Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > ગુજરાતમાં સાગમટે 1 હજારથી વધુ લોકો સાજા થયા, 24 કલાકમાં 415 કેસ નોંધાયા

ગુજરાતમાં સાગમટે 1 હજારથી વધુ લોકો સાજા થયા, 24 કલાકમાં 415 કેસ નોંધાયા

0
441

ગુજરાતમાં કોરોના વાયરસનો કહેર દિવસે દિવસે વધતો જઈ રહ્યો છે જેના કારણે તંત્રમાં ફરી ચિંતા જોવા મળી રહી છે. આજ રોજ રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 415 પોઝિટિવ કેસ સામે આવ્યા છે. જ્યારે આ મહામારીને કારણે 29 લોકોના મોત પણ થયા છે. આ સાથે જ રાજ્યમાં કોરોના વાયરસ પોઝિટિવ કેસનો આંકડો 17632 પર પહોચી ગયો છે. જ્યારે આ મહામારીને કારણે એક દિવસમાં 1114 દર્દીઓ સ્વસ્થ્ય થઇને પોતાના ઘરે પણ ગયા છે.

રાજ્યમાં કોરોના વાયરસના નવા 415 કેસ આવ્યા સામે

રાજ્યમાં કોરોનાં દર્દીઓનો કુલ આંક 17632 થયો છે. જ્યારે મોતનો કુલ આંક 1092 અને ડિસ્ચાર્જનો કુલ આંક 11894 થયો છે. રાજ્યમાં હવે માત્ર 4646 એક્ટિવ કેસ છે. જેમાંથી 62 દર્દીઓની હાલત ગંભીર છે અને 4584 દર્દીઓની હાલત સ્થિર છે. છેલ્લા 24 કલાકમાં નોંધાયેલ 415 કેસોમાંથી અમદાવાદમાં 279, સુરત 58, વડોદરા 32, ગાંધીનગર 15, મહેસાણા 5, ભાવનગર-ભરૂચ-દાહોદ 4-4, ખેડા 3, પંચમહાલ-કચ્છ-સુરેન્દ્રનગર 2-2, બનાસકાંઠા-પાટણ-નર્મદા-વલસાડ-નવસારીમાં 1-1 પોઝિટિવ કેસ નોંધાયા હતા.

રાજ્યમાં એક્ટિવ દર્દીઓની ટકાવારીમાં ચોંકાવનારો ઘટાડો જોવા મળ્યો છે. રિકવરી રેટમાં સતત વધારો થવાને કારણે એક્ટિવ કેસની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થયો છે. 15 દિવસ પહેલાં રાજ્યનાં એક્ટિવ કેસની ટકાવારી 53.19 ટકા હતી. જે હવે ઘટીને 26.35 ટકા જ રહી ગઈ છે.

આજે રાજ્યમાં 29 વ્યક્તિઓનાં કોરોનાને કારણે દુઃખદ અવસાન થયા છે. જેમાં અમદાવાદમાં 24, અરવલ્લી- ૨ અને સુરત, મહેસાણા અને જુનાગઢ ખાતે ૧ વ્યક્તિઓનાં મૃત્યુ નિપજ્યા છે. અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ ૧૦૯૨ મૃત્યુ નોંધાયા છે.

છેલ્લા 24 કલાકમાં 1114 દર્દીઓની યાદી જોઈએ તો માત્ર અમદાવાદમાં જ 1019 દર્દીઓ સાજા થઈને ઘરે પરત ફર્યા છે. જ્યારે સુરતમાં 32, સાબરકાંઠા 20, વડોદરા 9, કચ્છ 7, દાહોદ 4, ખેડા 4, આણંદ 3, અરવલ્લી 3, મહેસાણા 3, ગાંધીનગર 2, ગીર સોમનાથ 2, રાજકોટ 2, તાપી 2, જૂનાગઢ 1, પાટણમાં 1 દર્દીને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા.

‘અમદાવાદ ઓર સુરત 14 દિન સેના કે હવાલે’ ની ફેક પોસ્ટ વાયરલ કરનાર આરોપીની ધરપકડ