Gujarat Exclusive > દેશ-વિદેશ > ગુજરાતમાં કોરોના વાયરસથી 1754 લોકોના મોત, અમદાવાદમાં જ 80 ટકા લોકોએ ગુમાવ્યો જીવ

ગુજરાતમાં કોરોના વાયરસથી 1754 લોકોના મોત, અમદાવાદમાં જ 80 ટકા લોકોએ ગુમાવ્યો જીવ

0
437

અમદાવાદ: ગુજરાતમાં કોરોના સંક્રમિતોની સંખ્યા ટુંક સમયમાં 30 હજાર પાર પહોચી જશે. ગુજરાત સંક્રમણ મામલે ભલે દેશમાં ચોથા સ્થાન પર હોય પરંતુ અહી મૃત્યુદર દેશમાં સૌથી વધુ છે. અત્યાર સુધી રાજ્યમાં કુલ 1754 લોકોના કોરોના વાયરસને કારણે જીવ ગયા છે. જેમાંથી 80 ટકા મોત એટલે કે 1390 મોત એકલા અમદાવાદમાં જ થઇ છે. આ ગંભીર સ્થિતિને જોતા હવે કેન્દ્રની એક હાઇ લેવલ ટીમ અમદાવાદ આવી છે. ટીમનું નેતૃત્વ સ્વાસ્થ્ય મંત્રાલયના જોઇન્ટ સેક્રેટરી લવ અગ્રવાલ કરી રહ્યા છે. આ ટીમ અમદાવાદમાં કોરોનાથી થયેલી સ્થિતિની સમીક્ષા કરશે અને તે બાદ રાજ્યના અધિકારીઓ સાથે તેને રોકવાની યોજના તૈયાર કરશે. ગુજરાતમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસની સંખ્યા 29,578 થઇ ગઇ છે.

ભારતમાં લોકડાઉન ખુલવાના 25 દિવસ બાદ કોરોના સંકટ સતત વધતો જઇ રહ્યો છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કોરોનાના વધતા કેસો પર પત્રકાર પરિષદ કરી હતી, કેજરીવાલે કહ્યું કે દિલ્હીમાં કોરોનાના કેસ ઘણા વધુ છે પરંતુ ગભરાવવાની જરૂર નથી. અમે ટેસ્ટિંગ ત્રણ ઘણી વધારી દીધી છે પરંતુ પોઝિટિવ દર્દીઓની સંખ્યા માત્ર ત્રણ હજાર સુધી જ વધી છે. કેજરીવાલે કહ્યું કે ગત એક અઠવાડિયામાં માત્ર 6 હજાર દર્દીઓને જ એડમિટ થવાની જરૂર પડી છે, જ્યારે દર દિવસે ત્રણ હજાર દર્દી આવી રહ્યા છે. કારણ કે દિલ્હીમાં મોટાભાગના કેસ ગંભીર નથી. માટે તેમણે હોસ્પિટલ લઇ જવાની જરૂર નથી. જોકે, અમે 13 હજાર બેડ્સ તૈયાર રાખ્યા છે.

આ પણ વાંચો: સુરતમાં કોરોનાના કેસો વધતા બે નિવૃત અધિકારીઓને OSD તરીકે નિમણૂંક અપાઇ

દેશભરમાં કોરોના વાયરસ સંક્રમિતોના સૌથી વધુ કેસ મામલે દિલ્હી ટોપ પર પહોચી ગયુ છે. દિલ્હીમાં સૌથી વધુ 72,992 કોરોનાના પોઝિટિવ કેસ જોવા મળી રહ્યા છે. જ્યારે મુંબઇમાં 70,878 પોઝિટિવ કેસ છે. ચેન્નાઇમાં પણ સૌથી વધુ 47,650 પોઝિટિવ કેસ છે. જ્યારે થાણેમાં 29,488 પોઝિટિવ કેસ નોંધાયા છે. અમદાવાદમાં કોરોના વાયરસના 19,839 પોઝિટિવ કેસ છે જ્યારે પૂણેમાં 18,015 પોઝિટિવ કેસ છે. કોલકાતામાં પણ 5 હજારથી વધુ 5,133 પોઝિટિવ કેસ છે. ગુરૂગ્રામમાં 4,906 કોરોના પોઝિટિવ કેસ છે. મધ્ય પ્રદેશમાં ઇન્દોરમાં સૌથી વધુ4,507 પોઝિટિવ કેસ છે. જ્યારે સુરતમાં 3,876 કોરોનાના પોઝિટિવ કેસ જોવા મળી રહ્યા છે.

આ પણ વાંચો: કોરોનાની સ્થિતિ પર કોર્પોરેશનનાં જવાબથી લવ અગ્રવાલ અસંતુષ્ટ, અધિકારીઓનો ઉધડો લીધો

મહત્વપૂર્ણ છે કે દિલ્હીએ તાજેતરમાં નવા સંક્રમણના કેસ અને કુલ સંક્રમિતો મામલે મુંબઇને પાછળ છોડી દીધુ છે.પાટનગરમાં છેલ્લા એક અઠવાડિયાથી દરરોજ કોરોનાના ત્રણ હજાર કેસ આવી રહ્યા છે, જ્યારે આ દરમિયાન 460 લોકોના મોત થયા છે. તેમ છતા કેજરીવાલ સતત લોકોને ચિંતા ના કરવાની વાત કહી રહ્યા છે.