Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > ગુજરાતમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ, વીજળી પડવાને કારણે 7નાં મોત

ગુજરાતમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ, વીજળી પડવાને કારણે 7નાં મોત

0
1360

અમદાવાદમાં મગળવાર વહેલી સવારે વરસાદના અમી છાંટા પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. હવામાન વિભાગે આગાહી કરી હતી તે પ્રમાણે રાજયમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો. જયારે વીજળી પડવાને કારણે બોટાદમાં 3 વ્યક્તિ, જામનગરમાં માતા-પુત્ર સહિત એક વ્યક્તિનું અને ગાંધીનગરમાં એક વ્યક્તિનું મોત નિપજ્યું છે.

હવામાન વિભાગની આગાહી વચ્ચે આજે રાજ્યમાં સાર્વત્રિક વરસાદની સ્થિતિ જોવા મળી રહી છે. ગુજરાતનાં 120 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ વરસાદ કાલાવડમાં નોંધાયો છે. કાલાવડમાં માત્ર બે કલાકમાં 3 ઈંચ વરસાદ નોંધાયો છે. તેવામાં વરસાદ હજુ બરાબર જામે તે પહેલાં જ મેઘરાજાનું રોદ્ર સ્વરૂપ ગુજરાતમાં જોવા મળ્યું છે. આજે વીજળી પડવાને કારણે બોટાદમાં 3 વ્યક્તિ, જામનગરમાં માતા-પુત્ર સહિત એક વ્યક્તિનું અને ગાંધીનગરમાં એક વ્યક્તિનું મોત નિપજ્યું છે.

ગાંધીનગરના દહેગામના ગમીજ ગામે વીજળી પડતાં ખેતરમાં કામ કરતી મહિલાનું મોત નિપજ્યું હતું. જ્યારે જસદણના ડોડિયાળા ગામમાં વીજળી પડતા એક વ્યક્તિને ઇજા પહોંચતા સારવાર માટે ગોંડલ હોસ્પિટલ ખસેડાયા છે.

રાજ્યમાં અત્યાર સુધી 120 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. ગીર સોમનાથના વેરાવળમા બે ઇંચ, જામનગરનાં ધ્રોલ, અરવલ્લીના મોડાસા, જૂનાગઢના મેંદરડામાં પણ બે ઇંચ વરસાદ વરસ્યો હતો. તો ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ અને અમદાવાદમાં 40 કિમીની ઝડપે પવન સાથે તોફાની વરસાદની આગાહી કરવામાં આવી છે. કચ્છ, અમરેલી, જૂનાગઢ, પોરબંદર, રાજકોટ, સુરેન્દ્રનગર બોટાદ, મોરબી, દેવભૂમિ દ્વારકા જામનગરમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે.

ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, અમદાવાદના વાતાવરણમાં પલટો

ગુજરાતમાં આગામી 48 કલાકમાં ભારેથી અતિભારે વરસાદને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે, ત્યારે આજે સવારથી અમદાવાદના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. અમદાવાદના અનેક વિસ્તારોમાં વરસાદના ઝાંપટા પણ પડ્યા છે. આમ અમદાવાદવાસીઓને ઉકળાટમાંથી આંશિક રાહત મળી છે.

અમદાવાદ, વડોદરા, આણંદ, ખેડા સહિતના અનેક જિલ્લાઓમાં સામાન્ય વરસાદ પડી શકે છે. હવામાન વિભાગ દ્વારા આગામી 5 દિવસ વરસાદની આગાહી છે. હવામાન વિભાગ મુજબ, ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રનાં વિવિધ શહેરોમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે.

મહિને લાખોની કમાણી કરનાર હજારો TikTok સ્ટાર બન્યા બેરોજગાર