકોની માંની ખાન-પાન અને શિક્ષણ, તેનું સમુદાય, જાતિ અને આર્થિક સ્થિતિ વિશે પણ જાણકારી સામેલ કરવામાં આવી છે.

પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા કહ્યું- ગુજરાતના ખુણે ખુણામાં મળે છે દારૂ